આ 10 વાતો જે નીતિશ કુમારનું વધારી થઇ રહી છે ટેન્શન

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

પટણા, 1 એપ્રિલ: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર માટે આ લોકસભા ચૂંટણી કોઇ અગ્નિપરીક્ષાથી ઓછી નથી. નીતિશ કુમાર હાલમાં ચિંતા અને પડકાર બંને જ સ્થિતીઓમાંથી પસાર થઇ રહ્યાં છે. આ વખતે લોકસભા ચૂંટણી એ સાબિત કરી દેશે કે એનડીએ સાથે 17 વર્ષ જુની મિત્રતા તોડવી નીતિશ કુમાર માટે ફાયદાકારક રહી કે જનતા તેમના આ નિર્ણયથી નારાજ છે. આટલું જ નહીં એ વાતનો ફેંસલો પણ કરશે કે નીતિશ કુમારનું બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવાના મુદ્દાને જનતા કેટલુ સમર્થન કરે છે.

જો એમ કહીએ કે આ ચૂંટણી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર માટે રાજનૈતિકની સાથે-સાથે નૈતિક કસોટી પણ સાબિત કરશે તો તે ખોટું નથી. આ વખતે લોકસભાની ચૂંટણીમાં નીતિશ કુમાર સૌથી કઠિન પરીક્ષા દૌરમાંથી પસાર થઇ રહ્યાં છે. તેમના નિર્ણયને જનતા કેટલું સમર્થન આપશે તે જોવાનું રહ્યું, પરંતુ હાલ નીતિશ કુમાર પોતાના મતદારોને એ સમજાવવામાં વ્યસ્ત છે કે જો આપણે દિલ્હીમાં મજબૂત ન હોઇએ તો પછી બિહારનો અવાજ કોઇ સાંભળશે નહી.

નીતિશ કુમાર સામે પડકાર

નીતિશ કુમાર સામે પડકાર

નીતિશ કુમારની સામે સૌથી મોટો પડકાર છે કે એનડીએ સાથે તેમનો સંબંધ તોડવાનો નિર્ણય કેટલો ફાયદાકારક થાય છે.

શું જનતાનો સાથ મળશે

શું જનતાનો સાથ મળશે

નીતિશ કુમાર સામે બીજો પડકાર એ છે કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવા માટે તેમના આંદોલનમાં જનતા કેટલો સાથે આપશે.કહેવાનો અર્થ એ છે કે જનતા તેમના આ આંદોલનને કેટલું સમર્થન કરશે તે તો ચૂંટણી બાદ ખબર પડી જશે.

શું ઇજ્જત રહેશે

શું ઇજ્જત રહેશે

આ વખતે નીતિશ કુમાર સામે 40 સીટોનો પડકાર છે. 38 સીટો પર જેડીતૂ તો બે પર તેમના ગઠબંધન હેઠળ ભાકપાના ઉમેદવાર છે.

નીતિશ વિરૂદ્ધ કેટલાક મોરચા

નીતિશ વિરૂદ્ધ કેટલાક મોરચા

આ ચૂંટણીમાં નીતિશ કુમાર માટે કેટલાય મોરચા ખુલી ગયા છે. સૌથી મોટો મુકાબલો ભાજપ સાથે છે. નીતિશ કુમારને ભાજપના મોટા પ્રચાર તંત્રનો સામનો કરવો પડશે.

નીતિશ કુમારનું મોટું ટેન્શન

નીતિશ કુમારનું મોટું ટેન્શન

પશ્વિમી ચંપારણ, પૂર્વી ચંપારણ, શિવહર, મધુબની, અરરિયા, કટિહાર, દરભંગા, સીવાન, ભાગલપુર, પટના સાહિબ, બક્સર, ગયા અને નવાદા લોકસભા સીટો નીતિશ કુમાર માટે આ વખતે નવી સીટો છે, કારણ કે આ પહેલાં આ સીટો પર તેમણે ગઠબંધન હેઠળ ચૂંટણી લડી હતી.

ટિકીટને લઇને નારાજગી

ટિકીટને લઇને નારાજગી

જેડીયૂના કેટલાક નેતા ટિકીટ ન મળવાથી નારાજ છે. આ ગુસ્સે ભરાયેલા લોકોનો પણ એક મોરચો છે, જેનો નિતીશ કુમારને સામનો કરવાનો છે. કેટલાક લોકોનો ગુસ્સો છે કે સરકારે તેમની વાત સાંભળી નહી.

ત્રિકોણીય જંગ

ત્રિકોણીય જંગ

અત્યાર સુધી ભાજપ અને જેડીયૂ સાથે-સાથે લડતા આવ્યા છે. તો મુકાબલો કોંગ્રેસ-આરજેડી ગઠબંધન સાથે થતો હતો, પરંતુ આ વખતે નીતિશ કુમારને કોંગ્રેસ-આરજેડીની સાથે-સાથે ભાજપ સાથે પણ લડવું પડશે.

સર્વેથી ગભરાઇ ગયા નીતિશ

સર્વેથી ગભરાઇ ગયા નીતિશ

નીતિશ કુમારનો એક પડકાર ચૂંટણી પહેલાં સતત સામે આવી રહેલા સર્વે પણ છે. તાજેતરમાં કરાવવામાં આવેલા સર્વેમાં જેડીયૂને 2 થી 5 સીટો બતાવવામાં આવી છે. નીતિશ કુમાર સતત આ પ્રકારના સર્વેને પ્રાયોજિત ગણાવી પોતાના સમર્થકોનું મનોબળ જાળવી રાખવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

ફેસબુક-ટ્વિટર પર જંગ

ફેસબુક-ટ્વિટર પર જંગ

નીતિશ સોશિયલ મીડિયા પર ખાસ એક્ટિવ નથી પરંતુ આ વખતે લોકસભા ચૂંટણી સોશિયલ મીડિયાના વ્યાપક પ્રભાવને જોતાં તેમણે પણ અપનાવી લીધું. એવામાં તેમણે સોશિયલ નેટવર્કિંગ સાઇટો પર પણ પોતાના વિરોધીઓનો સામનો કરવો પડે છે.

English summary
This Lok Sabha Election Nitish Kumar is too much tensed over 10 things which are going to happen.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X