'AAP'ના અરવિંદ કેજરીવાલ પાસે છે આ 25 પ્રશ્નોના જવાબ
નવી દિલ્હી, 24 સપ્ટેમ્બર: સમાજસેવક અણ્ણા હજારેના લોકપાલ આંદોલનથી જન્મ લેનાર અરવિંદ કેજરીવાલે પોતાની પાર્ટી બનાવીને સીધા દિલ્હીમાં 15 વર્ષોથી રાજ કરી રહેલી શીલા સરકારને પડકાર ફેંક્યો છે. આમ આદમી પાર્ટીના માધ્યમથી અરવિંદ કેજરીવાલે શીલા દિક્ષિત સાથે સીધો મુકાબલો કરવાનું મન બનાવી લીધું છે. નેતાઓ, મંત્રીઓ અને તેમના સંબંધીઓને લઇને નવા-નવા ખુલાસા કરનાર અરવિંદ કેજરીવાલે થોડા સમયમાં જ પોતાની મજબૂતી બનાવી લીધી છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઇને કરાવવામાં આવેલા સર્વેમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને સ્થિતીને સારી બતાવવામાં આવી રહી છે. આમ આદમીથી આમ આદમી પાર્ટી બનાવનાર અરવિંદ કેજરીવાલ બીજાના નામે ઘણા આરોપોનો પર્દાફાશ કરી ચૂક્યા છે, પરંતુ અમે તમારી સમક્ષ કેટલાક એવા પ્રશ્નો રાખવા છીએ જે અરવિંદ કેજરીવાલના વ્યક્તિત્વ પર સવાલ ઉભા કરી દેશે.
પ્રજા વચ્ચે તેમની પસંદની વાત કરીએ તો તેમની સહાનુભૂતિ પ્રાપ્ત કરવામાં માહિર છે. પરંતુ શું તે અને તેમની આમ આદમી સેના અમારા પ્રશ્નોના જવાબ આપવામાં સક્ષમ છે. કેટલાક એવા પ્રશ્નો જે તમે જાણો તો છો, પરંતુ કદાચ તેના વિશે ક્યારેય વિચાર્યું નથી. કેટલીક વાતો તો તેમના સાથે જોડાયેલી છે અને કેટલીક વાતો નવી છે. કેટલાક એવા મુદ્દા જેના જવાબ અત્યાર સુધી અરવિંદ કેજરીવાલે પણ આપ્યા નથી. જો કે અરવિંદ કેજરીવાલ એન્ટી કોંગ્રેસ અને એન્ટી ભાજપની વાત કરે છે, પરંતુ તસવીરોમાં જુઓ- અરવિંદ કેજરીવાલ માટે 25 મોટા પ્રશ્નો

અરવિંદ કેજરીવાલ માટે 25 મોટા પ્રશ્નો
ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડાઇ લડનાર અરવિંદ કેજરીવાલ અને તેમની પત્નીનું તેમના સેવાકાળ દરમિયાન એકવાર પણ સ્થળાંતર થયું નથી. પોતાની સર્વિસ દરમિયાન બંને દિલ્હીમાં જ કાર્યરત રહ્યાં છે.

અરવિંદ કેજરીવાલ માટે 25 મોટા પ્રશ્નો
વ્યવસાયે આઇઆરએસ અધિકારી રહી ચૂકેલા અરવિંદ કેજરીવાલ આઇઆરએસ તરીકે શું ઉપલબ્ધિ રહી છે.

'આપ'ના અરવિંદ કેજરીવાલ માટે 25 મોટા પ્રશ્નો
રાજકીય પાર્ટી તરીકે અરવિંદ કેજરીવાલનું કાશ્મીર, ઇન્ડિયન આર્મી અને હિન્દુ આતંકવાદના મુદ્દે શું કહેવું છે.

'આપ'ના અરવિંદ કેજરીવાલ માટે 25 મોટા પ્રશ્નો
અરવિંદ કેજરીવાલે અત્યાર સુધી રામ જન્મભૂમિના મુદ્દે પોતાનો કોઇ વિચાર વ્યક્ત કર્યો નથી.

'આપ'ના અરવિંદ કેજરીવાલ માટે 25 મોટા પ્રશ્નો
દિલ્હીના રાજકારણમાં બાટલા હાઉસનો મુદ્દો હંમેશાથી જ ગરમ રહ્યો છે. પરંતુ શીલા સરકારને હરાવવાનો દાવો કરનાર અરવિંદ કેજરીવાલે આ મુદ્દે પોતાના પાર્ટીનો કોઇ વિચાર વ્યક્ત કર્યો નથી.

'આપ'ના અરવિંદ કેજરીવાલ માટે 25 મોટા પ્રશ્નો
અરવિંદ કેજરીવાલે પોતાના કેટલાક ઉમેદવારોના નામની જાહેરાત કરી દિધી છે, પરંતુ તેમના લિસ્ટમાં કેટલાક એવા લોકો છે જે પ્રશ્નોમાં ઘેરાયેલા છે. માવવાદીઓની વકિલાત કરનાર અને કોર્ટ દ્વારા દોષી ગણવામાં આવેલા વિનાયક સેન આમ આદમી પાર્ટીના રિફોર્મ ટીમમાં સામેલ છે.

'આપ'ના અરવિંદ કેજરીવાલ માટે 25 મોટા પ્રશ્નો
કટ્ટર મુસ્લિમ નેતા ઇમામ બુખારી જે હંમેશાથી દેશમાં ઇસ્લામિક સત્તાની વકિલાત કરતાં રહ્યાં છે ઘણીવાર અલગ-અલગ કાર્યક્રમોમાં અરવિંદ કેજરીવાલની સાથે જોવા મળ્યા છે. એવામાં તેમની નિર્વિવાદિત છબિ પર પ્રશ્નાર્થચિહ્ન લાગવું સ્વભાવિક છે.

અરવિંદ કેજરીવાલ માટે 25 મોટા પ્રશ્નો
અરવિંદ કેજરીવાલ માટે દિલ્હીનું રાજકારણ પાણી-વિજળીના મુદ્દા સુધી સિમિત રહી છે. આ મુદ્દા આમ આદમી સાથે જોડાયેલા છે, પરંતુ રાજકારણનો અર્થ ફક્ત વિજળી-પાણી નહી આમ આદમી માટે તથ્યોની જાણકારી અને તેમની યોગ્ય તપાસ પણ એટલી જ મહત્વપૂર્ણ હોય છે જેટલી સામાન્ય જરૂરિયાતો.

અરવિંદ કેજરીવાલ માટે 25 મોટા પ્રશ્નો
મહરાષ્ટ્રના દુષ્કાળ ગોટાળામાં અરવિંદ કેજરીવાલે એકદમ સાવધાનીપૂર્વક ભાજપના નેતા નિતિન ગડકરીનું નામ તો લીધું, પરંતુ એકવાર પણ તેમને મહારાષ્ટ્રના રાજકારણમાં વર્ષોથી એક્ટિવ રહેનાર એનસીપી નેતા શરદ પવાર અથવા તેમના પરિવારનું નામ ન લીધું.

અરવિંદ કેજરીવાલ માટે 25 મોટા પ્રશ્નો
પોતાની માંગણીને લઇને અનશનને હથિયાર બનાવનાર અરવિંદ કેજરીવાલના પ્રદર્શનમાં પોસ્ટરોથી ભારતમાતાની તસવીર હટાવવામાં આવી, પરંતુ તેની પાછળનું કારણ બતાવવામાં ન આવ્યું.

અરવિંદ કેજરીવાલ માટે 25 મોટા પ્રશ્નો
કેટલાક નેતાઓ પર સનસનીખેજ ખુલાસા કરી પોતાનું રાજકારણ ચમકાવનાર અરવિંદ કેજરીવાલ હિમાચલના મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના મુદ્દે ચુપ કેમ છે, જ્યારે તેમના પર કેટલાય ગંભીર આરોપ લાગેલા છે.

અરવિંદ કેજરીવાલ માટે 25 મોટા પ્રશ્નો
અરવિંદ કેજરીવાલને આમરણાંત ઉપવાસ કરવાની અને પછી અણ્ણા હજારેના તર્જ પર સ્ટીલ ગ્લાસમાં પાણી પીને પોતાના આમરણાંત ઉપવાસ તોડવાનો આઇડિયા કોણ આપે છે?

અરવિંદ કેજરીવાલ માટે 25 મોટા પ્રશ્નો
બાટલા હાઉસ એન્કાઉન્ટરને બનાવટી અને ઇશરત જહાંને નિર્દોષ ગણાવીને અરવિંદ કેજરીવાલ મુસ્લિમ સમુદાયને પત્ર કેમ લખ્યાં?

અરવિંદ કેજરીવાલ માટે 25 મોટા પ્રશ્નો
પોતાના પત્રમાં અરવિંદ કેજરીવાલે કેમ લખ્યું છે ગુજરાતના રમખાણોમાં કેટલાક નિર્દોષ મુસલમાન મોતને ભેટ્યાં જ્યારે તેમની પાસે આ વાતનો કોઇ પુરાવો નથી.

અરવિંદ કેજરીવાલ માટે 25 મોટા પ્રશ્નો
અરવિંદ કેજરીવાલ વારંવાર ગુજરાતના રમખાણોની વાત કેમ કરે છે, જ્યારે કોંગ્રેસના શાસનકાળમાં કેટલાક એવા રમખાણો થયા છે, જેમ કે મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશના રમખાણો, નોર્થ ઇસ્ટ રાજ્ય અને ઉત્તર પ્રદેશના સાંપ્રદાયિક રમખાણો.

અરવિંદ કેજરીવાલ માટે 25 મોટા પ્રશ્નો
યુપીના રમખાણોમાં કોંગ્રેસના બે ધારાસભ્યો, સપા અને બસપાના એક-એક સાંસદ સામેલ હોવા છતાં અરવિંદ કેજરીવાલ તેમના માટે ફક્ત નરેન્દ્ર મોદી અને અમિત શાહનું નામ કેમ લઇ રહ્યાં છે.

અરવિંદ કેજરીવાલ માટે 25 મોટા પ્રશ્નો
રમખાણોના રાજકારણમાં અરવિંદ કેજરીવાલ કોંગ્રેસનું નામ લેતાં પહેલાં કેમ દૂર ભાગી રહ્યાં છે?

અરવિંદ કેજરીવાલ માટે 25 મોટા પ્રશ્નો
લોકપાલ બિલના મુદ્દે અરવિંદ કેજરીવાલનું બેવડું ચરિત્ર કેમ? ઉત્તરાખંડમાં ભાજપ સરકારે જ્યારે અણ્ણા હજારેના લોકપાલને માની લીધુ તો અરવિંદ કેજરીવાલે ભાજપ માટે કેમ્પેન કરવાની કેમ મનાઇ કરી દિધી, જ્યારે કોંગ્રેસની સરકાર આવતાં જ લોકપાલ બિલમાં કેટલાક પરિવર્તન કરવામાં આવ્યા, પરંતુ આ મુદ્દે અરવિંદ કેજરીવાલ કેમ મૌન છે.

અરવિંદ કેજરીવાલ માટે 25 મોટા પ્રશ્નો
કરપ્શનના નામે પોતાનું રાજકારણ કરનાર અરવિંદ કેજરીવાલે એક આઇએએસ અધિકારી તરીકે પોતાના સેવાકાળમાં કેટલા ભ્રષ્ટ અધિકારીઓના ભાંડા ફોડ્યા છે.

અરવિંદ કેજરીવાલ માટે 25 મોટા પ્રશ્નો
અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને પાર્ટી ભ્રષ્ટાચારને રોકવા માટે વચગાળાના લોકપાલનું ગઠન કર્યું છે, પરંતુ પોતે બનાવેલું આ લોકપાલ ભ્રષ્ટાચાર કેવી રીતે રોકી શકશે.

અરવિંદ કેજરીવાલ માટે 25 મોટા પ્રશ્નો
આઇએએસ અધિકારી તરીકે અરવિંદ કેજરીવાલ પર આરોપ લાગ્યા હતા કે તે પોતાના સેવાકાળમાં ખોટી રીતે પોતાની સેવા કરતાં વધુ પગાર કાઢે છે. તે આ આરોપોનું ખંડન કરતા રહ્યા, પરંતુ સમાચાર આવ્યા પછી તેમને પોતાનો વધારાનો પગાર પરત કરી દિધો. જો આરોપો ખોટા હતા તો તેમને આમ કેમ કર્યું.

અરવિંદ કેજરીવાલ માટે 25 મોટા પ્રશ્નો
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર દાદરીના એક પ્રાથમિક શિક્ષકે કોપીરાઇટ ચોરીનો આરોપ લગાવ્યો છે. આરોપ છે કે અરવિંદ કેજરીવાલે શિક્ષક દ્વારા લખવામાં આવેલા પુસ્તકના કેટલાક અંશોને ફેરફાર કરી સ્વરાજ નામથી પ્રકાશિત કરી છે.

અરવિંદ કેજરીવાલ માટે 25 મોટા પ્રશ્નો
અરવિંદ કેજરીવાલ ગુજરાતના ઇશરત જહાં એન્કાઉન્ટર અને બાટલા હાઉસ બનાવટી એન્કાઉન્ટરની ફરીથી તપાસની માંગણી કરે છે, પરંતુ તેમને એકવાર પણ આરટીઆઇ કાર્યકર્તા અને આમ આદમી પાર્ટીના સભ્ય સંતોષ કોહલી મર્ડરની તપાસની વાત કહી નથી.

અરવિંદ કેજરીવાલ માટે 25 મોટા પ્રશ્નો
રાજકીય પાર્ટીઓને આરટીઆઇના દાયરામાં લાવવાનો પક્ષ લેનાર આમ આદમી પાર્ટીના સંરક્ષક અરવિંદ કેજરીવાલ પોતે પોતાની પાર્ટી અને પાર્ટી કાર્યકર્તાઓની જાણકારી કેમ સાર્વજનિક કરતા નથી.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી












Click it and Unblock the Notifications
