મહાભારતમાં ભગવાન કૃષ્ણએ કર્યા હતા આ 5 છલ
કહેવાય છે કે પૃથ્વી પર ભગવાન કૃષ્ણનો જન્મ અધર્મના વિનાશ અને ધર્મ અને શાંતિની સ્થાપના માટે થયો હતો. તેમણે હંમેશા સત્યનું પાલન કરનાર લોકોને જીતવામાં સહાય કરી છે. મહાભારતની શરૂઆતથી લઇને અંત સુધી ભગવાન કૃષ્ણની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે. જો તમે મહાભારતનું ધ્યાનથી અધ્યન કરો તો તમે તે વાત પણ સમજી શકશો કે ધર્મ અને સત્યનો સંદેશો આપનાર ભગવાન કૃષ્ણને અનેક જગ્યાએ સત્યની વિજય માટે છલ અને પ્રપંચનો સહારો લીધો છે.
અને આ જ કારણે મહાભારતના અંતમાં પાંડવોની જીત થાય છે અને તે મોક્ષ તરફ આગળ વધે છે. ત્યારે મહાભારતની જ આવી જ કેટલીક કથાઓમાં કૃષ્ણ ભગવાને જે છલ કર્યો છે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

ભીષ્મની હત્યા
ભીષ્ણ એક શ્રેષ્ઠ ધનુરધારી હતા. તેમની જોડે તે જ્ઞાન હતું જે જ્ઞાન ખુદ અર્જૂન જોડે નહતું. માટે જ તેમને પરાજિત કરવા પાંડવો માટે અશક્ય હતું. અને આ વાત કૃષ્ણ પણ જાણતા હતા. કૃષ્ણ તે પણ જાણતા હતા કે ભીષ્મ કદી મહિલા પર શસ્ત્ર નથી ઉઠાવતા. માટે જ તેમણે શિખંડીને તેમની સામે ઊભી કરી દીધી. નોંધનીય છે કે શિખંડી એક યૌદ્ધા સ્ત્રી હતી.

દ્રોણાચાર્યની મૃત્યુ
દ્રોણાચાર્ય પાંડવો અને કૌરવો બન્નેના ગુરુ હતા. ગુરુને હરાવવું શિષ્ય માટે અશક્ય હતું. એટલે તેમના પુત્ર અશ્વથામાને ખોટા મૃત્યુના સમાચાર આપી તેમને ભાવનાત્મક રીતે નિર્બળ કરવાની લીલા કૃષ્ણએ કરી હતી. ભીમ અશ્વથામા નામના હાથીનું વધ કર્યું અને પાંડવો જોર જોરથી બૂમો પાડી કે આશ્વથામા મરી ગયો યુધિષ્ઠિરને પણ આ અર્ધસ્તયને સ્વીકાર્યું. અને તેના કારણ દ્રોણાચાર્યના હાથમાંથી બાણ અને ધનુષ છૂટતા ચાલાકીથી તેમનો વધ કરવામાં આવ્યો.

જયદ્રથની હત્યા
જયદ્રથએ અભિમન્યુનો વધ કર્યો હતો. અને તેનાથી આહત થઇને અર્જૂન એક વિશેષ બાણ તાંક્યૂ હતું જે સાંજ સુધી જયદ્રથનો વધ કરશે નહીં તો અર્જૂન પોતાના પ્રાણ ત્યાગશે. સૂર્યાસ્ત પહેલા જયદ્રથ અર્જૂનને મારી ના શક્યો. ત્યારે કુષ્ણએ તેમના હાથથી સૂર્યને ઢાંકી દીધો જેના કારણે જયદ્રથ તેની સંતાયેલી જગ્યાએથી બહાર નીકળ્યો. અને અર્જૂને તેને મારી નાંખ્યો.

અર્જૂનને બચાવવા ઘટોત્કચનો ઉપયોગ
કર્ણ અર્જૂનના મારી ના નાંખે તે માટે કરીને કુષ્ણએ ઘટોત્કચને દુર્યોધન પર આક્રમણ કરવાનું કહ્યું. જેથી કર્ણ તેની તમામ શક્તિ તેના મિત્રને બચાવવામાં લગાવી દે. અને આ રીતે કર્ણ બચી જાય.

કર્ણની હત્યા
કર્ણની મારવા માટે પહેલા અર્જૂને તેના પૈંડાને તોડી નાંખ્યો અને તેના રથને જમીનમાં ધૂસેડી દીધો. પછી જ્યારે તે નીચે ઉતરવા જઇ રહ્યો હતો ત્યારે મૌકાનો ફાયદો ઉઠાવી તેનો વધ કરવામાં આવ્યો. આમ તે પણ કૃષ્ણની લીલાના કારણે જ મર્યો.












Click it and Unblock the Notifications
