સોશિયલ મીડિયા પર છવાઈ 50 હજાર રૂપિયા કિલો વાળી મીઠાઈ, જાણો શું છે ખાસ?
નવરાત્રીની શરૂઆત થવા જઈ રહી છે અને બહુ જલ્દી દિવાળી આવશે. તહેવારોની સિઝન આવતા જ મીઠાઈની ચર્ચાઓ શરૂ થાય છે. હવે આવી જ એક મીઠાઈ તેની કિંમતને કારણે સોશિયલ મીડિયા પર છવાઈ છે.
ઉત્તર પ્રદેશનું લખનૌ તેના અનોખા અંદાજ માટે જાણીતું છે. આ મીઠાઈ પણ લખનૌની જ છે. લખનૌની એક જાણીતી મીઠાઈની દુકાન છપ્પન ભોગ દ્વારા તૈયાર કરાતી એક્ઝોટિકા નામની મીઠાઈની કિંમતને કારણે તે દુનિયાભરમાં ચર્ચામાં છે.

લખનૌની આ ફેમસ મીઠાઈ 2009 થી ગ્રાહકોને આકર્ષિત કરી રહી છે. અત્યંત કાળજી અને સમય સાથે બનાવવામાં આવતી આ મીઠાઈ વિશ્વના વિવિધ ખૂણેથી લાવવામાં આવેલા ડ્રાયફ્રૂટ્સમાંથી બનાવવામાં આવે છે. આ ઉપરાંત તેમાં 24 કેરેટ ગોલ્ડ ગાર્નિશિંગ પણ હોય છે.
આ મીઠાઈ બનાવવાની શરૂઆત જ્યારે એક ગ્રાહકે અલગ રીતે છપ્પન ભોગ બનાવવાની માંગ કરી તેમાંથી થઈ. ત્યારથી એક્સોટિકાની માંગ ઝડપથી વધી રહી છે. હવે આ મીઠાઈ સ્ટેટસ સિમ્બોલ બની રહી છે.
એક્ઝોટિકામાં બદામનું કાળજીપૂર્વક તૈયાર કરેલું મિશ્રણ હોય છે. આમાં કિન્નોરના પાઈન નટ્સ, ઈરાનમાંથી મામરા બદામ, અફઘાનિસ્તાનમાંથી પિસ્તા, દક્ષિણ આફ્રિકાના મૈકામિયા બદામ, તુર્કીમાંથી હેઝલનટ્સ અને કાશ્મીરની મોહક ખીણોમાંથી લાવવામાં આવેલા કેસરનો સમાવેશ થાય છે. આ પછી દરેક ટુકડાને 24 કેરેટ સોનાના સ્તરથી કાળજીપૂર્વક શણગારવામાં આવે છે.
આ મીઠાઈની કિંમત ચાર પીસના 2,000 થી શરૂ થાય છે, જે તેને એક વૈભવી કન્ફેક્શનરી આઇટમ બનાવે છે. જે લોકો લગ્ન અને તહેવારો દરમિયાન લક્ઝરી વસ્તુઓ ઈચ્છે છે અથવા કોઈને ભેટ આપવા ઈચ્છે છે તો તેની કિંમતમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. ઉદાહરણ તરીકે આ મીઠાઈના 100 નંગના બોક્સની કિંમત 50,000 રૂપિયા સુધી પહોંચે છે.












Click it and Unblock the Notifications
