પુરુષોની નજરમાં આવી હોવી જોઈએ તેમની ગર્લફ્રેન્ડ

બહુ સામાન્ય વાત છે કે તમે પોતાના પાર્ટનરની નજરોમાં બેસ્ટ ગર્લફ્રેન્ડ બનવા ઈચ્છો છો. જો તમે આ વિશે જાણવા ઈચ્છતા હોવ તો વાંચો આ આર્ટિકલ.

બહુ સામાન્ય વાત છે કે તમે પોતાના પાર્ટનરની નજરોમાં બેસ્ટ ગર્લફ્રેન્ડ બનવા ઈચ્છો છો. તમે આના વિશે વધુ જાણકારી મેળવવા માટે ઘણી વાર પોતાની સહેલીઓ સાથે પણ વાત કરો છો અને તેમની સલાહ લો છો. તેમની સાથે વાત કરવી ઘણી કમ્ફર્ટેબલ લાગે છે. પરંતુ મુશ્કેલી એ છે કે તે રિલેશનશીપની વાત તો કરે છે પરંતુ મોટાભાગની મહિલાઓને પુરુષોના મંતવ્ય વિશે ખબર હોતી નથી. હકીકત એ છે કે બધી મહિલાઓ અને પુરુષોને પોતાના રિલેશનશીપમાં અલગ અલગ વસ્તુઓ જોઈએ છે. એટલા માટે તમે કોઈ પુરુષ કે મહિલા પાસેથી જ જાણવાનો પ્રયાસ કરો કે તે પોતે પોતાના સંબંધમાં શું ઈચ્છે છે.

પાર્ટનર સાથે ઈમાનદાર રહેવુ

પાર્ટનર સાથે ઈમાનદાર રહેવુ

બધા પુરુષોને એક જ ત્રાજવે તોલવા ઉચિત ન કહેવાય અને આ જ વાત મહિલાઓ પર પણ લાગુ થાય છે. બધા વ્યક્તિની પોતાની એક અલગ ઓળખ અને ખાસિયત છે અને તે હંમેશા એક જેવી વસ્તુઓ પસંદ કરે એ જરૂરી નથી હોતુ. તેમછતાં અમુક એવી વાતો હોય છે જેના પર બધા એકમત થઈ જાય છે. ઘણા રિસર્ચે આ વાતની પુષ્ટિ પણ કરી છે કે કંઈક એવી ખાસિયત અને આદતો હોય છે જે કોઈ છોકરીને રિલેશનશીપમાં સારી ગર્લફ્રેન્ડ બનાવે છે. જો તમે આ વિશે જાણવા ઈચ્છતા હોવ તો વાંચો આ આર્ટિકલ. તમે આ વાતનું ધ્યાન રાખો કે તમારે અહીં જણાવેલી બધી વાતોને ફોલો કરવાની જરૂર નથી. તમારા માટે સૌથી મહત્વપૂર્ણ છે પોતાના પાર્ટનર સાથે ઈમાનદાર રહેવુ.

હંમેશા પોતાના આત્મસમ્માન અને ગૌરવને જાળવી રાખો

હંમેશા પોતાના આત્મસમ્માન અને ગૌરવને જાળવી રાખો

સંબંધમાં પોતાનું ગૌરવ ગુમાવી દેવાની જરૂર નથી. એક પુરુષ હંમેશા એ મહિલાના સંપર્કમાં રહેવા ઈચ્છે છે જે પોતાની મર્યાદા અને આત્મ સમ્માન સાથે જીવતી હોય. રિલેશનશીપમાં હોવા છતાં તમારે તમારી મજબૂતી અને આઝાદી ગુમાવવી ન જોઈએ. કોઈ પણ પરિસ્થિતિમાં તમારે આ વસ્તુઓ સાથે સમજૂતી કરવાની કોઈ જરૂર નથી.

નિયંત્રણ કરવા અને સહાયક બનવા વચ્ચેનું અંતર સમજો

નિયંત્રણ કરવા અને સહાયક બનવા વચ્ચેનું અંતર સમજો

એક સંબંધ એક પાર્ટનરશીપની જેમ છે. તમે એ જાણો છો કે તમે જો કોઈ વ્યક્તિ સાથે સંબંધમાં આવવાનો નિર્ણય લો છો તો દરેક પ્રકારની પરિસ્થિતિમાં પોતાના સામર્થ્ય અનુસાર તેની મદદ કરવા માટે તમે રાજી છો. તમે તેને વધુ સારુ કરવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. પરંતુ આ દરમિયાન એ વાતનું ધ્યાન રાખો કે તમે એનુ મનોબળ વધારો છો નહિ કે તેને નિયંત્રણ કરો છો.

તેને પોતાના માટે સમય આપો

તેને પોતાના માટે સમય આપો

જ્યારે તમે કોઈ વ્યક્તિ સાથે પોતાના સંબંધની શરૂઆત કરો છો તો તમે તે વ્યક્તિ સાથે પોતાનું જીવન વીતાવવાનો નિર્ણય કરો છો. પરંતુ એનો અર્થ એ નહિ કે તમે પોતાને સ્વતંત્ર રીતે ખતમ કરી દો. તમારી પોતાની પ્રાઈવસી અને પર્સનલ લાઈફ છે. તમારે આ વાત પોતાના પાર્ટનર માટે પણ વિચારવી જોઈએ. તેના વ્યક્તિગત જીવન અને તેની પર્સનલ સ્પેસ વિશે પણ તમારે વિચારવુ જોઈએ.

કોઈ પણ ચર્ચા કે ઝઘડાને એક પુખ્તની જેમ ઉકેલો

કોઈ પણ ચર્ચા કે ઝઘડાને એક પુખ્તની જેમ ઉકેલો

તમે અને તમારો બોયફ્રેન્ડ દરેક મુદ્દાને એક જ રીતે ન જોઈ શકો અને આમાં કંઈ ખોટુ પણ નથી. તમે તેની દરેક વાતથી સંમત ન પણ થઈ શકો. પરંતુ જ્યારે પણ તમારી વચ્ચે કોઈ લડાઈ ઝઘડો થાય તો એ સારુ રહેશે કે તમે તેને એક સમજદાર વ્યક્તિની જેમ ઉકેલો, નહિ કે બાળપણ બતાવીને પોતાના પાર્ટનરને દુઃખી કરો.

પોતાના રસ અને પેશનનો અંત ન કરો

પોતાના રસ અને પેશનનો અંત ન કરો

તમે એક રિલેશનશીમાં આવી ચૂક્યા છો તો એનો અર્થ એવો નહિ કે તમે તમારી ઓળક ગુમાવી દો. તમે અંદરથી શું છો તે તમને ખબર હોવી જોઈએ. તમે એક એવી મહિલા રૂપે ઓળખાવા જોઈએ જેનું પોતાનું કોઈ પેશન હોય. તમે તમારા સંબંધને દોષ આપીને પોતાના સપના ન છોડી શકો. તમને જે કામથી ખુશી મળે છે તેને ચાલુ રાખો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X