પરિણીત વ્યક્તિને ડેટ કરવાના હોઈ શકે આ પરિણામ, કયાંક તમે એની વાતોમાં તો નથી આવી રહ્યાને

જો તમે પણ પરિણીત વ્યક્તિને ડેટ કરી રહ્યા હોય તો આ જોખમોથી તમારે અમુક જરુરી સાવચેતીઓ રાખવી જોઈએ.

નવી દિલ્લીઃ પરણેલા પુરુષના ચક્કરમાં પડવુ તમારા માટે એક સમયે રોમાંચક હોઈ શકે છે પરંતુ આ માત્ર અનૈતિક છે એટલુ જ નહિ પરંતુ ખતરનાક પણ હોઈ શકે છે. એ બધુ ખૂબ મઝાનુ અને રોમાંચક ત્યાં સુધી લાગે છે જ્યાં સુધી તેની પત્નીની આ બધા પરિદ્રશ્યમાં એન્ટ્રી નથી થતી. મોટાભાગના કેસોમાં પત્ની એ 'બીજી મહિલા'ને દોષ આપે છે. જોખમોને જાણવા છતાં ઘણા મહિલાઓ અફેર ચાલુ રાખે છે કારણકે તે એ પરણેલા પુરુષના આકર્ષણથી દૂર નથી થઈ શકતી પરંતુ જો તમે પણ આ મહિલાઓમાંના એક હોય તો આ જોખમોથી તમારે અમુક જરુરી સાવચેતીઓ રાખવી જોઈએ.

સાર્વજનિક રીતે મળી નહિ શકો

સાર્વજનિક રીતે મળી નહિ શકો

જ્યારે તેના માટે પ્રેમ વ્યક્ત કરવાની વાત આવે ત્યારે હંમેશા તમારે પ્રતિબંધોનો સામનો કરવો પડશે. તમે જ્યારે ઈચ્છો ત્યારે તેને કૉલ કે મેસેજ નથી કરી શકતા કારણકે તેની પત્ની કે કોઈ બીજા દ્વારા તમારા પકડાઈ જવાનો ડર રહે છે. તમે બંને સાર્વજનિક રીતે મળી પણ નથી શકતા. તમે બંને દુનિયાની નજરથી બચીને મળવુ પડશે. આ આત્મ નિયંત્રણ તમને ખૂબ મોંઘુ પડી શકે છે.

મળશે માત્ર જૂઠ

મળશે માત્ર જૂઠ

જ્યારે તમે કોઈ પરણેલા પુરુષને ડેટ કરતા હોય ત્યારે તમારે સંબંધના દરેક પગલે જૂઠ બોલવુ પડશે. તમે પોતાના અફેરને પોતાના દોસ્તો, પરિવારથી છૂપાવવા માટે ખોટુ બોલી શકો છે અને આ તમને કોઈ વર્જિત વ્યક્તિ સાથે ડેટિંગ કરવા માટે દોષિત અનુભવાવી શકે છે. આના માટે લોકો તરત તમારી ટીકા કરશે.

ઘર તોડનારીનુ મળશે ટેગ

ઘર તોડનારીનુ મળશે ટેગ

પરિણીત પુરુષ ગમે તેટલો દોષી કેમ ન હોય, લોકો તમને હંમેશા ઘરની વિધ્વંસક કહેશે. ભલે તેણે તમને જણાવ્યુ હોય કે તમને મળતા પહેલા તેની પરિણીત જિંદગી ગમે તેટલી ખરાબ કેમ ન હોય, લોકો સ્વતઃ જ માની લેશે કે તમે જ પરિણીત જોડા વચ્ચે તિરાડ પેદા કરી દીધી છે.

તમે ક્યારેય પણ તેની પહેલી પ્રાથમિકતા નહિ બનો

તમે ક્યારેય પણ તેની પહેલી પ્રાથમિકતા નહિ બનો

એક પરિણીત યુવક સાથે સંબંધમાં તમે હંમેશા ગૌણ અનુભવશો. તે તમારી આજીવન ભક્તિની શપથ લઈ શકે છે અને ઘોષણા કરી શકે છે કે તમે તેનો સાચો પ્રેમ અને જીવન છો. જો કે આ અતિરંજિત ટિપ્પણીઓના બદલે, તેના કાર્યો પર વિચાર કરો.

ગૉસિપનુ કારણ બની જશો તમે

ગૉસિપનુ કારણ બની જશો તમે

લોકો તમારા વિશે વાત કરવા લાગશે. તમે જે પણ પાર્ટીમાં જશો કે તમે હંમેશા ગૉસિપનુ કારણ બનશો કારણકે લોકો એક પરિણીત પુરુષને ડેટ કરનારી મહિલા વિશે વાત કરવાનુ બંધ નહિ કરે. આ વિષય ગપશપ અને અફવાઓની એક સીરિઝ શરુ કરવા માટે પૂરતુ છે અને આ વાત સાંભળવામાં તણાવપૂર્ણ હોઈ શકે છે.

લોકો તમને કરવા લાગશે નજરઅંદાજ

લોકો તમને કરવા લાગશે નજરઅંદાજ

એક પરિણીત પુરુષ સાથે ડેટિંગ કરવાના ઘણા જોખમોમાંથી એક એ છે કે અન્ય લોકો ધીમે-ધીમે તમારાથી દૂર થઈ જશે કારણકે ઘણા બધા લોકો કોઈ પરિણીત વ્યક્તિને ડેટ કરવાના તમારા આદર્શોથી સંમત નહિ થાય. તમે અન્ય લોકો સાથે પોતાની ભાવનાઓ વિશે વાત કરવા માટે વધુ સંઘર્ષ કરશે કારણકે કોઈ પણ તમારી વાત નહિ સાંભળે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X