For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Exclusive: એર ઇન્ડિયા ફ્લાઇટના મેન્યૂમાંથી હટાવવામાં આવશે 'મુસ્લિમ મીલ'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી (વિવેક શુક્લા): દેશના મુસલમાનોની આર્થિક-સામાજિક સમીક્ષા લેવા માટે સચ્ચર કમીશના ચીફ રાજેન્દ્ર સચ્ચર તે ઇન્ડિયન વિમાન ગત 14 નવેમ્બરના રોજ એર ઇન્ડિયાના વિમાન દ્વારા કલકત્તાથી દિલ્હી જઇ રહ્યાં હતા. ત્યારે એર હોસ્ટેસે ખાવાનું મેન્યૂ તેમને આપ્યું, જેમાં એક વિકલ્પ હતો, જેને જોઇ રાજેન્દ્ર સચ્ચર ચોંકી ઉઠ્યા. વિકલ્પ હતો- મુસ્લિમ મીલ! સચ્ચર તેને જોઇ ભડકી ગયા. જો સચ્ચરની વાત એર ઇન્ડિયાને સમજણ પડી તો 'મુસ્લિમ મીલ' મેન્યૂમાંથી જલદી દૂર કરી દેવામાં આવશે.

સચ્ચરે કરી શોધખોળ
મેન્યૂ જોતાં જ સચ્ચરે એર હોસ્ટેસને પૂછ્યું આ મુસ્લિમ મીલ શું છે? શું આ મને મળી શકે છે, હું હિન્દુ છું. જવાબમાં એર હોસ્ટેસે કહ્યું, આ ભોજન ખાસકરીને મુસલમાનો માટે બનાવવામાં આવે છે અને ચોક્કસ તમે ખાઇ શકો છો. અને પૂછવામાં આવતાં જણાવ્યું કે મુસ્લિમ મીલમાં પરોસવામાં આવનાર ચિકન-મટન હલાલ કાપવામાં આવે છે.

air-india-muslim-meal

નારાજગીભર્યો પત્ર લખ્યો
દિલ્હી પહોંચતાં હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રાજેન્દ્ર સચ્ચરે એક નારાજગી ભર્યો પત્ર ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજૂને લખ્યો. જેમાં તેમણે એ પણ પ્રશ્ન ઉઠાવ્યો કે ભોજનને ધર્મના નામે વહેંચવું કેટલું યોગ્ય છે? જો કે સચ્ચરને હજુ સુધી એર ઇન્ડિયાથી જવાબ આવ્યો નથી.

એર ઇન્ડિયાના અધિકારીનું કહેવું છે કે અમારો હેતુ ભોજને ધર્મના આધારે વહેંચવાનો નથી. અમે તો અમારા મુસાફરો વધુ વિકલ્પ આપવા માંગીએ છીએ. કારણ કે ઘણા બધા હિન્દુ, જે માંસાહરી ભોજન કરે છે, તે એ જુએ છે કે માંસ ઝટકાથી કાપેલ છે હલાલ. જ્યારે મુસલમાન ફક્ત હલાલ માંસ જ ખાય છે, તો બીજી તરફ લોકો ઝટકાથી કાપેલ માંસ ખાવાનું પસંદ કરે છે.

અમે તમને જણાવવા માંગીશું કે બાકીની ખાનગી એરલાઇન્સોમાં આ પ્રકારનો વિકલ્પ નથી. જો કે એર ઇન્ડિયા અને બીજી એરલાઇન્સોમાં નિયમિત સફર કરનાર દિલ્હીના બિઝનેસમેન મનોજ સહગલ કહે છે કે કાયદાકીય રીતે એરલાઇંસને ભોજનને ધર્મના નામ પર વહેંચવાની વિચારસણી બદલવી જોઇએ. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના બાદ એર ઇન્ડિયા જલ્દી જ પોતાના મેન્યૂમાં 'મુસ્લિમ મીલ' નામ હટાવીને તેની જગ્યાએ નોનવેજ મીલ (હલાલ કટ) લખી દેશે.

English summary
Muslims can enjoy non-veg meals in Air India flight. Justice Rajinder Sachar was shocked to see this option in Air India flight.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X