જાણો: ગણેશ ચતુર્થીમાં કેવા રંગના ગણેશજીની મૂર્તિની કરશો પૂજા
ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ગણેશ ભક્તોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગણેશ ભક્તો વિઘ્નહર્તાના આગમન માટે તૈયારીઓમાં લાગી ગયા છે.
દેશભરના પંડાલોમાં, શેરીઓમાં, અને ભક્તજનોના ઘરમાં વિઘ્નહર્તા, બુદ્ધી, અને જ્ઞાનના દેવતાના આગમનની તૈયારીઓ થઈ ચૂકી છે. વિઘ્નહર્તા ગણેશજી સર્વ દેવોમાં પ્રથમ પૂજ્ય દેવ છે. 25મી તારીખે ભક્તજનો ગણપતિજીનું વિધી વિધાનો સાથે સ્થાપન કરશે, અને યથાશક્તિ મુજબ એક દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ કે પછી નવ દિવસ સુધી પ્રભુ ભક્તિમાં લીન રહીને છેલ્લા દિવસે વિસર્જન કરશે. આ સમગ્ર નવ દિવસ સુધી જ્યાં જુઓ ત્યાં ગણેશ પંડાલો જોવા મળશે, અનેક કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવશે.
ત્યારે આવો જાણીએ કે ગણેશ ચતુર્થી પર કેવા રંગના ગણેશજીની મૂર્તિની પૂજા કરશો......

લાલ રંગના ગણેશજીની મૂર્તિ
મેષ, સિંહ, અને વૃશ્ચિક જાતિના જાતકો લાલ રંગના ગણેશજીની મૂર્તિની પૂજા કરે.

સફેદ રંગના ગણેશજીની મૂર્તિ
વૃષભ, કર્ક, તથા તુ્લા રાશિના જાતકો સફેદ રંગના ગણેશજીની મૂર્તિની પૂજા કરે.

પીળા રંગના ગણેશજીની મૂર્તિ
મિથુન તથા કન્યા રાશિના જાતકો પીળા રંગના ગણેશજીની મૂર્તિની પૂજા કરે.

હળદર રંગના ગણેશજીની મૂર્તિ
ધન તથા મીન રાશિના જાતકો હળદર રંગના ગણેશજીની મૂર્તિની પૂજા કરે.

વાદળી રંગના ગણેશજીની મૂર્તિ
મકર તથા કુંભ રાશિના જાતકો વાદળી રંગના ગણેશજીની મૂર્તિની પૂજા કરે.












Click it and Unblock the Notifications
