ભારતના અહીં તમામ લોકો બોલે છે સંસ્કૃત, જાણો ક્યાં આવેલુ છે આ ગામ?
ભારત વિવિધતાઓનો દેશ છે. અહીં ભાષાઓનું મોટુ વૈવિધ્ય જોવા મળે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં એક એવુ ગામ છે જ્યાં તમામ લોકો સંસ્કૃતમાં વાત કરે છે.
આજે અમે તમને ભારતના એક એવા ગામ વિશે જણાવી રહ્યાં છીએ જ્યાં આજે પણ દેવભાષા સંસ્કૃત બોલાય છે. અહીં તમામ લોકો સંસ્કૃતમાં જ વાત કરે છે.

કર્ણાટકનું મત્તુરુ ગામ તેની ભાષા માટે ફેમસ છે. આ ગામની આસપાસના લોકો કન્નડ ભાષા બોલે છે પરંતુ આ ગામમાં તમામ લોકો સંસ્કૃતમાં વાત કરે છે. મત્તુરુ ગામ તુંગા નદીના કિનારે આવેલું છે.
2011ની વસ્તી ગણતરી મુજબ આ ગામની કુલ વસ્તી 3000 છે. આ ભારતનું છેલ્લું સંસ્કૃત બોલતું ગામ હોવાનું કહેવાય છે. અહીં દરેક વ્યક્તિ સંસ્કૃતથી સારી રીતે વાકેફ છે. દિવાલો પરના ભીંતચિત્રો પણ સંસ્કૃતમાં લખેલા છે.
અહેવાલો અનુસાર, 1981માં સંસ્કૃતના પ્રચાર માટે રચાયેલી સંસ્થા સંસ્કૃતિ ભારતીએ મત્તુરમાં 10 દિવસીય વર્કશોપનું આયોજન કર્યું હતું. તેમાં પડોશી ઉડુપીમાં પેજાવર મઠના સંત સહિત અનેક અગ્રણી હસ્તીઓએ હાજરી આપી હતી.
આ સંતે મત્તુરના ગ્રામવાસીઓનો સંસ્કૃતને બચાવવાનો ઉત્સાહ જોયો ત્યારે તેમણે તેમને તાત્કાલિક સંસ્કૃત ભાષા અપનાવવા વિનંતી કરી. જેનો સ્થાનિક લોકોએ દિલથી સ્વીકાર કર્યો.
કહેવાય છે કે આ ગામમાં પ્રાચીન સમયથી સંસ્કૃત બોલવામાં આવે છે. જો કે એક સમય હતો જ્યારે લોકો કન્નડ બોલવા લાગ્યા હતા પરંતુ પેજાવર મઠના સ્વામીની સલાહ બાદ અહીંના લોકો સંસ્કૃત ભાષા બોલતા થયા છે. અહીંના લોકો ખેતી કરે છે. ડાંગર અને સોપારીની ખેતી કરવામાં આવે છે.












Click it and Unblock the Notifications
