પર્સનલ ટ્રાન્સપોર્ટેશન માટે બેસ્ટ છે આ અદભુત 'ઝીરો હેલિકોપ્ટર'
તમારી પાસે પર્સનલ વાહન હોય કે ના હોય, અને હોય તે ગમે તે હોય પણ તમને ટ્રાફિક જામની સમસ્યાનો કડવો અનુભવ તો ચોક્કસ થયો જ હશે. વિશ્વભરનમા ડિઝાઇન અને ઓટોમોબાઇલ એન્જિનીયર્સ પણ અત્યારે એક જ વિષય પર સૌથી વધારે કામ કરી રહ્યા છે કે પર્સનલ ટ્રાન્સપોર્ટેશનને વધારે કોમ્પેક્ટ, ફાસ્ટ અને ઇઝી કેવી રીતે બનાવી શકાય. આ વિચારણાનું એક પરિણામ આજે અહીં આપવામાં આવ્યું છે.
જી હા આ છે ડિઝાઇનર હેક્ટર ડેસ એમો દ્વારા ડિઝાઇન કરવામાં આવેલું 'ઝીરો હેલિકોપ્ટર'. આ હેલિકોપ્ટર ખાસ કરીને અંગત મુસાફરી એટલે કે પર્સનલ ટ્રાન્સપોર્ટેશન માટે તૈયાર કરવામાં આવ્યું છે. પોતાની ડિઝાઇન અંગે એમોનું કહેવું છે કે વાસ્તવિક જગતમાં પર્સનલ ટ્રાન્સપોર્ટેશન માટે આ ડિઝાઇન કેટલી કારગત નીવડશે એ અત્યારથી હું જણાવી શકું એમ નથી. મને આ હેલિકોપ્ટરનો કન્સેપ્ટ અને ડિઝાઇન તૈયાર કરવામાં ઘણો આનંદ આવ્યો છે.
આ કોન્સેપ્ટ ઝડપી ટ્રાન્સપોર્ટેશનની ખાતરી આપે છે. સાથે ટ્રાફિક જામમાં કારમાં બંધ બારણે બેસીને ટ્રાફિક હળવો થવાની રાહ જોવામાંથી પણ મુક્તિ આપે છે.

1
પર્સનલ હેલિકોપ્ટરનો કન્સેપ્ટ

2
ડિઝાઇનર હેક્ટર ડેલ એમોની ડિઝાઇન

3
અલ્ટ્રા મોડર્ન ડિઝાઇન

4
ઝડપી પરિવહન

5
સુરક્ષિત ટ્રાન્સપોર્ટેશન

6
ટ્રાફિક જામમાંથી મુક્તિ

7
નવું સોશિયલ સ્ટેટસ સિમ્બોલ












Click it and Unblock the Notifications
