For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બૌદ્ધ ધર્મની એક ઝાંખી અને બુદ્ધના સોનેરી સુત્રો

બૌદ્ધ એક ધર્મ છે, જે ભારતમાં 2500 વર્ષ પહેલા સિદ્ધાર્થ ગૌતમ(બુદ્ધ) દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો હતો.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

બૌદ્ધ એક ધર્મ છે, જે ભારતમાં 2500 વર્ષ પહેલા સિદ્ધાર્થ ગૌતમ(બુદ્ધ) દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો હતો. આશરે 470 મિલિયન અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મ વિશ્વના મુખ્ય ધર્મો પૈકીનો એક ધર્મ છે. આ ધર્મ પૂર્વ અને દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાં સૌથી વધુ અપનાવામાં આવ્યો છે. જો કે હવે પશ્ચિમના દેશોમાં પણ તેનો પ્રભાવ વધી રહ્યો છે. બુદ્ધના વિચારો અને ફિલસુફીને અનેક ધર્મોએ અપનાવી છે.શું છે.

બૌદ્ધ ધર્મ

બૌદ્ધ ધર્મને સમજવા માટે બૌદ્ધ ધર્મની કેટલીક ચાવીરૂપ હકિકતો જાણવી જરૂરી છે. બૌદ્ધ ધર્મના અનુયાયીઓ કોઈ દેવ કે દેવીને સ્વીકારતા નથી. તેના બદલે તેઓ આત્મજ્ઞાન મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આંતરિક શાંતિ અને શાણપણ તેમની પ્રાથમિકતા છે.

  • આ ધર્મના સંસ્થાપક બુદ્ધ પોતે એક સાધારણ વ્યકિત હતા. તે કોઈ દેવ ન્હોતા. બુદ્ધ શબ્દનો અર્થ છે "પ્રબુદ્ધ" એટલે કે સંસ્કારોથી સંપન્ન.
  • બુદ્ધે નૈતિકતા, ધ્યાન અને જ્ઞાનનો ઉપયોગ કરી જ્ઞાનનો માર્ગ મેળવ્યો હતો. તેઓ હંમેશા ધ્યાન કરતા, કારણ કે તેમનું માનવું હતુ કે આ સત્યને જગાડવામાં મદદ કરે છે.
  • અનેક વિદ્વાનો બૌદ્ધ ધર્મને એક સંગઠિત ધર્મ રૂપે નહિં પણ "જીવનનો માર્ગ" અને "આધ્યાત્મિક પરંપરા" તરીકે ગણાવે છે.
  • બૌદ્ધ ધર્મ પોતાના લોકોને સ્વ-ભોગથી બચવા પ્રોત્સાહિત કરે છે પણ સાથે જ સ્વનો અસ્વીકાર કરે છે.
  • બૌદ્ધ ધર્મ 'કર્મ' અને 'પુનર્જન્મ'ના ખ્યાલને સ્વીકારે છે.
  • બૌદ્ધ ધર્મના અનુયાયીઓ મંદિરો કે પોતાના ઘરમાં પૂજા કરી શકે છે. બૌદ્ધ સાધુઓ અથવા ભિક્ષુકો કડક આચારસંહિતાનું પાલન કરે છે, જેમાં બ્રહ્મચર્યનો પણ સમાવેશ થાય છે.
બુદ્ધ

બુદ્ધ

સિદ્ધાર્થ ગૌતમ જેઓ પાછળથી 'બૌદ્ધ' તરીકે ઓળખાયા. જેઓ પાંચમી સદી દરમિયાન જીવી ગયા. હાલના નેપાળના રાજકુમાર તરીકે ગૌતમ એક સમૃદ્ધ પરિવારમાં જન્મયા હતા. તેમછતાં તેમનું જીવન સરળ હતુ. ગૌતમ વિશ્વની પિડાથી પ્રભાવિત થયા હતા અને તેમણે પોતાની ભવ્ય જીવનશૈલીને છોડી ગરીબી સહન કરવાનો નિર્ણય કર્યો. બુદ્ધના અનુયાયીઓનું માનવું છે કે ગૌતમને બોધિવૃક્ષની નીચે ધ્યાન કરતા જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. બુદ્ધે પોતાનું બાકીનું જીવન લોકોને આ આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે કરવી તે પાછળ વિતાવ્યુ.

બૌદ્ધ ધર્મની શરૂઆત

બૌદ્ધ ધર્મની શરૂઆત

જ્યારે ગૌતમબુદ્ધનું નિધન થયુ ત્યારે તેમના અનુયાયીઓએ ધાર્મિક આંદોલનનું આયોજન કરવાનું શરૂ કર્યુ. બુદ્ધના ઉપદેશો બુદ્ધ સંપ્રદાયના વિકાસનો પાયો બન્યા. મૌર્ય ભારતીય સમ્રાટ અશોકે બૌદ્ધવાદને ભારતનો રાજકીય ધર્મ બનાવ્યો. બૌદ્ધ મઠો બાંધવામાં આવ્યા અને મિશનરીઓના કાર્યને પ્રોત્સાહન આપવામાં આવ્યુ. થોડા સમય બાદ ભારતની બહાર પણ બૌદ્ધ ધર્મનો ફેલાવો થવા લાગ્યો. બૌદ્ધના વિચારો અને ફિલોસોફીમાં વિવિધતા હતી. કેટલાક અનુયાયીઓ તેનું અલગ રીતે અર્થઘટન કરતા હતા.

બુદ્ધનો ઉપદેશ

બુદ્ધનો ઉપદેશ

બુદ્ધ ધર્મ વિશે જણાવે છે. તેમણે શીખવ્યુ છે કે શાણપણ, દયા, ધીરજ, ઉદારતા અને કરૂણા વ્યકિતના મહત્વના ગુણો છે. ખાસ કરીને તમામ બુદ્ધ અનુયાયીઓ નૈતિકતાને આધારે જીવે છે, આ પાંચ બાબતો તેમના ધર્મમાં પ્રતિબંધિત છે. જેમાં જીવવા માટે જરૂરી વસ્તુઓનો ત્યાગ કરો, આપવાનું નહિં પણ લેવાનું, જાતીય ગેર વર્તણુક, અસત્ય બોલવું, દવાઓ કે આલ્કોહોલનો ઉપયોગ કરવો. ગૌતમે વ્યાપક પણે પ્રવાસ કર્યો હતો, કેવી રીતે જીવવું તેના ઉપદેશો આપ્યા હતા અને જ્ઞાન પ્રાપ્ત કરાવ્યુ હતુ. બુદ્ધના કેટલાક લોકપ્રિય અવતરણોમાં નીચેના અવતરણોનો સમાવેશ થાય છે.

લોકપ્રિય અવતરણો

લોકપ્રિય અવતરણો

  • ભુતકાળમાં ન ફસાવો, ભવિષ્યના સપના ન જુઓ, પણ વર્તમાન પર ધ્યાન આપો, આ જ સુખી થવાનો રસ્તો છે.
  • તમને ક્રોધની સજા નથી મળતી પણ તમને ક્રોધથી સજા મળે છે.
  • સંદેહ અને શંકાની આદતથી ભયાનક બીજું કશું જ નથી. તે એકબીજાને દૂર કરે છે, મિત્રતાને તોડે છે.
  • હજારો લડાઈઓ જીતવા કરતા સારુ છે પોતાની જાત પર વિજય મેળવવી. પછી હંમેશા વિજય તમારી જ છે.
  • ઉપદેશો

    ઉપદેશો

    • દુનિયામાં ત્રણ ચીજો ક્યારેય છૂપાવી શકાતી નથી-સૂર્ય, ચંદ્ર અને સત્ય.
    • લક્ષ્ય મેળવવા કરતા સારુ છે યાત્રા કરવી. હજારો શબ્દો કરતા તે એક શબ્દ સારો જે શાંતિ લાવે છે.
    • બૂરાઈ ક્યારેય બૂરાઈથી ખતમ થતી નથી. પ્રેમથી હંમેશા બૂરાઈ ખતમ થાય છે.
    • ગુસ્સો કરવાનો અર્થ છે બીજા પર બળતો કોલસો ફેંકવો, જે સૌથી પહેલા તમને જ જલાવે છે.
English summary
An overview of Buddhism and golden slogan of Buddha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X