મોટો એક્સમાં મળશે કિટકેટ અપડેટઃ વાંચો શું છે ખાસ આ ઓએસમાં
સ્માર્ટફોન વિશ્વ મોબાઇલ બજારમાં પોતાની ધાક જમાવી રહ્યું છે. નોકિયા દ્વારા વિન્ડોઝ ઓએસ સાથે ફોન બહાર પાડવામાં આવી રહ્યાં છે, તો બીજી તરફ સેમસંગ, સોની, માઇક્રોમેક્સ અને મોટોરોલા જેવી વિવિધ કંપનીઓ દ્વારા એન્ડ્રોઇડ ઓએસ સાથે પોતાના સ્માર્ટફોન બજારમાં રજુ કરવામાં આવી રહ્યાં છે. વિન્ડોઝ ઓએસની સરખામણીએ એન્ડ્રોઇડ ઓએસ ધરવતા સ્માર્ટફોન વધુ પસંદ કરવામાં આવી રહ્યાં છે, જેને લઇને સતત એન્ડ્રોઇડ ઓએસમાં અપડેટ આવતા રહે છે.
જાન્યુઆરીમાં મોટોરોલાના આવનારા સ્માર્ટફોન મોટો એક્સને લઇને આતુરતાથી રાહ જોવાઇ રહી છે. મોટો એક્સના ફીચર તેની સૌથી મોટી ખાસિયત છે, તો બીજી તરફ તેમાં કિટકેટ અપડેટ પણ મળશે, જે એન્ડ્રોઇડનું સૌથી લેટેસ્ટ ઓએસ વર્ઝન છે. આ પહેલા 4.1 જેલીબીન, 4.0 આઇસક્રીમથી ડવિચ, 3.0 હનીકોમ્બ, 2.3 જિંજરબ્રેડ, 2.2 ફ્રોયો, 2.0 એક્લેયર, 1.6 ડોનટ, 1.5 કપકેક ઓએસ લોન્ચ થઇ ચૂક્યા છે. તો ચાલો તસવીરો થકી જાણીએ 4.4 કિટકેટ વર્ઝનમાં આપવામાં આવેલા કેટલાક ફીચર્સ અંગે.

સ્ટેટસ અને નેવિગેશન બારમાં બદલાવ
મોટોરોલાના નવા કિટકેટ વર્ઝનમાં સ્ટેટસ અને નેવિગેશન બારનો ઉપયોગ કરવાનું હવે પહેલા કરતા સહેલું થઇ ગયું છે, આ ઉપરાંત તેમાં ફુલ સ્ક્રીન મોડ આપવામાં આવ્યો છે, જે તમને મોટો વ્યૂ દર્શાવશે.

ઇમોશન
કિટકેટ અપડેટ બાદ તમે તમારા ફોનમાં ઇમોશન આઇકોનનો પ્રયોગ સારી રીતે કરી શકશો, તેમાં તમને ઇમોજી ઇમોશન મળશે.

વોયસ સર્ચ
ગુગલના નવા કિટકેટ અપગ્રેડ બાદ તમે ફોનમાં સારી રીતે વોયસ સર્ચ કરી શકો છો, આ સાથે તમને ફોનની સ્ક્રીનમાં કોઇ ફિજિકલ બટન દબાવવાની જરૂર નથી. તમે વોયસ સર્ચથી પણ તેને કમાન્ડ આપી શકો છો.

કોલરની ઓળખ
કિટકેટ અપડેટ બાદ તમે કોઇ અજાણી વ્યક્તિ તમારા ફોનમાં કોલ કરી રહી છે તો ફોન તમને એ વ્યક્તિ વિશે પહેલાથી જ જણાવી દેશે.

પ્રિન્ટિંગ સપોર્ટ
કિટકેટ અપડેટ બાદ તમે તમારા ફોનમાં સેવ ફોટો અથવા તો કોઇ પણ ડોક્યુમેન્ટનું પ્રિન્ટ સહેલાયથી લઇ શકો છો. આ અંગે ગુગલ પ્લેમાંથી તમારે બસ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે સાથે જ અપડેટ બાદ તમે ફોનમાં પાવર પોઇન્ટ, એક્સલ અને વર્ડની ફાઇલને એડિટ પણ કરી શકો છો.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
