For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'દામીની' ફિલ્મ જોઇને આવ્યા હતા આસારામના વકીલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

[અંકુર શર્મા] ગત 15 દિવસોથી મીડિયામાં ફક્ત બાબા આસારામ બાપુ જ છવાયેલા છે જેમના પર કિશોરી સાથે યૌન શોષણનો આરોપ લાગેલો છે. આસારામને લોઅર કોર્ટે 14 દિવસોની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દિધા છે તેમછતાં તેમના જામીન માટેના પ્રયત્નો ચાલે છે. જોધપુરની સત્ર કોર્ટે તેમની જામીન અરજી પર ચુકાદો પેન્ડિંગ રાખ્યો છે.

આ કેસમાં એક નવો વળાંક ત્યારે આવ્યો, જ્યારે સુનાવણી બાદ આસારામના વકિલ મેનન કોર્ટથી બહાર નિકળ્યા. મેનનની વાતો તો હવે તે છોકરીની શારિરીક તપાસ થશે. જેમાં જોવામાં આવશે તે ખરેખર કિશોર છે કે નથી. જેના લીધે આ કેસ ઉલડાઇ ગયો, જો પીડિતા કિશોર સાબિત ન થાય તો કેસ પલટાઇ જશે.

નવો ખુલાસો: ઘોડાગાડી ચલાવતા હતા આસારામ, નાઇ પણ બન્યાનવો ખુલાસો: ઘોડાગાડી ચલાવતા હતા આસારામ, નાઇ પણ બન્યા

આ સાંભળતા જ જાણે કેમ મગજમાં રાજકુમાર સંતોષી નિર્દેશિત એવોર્ડ વિનિંગ ફિલ્મ દામીની યાદ આવી ગઇ. ફિલ્મમાં પણ એક નોકરાણીની ઉર્મી પોતાના માલિકના હવસનો શિકાર બની હતી જ્યારે ન્યાય માંગ્યો તો તેના પર પણ વાહિયાત વાતોને લઇને પસાર થવું પડે છે. ફિલ્મની અભિનેત્રીએ જ્યારે તેનો સાથ આપવા માંગ્યો તો તેના ઘરવાળાઓએ તેને ગાંડી જાહેર કરી દિધી. ઉર્મીને પુખ્ત ગણાવીને પૈસાની લાલચ આપી બળાત્કારી જેલમાંથી છુટી જાય છે.

રાત્રે 8 વાગ્યા બાદ સુંદર છોકરીઓને પ્રાઇવેટ રૂમમાં મળતા હતા આસારામરાત્રે 8 વાગ્યા બાદ સુંદર છોકરીઓને પ્રાઇવેટ રૂમમાં મળતા હતા આસારામ

સાચું કહે છે લોકો ફિલ્મો સમાજનો ભાગ છે, જેમાં જે પણ બતાવવામાં આવે છે તે ક્યાંકને ક્યાંક આપણી આસપાસ ઘટે છે. પરંતુ તે ફિલ્મ હતી જેમાં પીડિત નોકરાણીને તેની માલિકણ દામિની સાથે મળી જાય છે, જે તેને મોત બાદ પણ ન્યાય અપાવીને દમ લે છે. પરંતુ આજે શાહજહાં પુરની 16 વર્ષની છોકરી ફક્ત પરિવારજનોની સાથે ન્યાયની મોહર લગાવી રહી છે તેની પાસે કોઇ દામિની નથી. તેની ઉપર પર પુખ્ત હોવાનો આરોપ લાગ્યો છે, જેનો રિપોર્ટ આવવાનો બાકી છે.

asaram-bapu

અને આ રિપોર્ટમાં શું થશે તેની ખબર થોડા કલાકોમાં ખબર પડી જશે પરંતુ વિચારવા જેવી વાત એ છે કે એક છોકરીને પોતાની અસ્મત માટે કેટલીવાર પરીક્ષા આપવી પડશે. એકવાર કોઇ છોકરી બળાત્કારનો ભોગ બની જાય તેનું શરીર તો વારંવાર ઘાયલ થાય છે પરંતુ તેને વારંવાર ક્યારેક કોર્ટમાં, ક્યારેક સહાનભૂતિ હેઠળ, ક્યારેક પ્રશ્નો દ્વારા માનસિક બળાત્કારનો શિકાર થવું પડે છે.

રાજકુમાર સંતોષીની સ્ક્રિપ્ટમાં તો ઉર્મીને ન્યાય મળી ગયો હતો પરંતુ શાહજહાંપુરની ઉર્મી (પીડિતા)ને ન્યાય મળે છે કે નહી તે જોવાની વાત છે. અત્રે ઉલ્લેખનીય છે કે આસારામ પર 16 વર્ષની છોકરીને એકાંતવાસમાં બોલાવીને પોતાના ચેલાઓ સાથે બળાત્કારનો આરોપ લગાવ્યો છે. જેના કારણે તેમની ઇન્દોરથી શનિવારે રાતે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. આસારામનો પોટેન્સી રિપોર્ટમાં તે સંપુર્ણ રીતે સેક્સુઅલી સક્ષમ હોવાનું સાબિત થયું છે. આસારામે વારંવાર એમ કહ્યું છે કે તે નિર્દોષ છે તેમને રાજકીય કાવતરા હેઠળ ફસાવવામાં આવ્યા છે. પીડિત છોકરી તેમની પૌત્રીની જેવી છે.

English summary
Asaram Bapu's Advocate KK Menon has demanded biological test of victim to check whether she is really minor. This Real Incident is influenced by Rajkumar Santoshi's Hit Film Damini,how? Please Have A look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X