કદીક તેના સ્કૂટર પાછળ પણ બેસો, પછી કહેતા નહીં કે કીધું નહતું!

દરેક યુવાનનું એક જ સ્વપ્ન હોય છે કે એક મોંધીદાટ, સુપર સ્પીડવાળી બાઇક હોય અને તેની પાછળ બેસાવા વાળી કોઇ છોકરી હોય! જો કે આ સ્વપ્ન છે તો સુંદર, પણ આની સાથે જ ક્યારેક પ્રેમિકાના સ્કૂટર પાછળ બેસવાનો પણ મોકો દરેક પ્રેમીએ માણવો જ જોઇએ. તેમાં પણ ખાસ કરીને ત્યારે જ્યારે તમારો પ્રેમ નવો નવો હોય.

તો જો તમારી પ્રેમિકા તમને તેના સ્કૂટરની પાછળ બેસવાની ઓફર કરે તો "હું તો પુરુષ છું અને હું કોઇની પાછળ ના બેસું" તેવા અહંમમાં રહ્યા વગર મોકો મેળવીને જરૂરથી તેના સ્કૂટરની પાછળ બેસી જ જજો. હવે આમ કરવાથી તમને શું શું લાભ થઇ શકે છે તે જાણવું હોય તો વાંચો આ ફોટોસ્લાઇડર જેને વાંચી તમને પણ તમારી પ્રેમિકાના સ્કૂટર પાછળ એક રાઉન્ડ મારવાનું તો મન થઇ જ જશે...

તેની ખુશ્બુ

તેની ખુશ્બુ

સાંભળવામાં થોડું અજીબ લાગશે પણ દરેક વ્યક્તિ પોતાની ખાસ ખુશ્બુ હોય છે. અને તમે જ્યારે સ્કૂટર પર તેની પાછળ બેસો છો તો તેના પરફ્યૂમની ખાસ સુંગધ તમને તેના દિવાના બનાવી શકે છે.

કમર પર હાથ રાખવાનો મોકો

કમર પર હાથ રાખવાનો મોકો

હવે જો તમને તમારી પ્રેમિકા કમર પર કે ખભા પર હાથ રાખવાની છૂટ આપતી હોય તો, તમે શું કરશો પાછળનું સ્ટીલનું હેન્ડલ પકડશો કે તેની કમર? નવા નવા પ્રેમમાં આવો મોકો મળવો પણ પ્રેમી માટે આહ્લાદક થઇ જાય છે.

સેલ્ફી ટાઇમ

સેલ્ફી ટાઇમ

હવે જ્યારે તે ડ્રાઇવિંગ કરી રહી છે તો તમે નવરા બેઠા તમારી આ યાદગાર પળોની સેલ્ફી ઉઠાવાનો ખાસ મોકો માણી શકો છો.

હાસ્ય

હાસ્ય

સાથે જ પાછળ બેઠા બેઠા તમે રસ્તા અને ટ્રાફિકની ચિંતા કર્યા વગર હાસ્ય ભરેલી તેવી વાતો કરીને પોતાના આ બોન્ડિંગને વધુ મજબૂત કરી શકો છો.

સારી પત્ની બનશે કે નહીં?

સારી પત્ની બનશે કે નહીં?

દરેક વ્યક્તિની ડ્રાઇવિંગ સ્કીલ જે તે વ્યક્તિના સ્વભાવ વિષે ધણું કહી જાય છે. તો તમારી પ્રેમિકાની ડ્રાઇવિંગ સ્કીલ, નિર્ણય લેવાની સમજ સારી હોય તો બની શકે છે કે તે ઘર પણ આવી જ રીતે સરસ ચલાવશે!

બોલવાની આદત

બોલવાની આદત

ધણી મહિલાઓને સતત બોલતા રહેવાની આદત હોય છે તમારી ગર્લફ્રેન્ડ પણ જો તેવી જ હોય તો સ્કૂટર ચલાવતી વખતે તે ડ્રાઇવિંગમાં વ્યસ્ત થઇ જશે અને તમે થોડીક નિરાંતની પળો માણી શકશો.

પ્રેમ મજબૂત થશે

પ્રેમ મજબૂત થશે

પ્રેમિકાના સ્કૂટર પાછળ બેસવાથી બ્રેક લાગતી વખતે બની શકે તમે બન્ને એક બીજાના થોડા વધુ નજીક આવી જાવ. નવા નવા પ્રેમમાં નાનકડો સ્પર્શ માત્ર પણ તમને અલગ જ દુનિયામાં લઇ જાય છે અને આ વાત ખાલી પ્રેમીઓ જ સમજી શકે છે.

મીઠી યાદ

મીઠી યાદ

પ્રેમિકાના સ્કૂટર પાછળ બેસવાથી આવી જ કેટલીક મીઠો યાદો તમારા બન્નેના પ્રવાસને યાદગાર બનાવી દે છે. કારણ કે તમે પાછળ બેઠા બેઠા તેવું ધણું કરી શકો છો જે તમારા સંબંધને ખાસ બનાવી શકો. તો પછી રાહ ના જુઓ અને જ્યારે પણ તમારી પ્રેમિકા તમને તેના સ્કૂટર પાછળ બેસવા કહે તેને હા કહો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X