આ દિવાળી ખુશીઓને બમણી કરી દેશે રંગોળીની આ ડિઝાઈન
આમ તો દિવાળી રોશનીનો તહેવાર છે પરંતુ આ અવસર પર રંગો પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આ તહેવાર પર રંગો અને ફૂલોથી ઘરની સજાવટ કરવામાં આવે છે.
આમ તો દિવાળી રોશનીનો તહેવાર છે પરંતુ આ અવસર પર રંગો પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આ તહેવાર પર રંગો અને ફૂલોથી ઘરની સજાવટ કરવામાં આવે છે. રંગોળી બનાવે પણ આપણે દિવાળીનો ઉત્સવ મનાવીએ છીએ. રંગોળી શબ્દ રંગથી બનેલો છે જેનો અર્થ થાય છે આવલી કે જે એક રેખા અને પેટર્ન હોય છે. ભારતમાં પ્રાચીન સમયમાં ઘરને સજાવવા અને ઉત્સવ મનાવવા માટે રંગોલી બનાવવામાં આવતી હતી. એ વખતે લોકો પોતાના ઘરોના દરવાજા પર રોજ ચોખાના લોટથી રંગોળી બનાવતા હતા.

રંગોળી બનાવવાની પ્રથા
સમય સાથે આ પ્રથા બદલઈ ગઈ અને હવે દેશના અમુક ભાગોમાં આવુ કરવામાં આવે છે પરંતુ આજે પણ તહેવારો અને અન્ય ખાસ પ્રસંગોએ રંગોળી બનાવવાની પ્રથા છે. રંગોળીને ઘણી શુભ માનવામાં આવે છે અને કહે છે કે રંગોળી બનાવવી એટલે દેવી મહાલક્ષ્મીને પોતાના ઘરમાં આમંત્રિત કરવા. રંગોળીમાં ઉપયોગમાં લેવાતા પાવડર, ચોખાના લોટ, ચૉક પાવડર અને પ્રાકૃતિક રંગોથી રંગોથી બને છે. આમ તો રંગોળી આંગળીઓથી બનાવવામાં આવે છે પરંતુ હવે તેને બનાવવા માટે સ્ટેંસિલ અને અન્ય વસ્તુઓ ઉપલબ્ધ છે. રંગોળીની અમુક ડિઝાઈનો પર એક નજર નાખીએ જેને તમે આ દિવાળીએ બનાવી શકો છો.

પારંપરિક રંગોળી
પારંપરિક રંગોળી ચોખાના લોટ અને સફેદ ચૉકના પાવડરથી બને છે. જો તમારી પાસે રંગ નથી તો તમે આનાથી પણ રંગોળી બનાવી શકો છો. આ ડિઝાઈન લાઈન અને ડૉટ્સ દ્વારા બનાવવામાં આવે છે.

એબ્સ્ટ્રેક્ટ રંગોળી
જો તમે આ દિવાળીએ પોતાના મહેમાનોને ખુશ કરવા ઈચ્છતા હોય તો તમારે આ રીતની રંગોળી બનાવવી જોઈએ. આ ચમકીલા રંગોથી અનોખી ડિઝાઈન બનાવવામાં આવે છે. એક મોટુ ફૂલ અને તેની આસપાસ ચમકીલા રંગ કોઈને પણ આકર્ષિત કરી શકે છે.

ઈશ્વરની રંગોળી
આમાં તમે પોતાની પસંદના દેવી દેવતાના ફોટો રંગોળીમાં બનાવી શકો છે. આમ તો ભગવાન ગણેશના ચિત્રની રંગોળી બને છે પરંતુ તમે પોતાની મરજીથી કોઈ પણ દેવી દેવતાનુ ચિત્ર બનાવી શકો છો.

સરળ પ્રારંભિક રંગોળી
આ રંગોળી ઘણી સરળ હોય છે. જો તમારી પાસે જગ્યા ઓછી હોય તો તમે આ રંગોળી બનાવી શકો છે. ચૉક પાવડર કે રંગોની મદદથી હાથથી આ રંગોળીને બનાવી શકાય છે.

ફૂલોથી બની રંગોળી
જો તમે રંગોથી રંગોળી ન બનાવી શકતા હોય તો તમે ફૂલોની રંગોળી પણ બનાવી શકો છો. બજારમાં ઘણા રંગોના ફૂલ મળે છે જેનાથી તમે સરળતાથી પેટર્ન બનાવી શકો છો. અલગ અલગ ફૂલોથી ઘણી સુંદર રંગોળી બનાવી શકાય છે.

જ્યોતિમય રંગોળી
આ ડિઝાઈન ઘણી આકર્ષિત લાગે છે. આમાં રેખાઓ અને જ્યોતિમય ડિઝાઈનથી રંગોળી બનાવવામાં આવે છે. આમાં તમે દીવાનો ઉપયોગ પણ કરી શકો છો.

રંગીન ચોખાથી બની રંગોળી
કાચા ચોખાને રંગમાં મિલાવીને તમે આ રંગોળી બનાવી શકો છો. ચોખાને ઘણા શુભ માનવામાં આવે છે એટલા માટે તહેવારો પર આનો ઉપયોગ શુભતામાં વધારો કરે છે. આ રંગોળીમાં તમે ચોખાના ગણેશજીના ફોટા બનાવી શકો છો.

બૉર્ડર રંગોળી
જો તમારા ઘરમાં જગ્યા ઓછી હોય તો તમે આ રંગોળી બનાવી શકો છો. દરવાજા પર રંગોથી લાઈન બનાવીને તમે તેને સજાવી શકો છો. આનાથી ઘરમાં તહેવારનુ વાતાવરણ રહે છે. આમાં તમે દીવા પણ લગાવી શકો છો.

અડધી રંગોળી
શહેરોમાં આ રીતની રંગોળી બનાવવામાં આવી શકે છે. આ ઓછી જગ્યા લે છે અને તેની ડિઝાઈનથી લક્ઝરીનો અહેસાસ પણ થાય છે.

મોરની રંગોળી
હિંદુ ધર્મમાં મોરને અત્યંત શુભ માનવામાં આવે છે. સાથે જ મોર ઘણી સુંદર પણ હોય છે. દિવાળી પર મોરની ડિઝાઈન પણ બહુ લોકપ્રિય રહે છે. ચમકીલા રંગો અને જ્યોતિમય ડિઝાઈનથી તમે મોરની ડિઝાઈન બનાવી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
