પત્રકાર બનવા માંગતા હતા શહીદ-એ-આઝમ ભગતસિંહ

શહિદ ભગત સિંહ એ તેમની જીવનના છેલ્લા દિવસો સુધી પુસ્તકો વાંચ્યા હતા. તેમને પરિવારમાંથી આઝાદીના લડત માટેની પ્રરણા મળેલી. આ અંગે વધુ વાંચો અહીં.

આધુનિક વિશ્વમાં એવુ કોઇ ઉદાહરણ નથી મળ્યું કે કોઇએ સરદાર ભગત સિંહની જેમ નાની ઉંમરમાં પોતાના મૌલિક વિચારોને અમલમાં મુકવાનો પ્રયત્ન કર્યો હોય. ભગત સિંહ બુદ્ધિજીવી હતા, પરંતુ શહીદ-એ-આઝમનો વિચાર અત્યાર સુધી અપ્રચારિત હતો.

ભગત સિંહ જ્યારે 17 વર્ષના હતા, તો 'પંજાબમાં ભાષા અને લિપેની સમસ્યા' વિષય પર આયોજિત એક રાષ્ટ્રીય નિબંધ સ્પર્ધામાં તેમને ભાગ લીધો હતો. કલકત્તામાં જ્યારે પ્રકાશિત થનાર પત્રિકા 'મતવાલા'માં તેમને એક લેખ લખ્યો હતો અને તે લેખને આ સ્પર્ધામાં મોકલવામાં આવ્યો હતો. ભગત સિંહે આ લેખ માટે 50 રૂપિયાનું ઈનામ મળ્યું હતું. ભગત સિંહ પત્રકાર બનવા માંગતા હતા.

ભગત સિંહ એક એવા પરિવારમાં જન્મ્યા હતા જે રાષ્ટ્રવાદી અને દેશભક્ત પરિવાર હતો. ભગત સિંહના કાકા અજીત સિંહ વિચારક, લેખક અને દેશભક્ત નાગરિક હતા. તેમના પિતા પોતે મોટા દેશભક્ત હતા. તેમના જીવનની ભગત સિંહ પર ઉંડી અસર પડી હતી.

અંતિમ સમય સુધી પુસ્તકો વાંચતા રહ્યાં ભગત સિંહ

અંતિમ સમય સુધી પુસ્તકો વાંચતા રહ્યાં ભગત સિંહ

લાલ છબીલદાસ જેવી લાઇબ્રેરીના પ્રભારીથી મળેલા પુસ્તકો ભગત સિંહે ઉધઇની જેમ ચાટી લીધી હતી. લાઇબ્રેરીના પ્રભારીએ કહ્યું હતું કે ભગત સિંહ પુસ્તકોને વાંચતા જ નહી, પરંતુ તે ગળી જતા હતા. ભગત સિંહને ફાંસી થવાની હતી, તેમછતાં તે અંતિમ સમય સુધી રોજ પુસ્તકો વાંચતા રહ્યાં હતા. ભગત સિંહ મૃત્યુંજય હતા.

લેખ લખીને પોતાના ક્રાંતિકારી વિચાર વ્યક્ત કરતા હતા

લેખ લખીને પોતાના ક્રાંતિકારી વિચાર વ્યક્ત કરતા હતા

ભગત સિંહને હિંદી, ઉર્દૂ, પંજાબી તથા અંગ્રેજી ઉપરાંત બંગાળી ભાષા આવડતી હતી, જે તેમને બટુકેશ્વર દત્ત પાસેથી શીખી હતી. જેલમાં ભગત સિંહ લગભગ બે વર્ષ રહ્યાં હતા. તે દરમિયાન તે લેખ લખીને પોતાના ક્રાંતિકારી વિચાર વ્યક્ત કરતા હતા. જેલમાં રહીને તેમનું અધ્યન બરાબર ચાલતું હતું. જેલ પ્રવાસ દરમિયાન તેમના લખેલા લેખ તથા સંગા સંબંધીઓને લખેલા પત્ર વસ્તુત: તેમના વિચારોનું દર્પણ છે.

સમાજવાદી વિચારોનું પ્રચાર કરવાનું સપનું જોયું

સમાજવાદી વિચારોનું પ્રચાર કરવાનું સપનું જોયું

ભગત સિંહનું માનવું હતું કે ફક્ત અંગ્રેજોના જવાથી દેશની આઝાદીનું સપનું પુરૂ થઇ શકે નહી. ફક્ત ગોરા સાહેબોના સ્થાને ભૂરા સાહેબોનું શાસન થવાથી દેશની મોટી ગરીબ જનતાનું ભલુ થવાનું નથી. એટલા માટે ભગત સિંહે સમાજવાદી વિચારોનું પ્રચાર કરવાનું અને દેશમાં સમાજવાદી શાસનની સ્થાપનાનું સપનું જોયું.

શહીદ-એ-આઝમ તરીકે ઓળખાયા ભગત સિંહ

શહીદ-એ-આઝમ તરીકે ઓળખાયા ભગત સિંહ

ભગત સિંહનો જન્મ 28 સપ્ટેમ્બર, 1907ના રોજ પંજાબના લાલપુર જિલ્લાના બંગા ગામમાં થયો હતો, જે હાલ પાકિસ્તાનમાં છે. તેમના પિતાનું નામ કિશન સિંહ અને માતાનું નામ વિદ્યાવતી કૌર હતું. આ સિખ પરિવારે આર્ય સમાજના વિચારોને અપનાવી લીધા હતા. તેમના પરિવાર પર આર્ય સમાજ અને મહર્ષિ દયાનંદની વિચારધારાની ઉંડી અસર પડી હતી. ક્રાંતિકારી ભગત સિંહને 23 માર્ચ 1931ના રોજ માત્ર 23 વર્ષની ઉંમરે ફાંસી આપી દિધી હતી. તે શહીદ-એ-આઝમ તરીકે ઓળખાયા અને આજે પણ લાખો યુવાઓના દિલમાં વસે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X