ભારતમાં હજુ પણ એક્ટિવ છે મોટા ગેંગસ્ટર, જાણો લોરેન્સ બિશ્નોઈ કેટલો ખતરનાક?
બાબા સિદ્દીકીની હત્યામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગની સંડોવણી સામે આવી છે. લોરેન્સ ગેંગના શુટરોએ ફાયરીંગ કરીને બાબા સિદ્દીકીની હત્યા કરી દીધી છે.
બાબા સિદ્દીકીના મોતે ભારતમાં ફરી એક વખત ગેંગસ્ટરોની હાજરી સામે આવી રહી છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં આજે પણ ઘણા મોટા ગેંગસ્ટર એક્ટિવ છે.

લોરેન્સ બિશ્નોઈ
લોરેન્સ બિશ્નોઈ હાલ ભારતનો મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર છે. તે છેલ્લા કેટલાય સમયથી પોતાનું ગુનાહિત સામ્રાજ્ય ચલાવી રહ્યો છે. લોરેન્સ બિશ્નોઈ જેલમાંથી જ લોકો પાસેથી ખંડણી વસૂલે છે અને હત્યાઓને અંજામ આપે છે.
ગોલ્ડી બ્રાર
ગોલ્ડી બ્રાર આ યાદીમાં બીજા સ્થાને છે. સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારે સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં કરી હતી. તે હાલ કેનેડામાં છુપાયેલો છે. ઇન્ટરપોલે ગોલ્ડી બ્રાર અંગે રેડ કોર્નર નોટિસ પણ જારી કરી છે.
અર્શ દલ્લા
આ લિસ્ટમાં ત્રીજુ નામ અર્શ દલ્લાનું છે. તેના નામ પર 5 લાખ રૂપિયાનું ઈનામ છે. અર્શ દલ્લા ખાલિસ્તાન ટાઈગર ફોર્સ KTF નો સ્થાપક સભ્ય છે. તે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ ગુર્જર સાથે સંકળાયેલો હતો. અર્શ દલ્લાની ગેંગમાં 700 થી વધુ શૂટર્સ છે અને હાલ કેનેડામાં છે.
બંબીહા ગ્રુપ
લોરેન્સ બિશ્નોઈ ગ્રુપનો સૌથી મોટો દુશ્મન બંબીહા ગ્રુપ છે. જેની શરૂઆત દવિન્દર બાંબીહાએ કરી હતી. પોલીસે બંબીહાનું એન્કાઉન્ટર કર્યું હતું. આ પછી લકી પટિયાલ બંબીહા ગ્રુપની કમાન સંભાળી રહ્યો છે. તે હાલમાં આર્મેનિયામાં છે. તેના પર 5 લાખ રૂપિયાનું ઈનામ છે.
નીરજ બવાના
જે રીતે આજે દુનિયા લોરેન્સ બિશ્નોઈને જાણે છે તે રીતે દિલ્હીમાં એક સમયે નીરજ બવાનાનું નામ હતું. નીરજ બવાના દિલ્હીના બવાના ગામનો છે અને તેનું નામ નીરજ સેહરાવત છે. હાલમાં નીરજ બવાના તિહાર જેલમાં બંધ છે અને ત્યાંથી જ નીરજ બવાના ગેંગને દિલ્હીની સૌથી મોટી ગેંગ માનવામાં આવે છે.












Click it and Unblock the Notifications
