biggest gold reserves : દુનિયાના કયા દેશ પાસે છે સૌથી વધારે સોનું? જાણો કેમ રખાય છે સોનાનો ભંડાર?
biggest gold reserves : સોનું વિશ્વભરમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તે માત્ર આભૂષણ અને સંપત્તિના પ્રતીક તરીકે જ નહીં પણ રોકાણના સાધન તરીકે પણ લોકપ્રિય રહ્યું છે.
ઘણા દેશો સોનાને તેમના આર્થિક સ્થિરતાનો આધાર ગણાવે છે અને તેનાથી તેમની કરન્સીનીમજબૂતી નિર્ધારિત થતી હોય છે.

કોઈ પણ દેશ માટે સોનાનો ભંડાર એક મહત્વપૂર્ણ આર્થિક સંસાધન છે. આર્થિક સંકટ કે મંદી જેવી પરિસ્થિતિઓમાં સોનું એક સુરક્ષિત રોકાણ વિકલ્પ તરીકે કામ કરે છે.
વિશ્વના મોટા ભાગના દેશો સોનાનો વિશાળ ભંડાર ધરાવે છે, જે તેમની અર્થવ્યવસ્થાને મજબૂત અને સ્થિર રાખવામાં મદદરૂપ થાય છે.
ફોર્બ્સ અનુસાર, ગોલ્ડ સ્ટાન્ડર્ડ 18મી સદીમાં અપનાવવામાં આવ્યું હતું અને 19મી સદીમાં આર્થિક વ્યવસ્થાનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું. જો કે, 1970માં સત્તાવાર રીતે ગોલ્ડ સ્ટાન્ડર્ડ ત્યજી દેવામાં આવ્યું હતું, તેમ છતાં અનેક દેશોએ સોનાનો ભંડાર જાળવી રાખ્યો છે. આ ભંડાર આર્થિક સ્થિરતા અને વૈશ્વિક બજારમાં વિશ્વાસ જાળવવામાં મદદરૂપ થાય છે.
અમેરિકા વિશ્વનો સૌથી મોટો સોનાનો ભંડાર ધરાવતો દેશ છે. અમેરિકાના ભંડારમાં 8,133 ટન સોનું છે, જેની કિંમત આશરે 543,499.37 મિલિયન ડોલર (45 લાખ કરોડ રૂપિયા) છે. આ સોનું મુખ્યત્વે ફોર્ટ નોક્સ, વેસ્ટ પોઈન્ટ અને ડેનવર મિન્ટ સ્ટોરમાં સંગ્રહિત છે.
જર્મની બીજા સ્થાન પર છે અને જર્મન ભંડારમાં 3,351.53 ટન સોનું છે, જે દેશની આર્થિક મજબૂતીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
સોનું હંમેશા વિશ્વની અર્થવ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવતું રહ્યું છે. ભવિષ્યમાં પણ વૈશ્વિક સ્તરે અર્થતંત્રની સ્થિતિને જાળવી રાખવા માટે વિવિધ દેશો દ્વારા સોનાના ભંડારનો સંગ્રહ અને ઉપયોગ ચાલુ રહેશે. આર્થિક અનિશ્ચિતતાના સમયમાં સોનું એક મજબૂત રોકાણ વિકલ્પ તરીકે પ્રભાવિત રહે છે.












Click it and Unblock the Notifications
