તસવીરોમાં જુઓ કેવી રીતે બોલીવૂડ સ્ટાર્સ ઉજવી રહ્યા છે ગ્રાન્ડ દિવાળી

વાત હોય દિવાળી, હોળી કે ઇદની બોલીવૂડમાં કોઇ પણ તહેવારને તમામ સેલેબ્રિટી ખૂબ જ ધૂમધામથી ઉજવે છે. એટલું જ નહીં આ સમયે અનેક સ્ટાર્સ આપે ગ્રાન્ડ પાર્ટી. જે ગ્લેમર અને સ્ટાઇલથી ભરપૂર હોય છે. ત્યારે આ દિવાળીએ પણ બોલીવૂડની અભિનેત્રી શિલ્પાશેટ્ટીએ તેના ઘરે ગ્રાન્ડ દિવાળી પાર્ટી આપી હતી.

આ પાર્ટીમાં એશ-અભિ, સૈફ-કરીના, શાહિદ અને મીરા જેવી બોલીવૂડની જાણીતી અને ફેમસ જોડીઓ તો આવી જ હતી. સાથે જ શ્રીદેવી, મિક્કા સિંગ, કરણ જોહર, ટ્વિંકલ ખન્ના, સૌફી ચૌધરી જેવા જાણીતા બોલીવૂડ સેલેબ્રિટીઓ પણ હાજર રહ્યા હતા. તો વળી ગોવિંદાએ પણ તેની પુત્રી નર્મદા જોડે દિવાળી મનાવી હતી.

એટલું જ નહીં ફિલ્મ તમાશાની લિંડીંગ પેર દિપીકા પાદુકોણ અને રણબીર કપૂર પણ આ દિવાળી સાથે મનાવી. આ દિવાળીએ ફિલ્મના પ્રમોશન માટે કરીને તેમણે તેમના રિયલ લાઇફ પાર્ટનર સાથે નહીં પણ રિલ લાઇફ પાર્ટનર સાથે દિવાળીની ઉજવણી કરી. ત્યારે બોલીવૂડની ગ્રાન્ડ દિવાળી કેવી રીતે સ્ટાર્સે કેવા કેવી સ્ટાઇલિંગ કરી હતી. કેવી રીતે દિવાળી ઉજવી હતી તેની તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

દિપીકા અને રણબીર રમ્યો જુગાર

દિપીકા અને રણબીર રમ્યો જુગાર

એટલું જ નહીં દિવાળીની આ ઉજવણી રણબીર કપૂરે એકદમ કપૂર ખાનદાનની જેમ ઉજવી. તેણે અને દિપીકાએ આ પ્રસંગે જુગાર પણ રમ્યો, ફટાકડા ફોડ્યા, આ સિવાય રણબીર અને દિપિકાએ તારામંડળ પ્રગટાવીને દિવાળીની આતિશબાજીની મઝા પણ માણી.

રણબીર અને દિપીકાની મહોબ્બત

રણબીર અને દિપીકાની મહોબ્બત

તમાશાની લિડીંગ પેર રણબીર કપૂર અને દિપિકા પાદુકોણ તેમની ફિલ્મના પ્રમોશનના ભાગ રૂપે સાથે મળીને ઉજવી દિવાળી. જો કે ત્યારે આ પ્રસંગે તેમની વચ્ચેની કેમેસ્ટ્રી જોવા જેવી હતી.

રણબીર અને દિપીકા તેમના જીવનમાં ભર્યા રંગ

રણબીર અને દિપીકા તેમના જીવનમાં ભર્યા રંગ

ત્યારે વાઇટ અને રેડ સાડીમાં દિપીકા ખૂબ જ સુંદર લાગી રહી હતી અને સામે રણબીર કપૂર પણ બ્લુ નહેરુ જેકેટમાં લાગી રહ્યો હતો કૂલ.

શિલ્પા શેટ્ટીની ગ્રાન્ડ દિવાળી

શિલ્પા શેટ્ટીની ગ્રાન્ડ દિવાળી

તો બીજી તરફ બોલીવૂડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કંદ્રાએ પણ મુંબઇ ખાતેના તેમના ઘરે આપી હતી ગ્રાન્ડ દિવાળી પાર્ટી જેમાં બોલીવૂડની અનેક જાણીતી હસ્તીઓએ આપી હતી હાજરી.

શિલ્પા અને રાજ

શિલ્પા અને રાજ

આ પ્રસંગે શિલ્પા શેટ્ટીએ પર્પલ અને બ્લુ રંગની ચણિયાચોળી પહેરી હતી. અને રાજ કુંદ્રાએ પણ શિલ્પાના મેંચિંગ બ્લુ શેરવાની પહેરી હતી. ત્યારે આ પ્રસંગે બન્ને સાથે ખુબ જ સુંદર લાગી રહ્યા હતા.

શ્રીદેવી અને ખુશી

શ્રીદેવી અને ખુશી

શિલ્પા શેટ્ટીની આ પાર્ટીમાં શ્રીદેવી તેની પુત્રી ખુશી સાથે પહોંચી હતી. ત્યારે ખુશી ફ્લોરેશન ચણિયાચોળીમાં લાગતી હતી ખૂબ જ સુંદર.

એશ અને અભિ

એશ અને અભિ

તો ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન પણ આ પાર્ટીમાં રહ્યા હતા હાજર. આ પ્રસંગે એશ લાલ રંગનો ડ્રેસ પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગતી હતી.

દિવાળી પાર્ટી

દિવાળી પાર્ટી

ત્યારે આ પાર્ટીમાં કિરના કપૂર, મિક્કા સિંગ અને સૌફિયા ચોધરી પણ હાજર રહ્યા હતા. અને તેમણે સાથે સેલ્ફી પણ પડાવ્યું હતું.

કરન અને ટ્વિંકલ

કરન અને ટ્વિંકલ

તો વળી શિલ્પા શેટ્ટીની પાર્ટીમાં શિલ્પાના એક્સ બોયફ્રેન્ડ અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના પણ હાજર રહી હતી. અને જાણીતો ડાયરેક્ટર કરણ જોહર પણ હાજરી આપી હતી.

સેફ કરીના

સેફ કરીના

લગ્ન બાદ પહેલી વાર કરીના માથામાં લાલ સિંધૂર અને મોટા ચાંદલા સાથે આ રીતે સૈફ અલી ખાન સાથે નજરે પડી હતી.

કરિનાનો ગેટઅપ

કરિનાનો ગેટઅપ

તો શિલ્પાની પાર્ટીમાં કરિનાએ બ્રાઉન અને કોપર ગેટઅપ વાળો આ લોંગ ડ્રેસ પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી

શાહિદ કપૂર

શાહિદ કપૂર

તો બીજી તરફ કરિના કપૂરનો એક્સ બોયફ્રેન્ડ શાહિદ કપૂર તેની ન્યૂલી વેડ વાઇફ મીરા રાજપૂત સાથે શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં હાજર રહ્યો હતો.

ગોવિંદા અને નર્મદા

ગોવિંદા અને નર્મદા

તો બીજી તરફ કોમેડી કિંગ તરીકે ઓળખાતા ગોવિંદા પણ તેની પુત્રી નર્મદા સાથે દિવાળી મનાવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X