Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બાય બાય 2019: લોકસભાથી લઈને વિવિધ વિધાનસભા ચૂંટણીમાં આ વર્ષ ભાજપ-કોંગ્રેસ માટે કેવુ રહ્યુ?

2019 નું વર્ષ ચૂંટણીનું વર્ષ કહીયે તો અતિશયોક્તિ નહી હોય, આ વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ. જેમાં આખો દેશ જોડાયો અને વિવિધ રાજ્યોમાં વિધાનસભાના પરિણામો પણ ચોકાવનારા આવ્યા. એક તરફ કેન્દ્રમાં મોદી સ

2019 નું વર્ષ ચૂંટણીનું વર્ષ કહીયે તો અતિશયોક્તિ નહી હોય, આ વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ. જેમાં આખો દેશ જોડાયો અને વિવિધ રાજ્યોમાં વિધાનસભાના પરિણામો પણ ચોકાવનારા આવ્યા. એક તરફ કેન્દ્રમાં મોદી સરકારને 300 ઉપરના આંકડા સાથે બહુમતિ મળી તો બીજી તરફ રાજ્યોમાં બીજેપીની પીછેહટ જોવા મળી. આ ઉપરાંત મરણપથારીએ પડેલી કોંગ્રેસ પણ પાછી માથુ ઉચકતી જોવા મળી. આ ઉપરાંત એ મહત્વની વાત એ જોવા મળી કે લોકલ પક્ષો સામે રાષ્ટ્રિય પક્ષો વામણા પુરવાર થયા. લોકસભાની ચૂંટણીમાં દેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિશ્વાસ દેખાડ્યો પરંતુ રાજ્યોમાં બીજેપીનેો જાકારો મળ્યો.

2019 - એક નજર ભાજપ અને કોંગ્રેસના પ્રદર્શન પર

2019 - એક નજર ભાજપ અને કોંગ્રેસના પ્રદર્શન પર

2019 માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓ પર નજર કરીએ તો ઘણા રાજ્યોમાં ભાજપની પીછેહટ થઈ. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ભાજપને સત્તા ગુમાવવી પડી. બીજી તરફ કોંગ્રેસ આ બંને રાજ્યોમાં સત્તામાં પાછી ફરી. જો કે, બંને રાજ્યોમાં કોંગ્રેસ બહુમતિમાં નથી. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં કોંગ્રેસ ચોક્કસ સરકારમાં છે પરંતુ સાથી પક્ષની ભૂમિકામાં છે. મહારાષ્ટ્રમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં નવી સરકાર એનસીપી અને કોંગ્રેસના ટેકાથી રચાઈ. બીજી તરફ ઝારખંડમાં હેમંત સોરેનની આગેવાનીમાં જેએમએમ સૌથી મોટો મોટો પક્ષ બન્યો, તેની સાથે કોંગ્રેસ અને આરજેડી સાથીની ભૂમિકામાં રહ્યા. ગઠબંધનથી કોંગ્રેસની સીટમાં વધારો પણ થયો. રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીની બેઠક વધી છે.

લોકસભા ચૂંટણી 2019 - બીજેપી 300 ને પાર

લોકસભા ચૂંટણી 2019 - બીજેપી 300 ને પાર

આ વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્ર અને ઝારખંડ બંને રાજ્યોમાં ભાજપને સત્તા ગુમાવવી પડી બંને રાજ્યોમાંથી ભગવો રંગ ઉતરી ગયો. બંને રાજ્યોમાં ભાજપના પરાજય બાદ ભાજપ શાસિત રાજ્યોના તુલનાત્મક નકશા સોશિયલ મીડિયા પર શેર કરાઈ રહ્યા છે. આ નકશાઓ એ સ્પષ્ટપણે કહે છે કે ડિસેમ્બર 2017 થી ડિસેમ્બર 2017 વચ્ચે ભાજપે ઘણા રાજ્યોમાં સત્તા ગુમાવી છે. જેના કારણે ભાજપને મોટુ નુકસાન થયુ છે.

વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપનો જાદુ ન ચાલ્યો

વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપનો જાદુ ન ચાલ્યો

આ વર્ષે લોકસભાની ચૂંટણીની સાથે ચાર રાજ્યો આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને સિક્કિમની વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી. ત્યારે લોકસભામા જંગી બહુમતિ સાથે ભજપ સત્તામાં પાછી ફરી તો બીજી તરફ અરૂણાચલ પ્રદેશ સિવાયના કોઈ રાજ્યોમાં ભાજપને કોઈ ફાયદો થયો નહી. આ રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોનું પ્રભુત્વ રહ્યું. ચૂંટણીઓમાં પ્રાદેશિક પક્ષોનું પ્રભુત્વ રહ્યુ અને સરકારો બનાવી. વાયએસઆરસીપીએ 175 માંથી 151 બેઠકો જીતીને આંધ્રપ્રદેશ વિધાનસભા પર કબ્જો કર્યો. તેલુગુ દેશમ પાર્ટીને માત્ર 23 બેઠકો મળી.

મહારાષ્ટ્ર-ઝારખંડમાં ભાજપ સત્તાની બહાર

મહારાષ્ટ્ર-ઝારખંડમાં ભાજપ સત્તાની બહાર

ઓડિશા વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો બીજુ જનતા દળ 147 માંથી 113 બેઠકો પર જીત મેળવીને ફરી સત્તા પરત ફરી. અહીં ભાજપને માત્ર 23 બેઠકો મળી. સિક્કિમની ચૂંટણી બે પ્રાદેશિક પક્ષો વચ્ચે લડાઇ હતી. એસકેએમે એસડીએફને હરાવીને સરકાર બનાવી. ઓક્ટોબરમાં યોજાયેલી હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પણ પ્રાદેશિક પક્ષોનો પ્રભાવ જોવા મળ્યો. હરિયાણામાં દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી ચૂંટણીમાં કિંગમેકર બની રહી. બહુમતીથી દુર રહેલી ભાજપ સાથે રાજ્યમાં બીજી વખત સરકાર બનાવવા માટે હાથ મિલાવ્યા અને સરકાર બનાવી.

બીજેપીએ કેવી રીતે સત્તા ગુમાવી?

બીજેપીએ કેવી રીતે સત્તા ગુમાવી?

મહારાષ્ટ્રની ચૂંટણીમાં શિવસેનાએ એનસીપી-કોંગ્રેસ સાથે સરકાર બનાવી. ભાજપ અને શિવસેનાએ રાજ્યમાં ગઠબંધનથી ચૂંટણી લડી રહી અને આ ગઢબંધનને સ્પષ્ટ બહુમતી પણ મળી હતી. પરંતુ મુખ્યમંત્રી પદને લઈને બંને વચ્ચે વિવાદ થતા શિવશેનાએ એનસીપી-કોંગ્રેસનો સાથ લઈને સરકાર બનાવી. બીજી તરફ જેએમએમ ઝારખંડની ચૂંટણીમાં જોરદાર પ્રદર્શન કર્યુ, કોંગ્રેસ અને આરજેડી સાથે મળીને ભાજપને સત્તામાંથી બહાર કરી. ગઠબંધને 81 વિધાનસભા સીટોમાંથીની 47 બેઠકો જીતી. ભાજપ માત્ર 25 બેઠકો જીતી શકી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X