ડિવોર્સ બાદ હિન્દુઓ એ જ પાર્ટનર સાથે ફરીથી લગ્ન કરી શકે? જાણો શું કહે છે કાયદા?
ઘણા કપલ સામાન્ય ઝઘડાથી એકબીજા સાથે છુટાછેડા લેવાનો નિર્ણય લઈ લે છે. જો કે પાછળથી તેમને મોટો પસ્તાવો થાય છે. આ પસ્તાવાને કારણે ઘણા કપલ ફરીથી લગ્ન કરે છે.
હવે સવાલ એ છે કે આવી રીતે હિન્દુઓ ફરીથી લગ્ન કરી શકે કે નહીં? આના માટે એ જાણવુ જરૂરી છે કે કાયદામાં શું પ્રાવધાન છે?

છૂટાછેડા માટે કાયદાકીય પ્રક્રિયા છે, જેના માટે પહેલા વકીલ મારફતે કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરવી પડે છે અને કોર્ટ તેને સાંભળે છે.
અંતે જ્યારે વસ્તુઓ કામ કરતી નથી ત્યારે બંને પતિ-પત્ની આ સંબંધમાંથી મુક્ત થઈને છૂટાછેડા લઈ લે છે. પરંતુ ક્યારેક એવું પણ બને છે કે છૂટાછેડા લીધેલા દંપતી વચ્ચેના સંબંધો ફરી સુધરવા લાગે છે અને તે ફરીથી લગ્ન કરવાનું વિચારે છે.
છૂટાછેડા પછી ફરી લગ્ન કરી શકાય?
લગ્ન સંબંધને ખૂબ જ પવિત્ર બંધન માનવામાં આવે છે. ભારતમાં હિંદુઓના લગ્ન માટે હિંદુ મેરેજ એક્ટ ઘડવામાં આવ્યો છે. વર્ષ 1955માં હિન્દુ મેરેજ એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો.
હિન્દુઓને માત્ર એક જ વાર લગ્ન કરવાની છૂટ છે. જો તે ફરીથી લગ્ન કરવા માંગે છે તો તેણે તેના પહેલા જીવનસાથીને છૂટાછેડા આપવા પડે છે. આ પછી જ તે ફરીથી લગ્ન કરી શકે છે.
આ કાયદો સ્ત્રી અને પુરુષ બંને માટે સમાન છે. પરંતુ આ પછી પ્રશ્ન આવે છે કે શું બંને પાર્ટનર છૂટાછેડા પછી ફરીથી એકબીજા સાથે રહેવા માંગે તો શું આપણે રહી શકીએ? આ અંગે કાયદો શું કહે છે?
જણાવી દઈએ કે, હિંદુ મેરેજ એક્ટ હેઠળ છૂટાછેડા લેનારા કપલ્સ ફરીથી સાથે રહી શકે છે. પરંતુ જો છૂટાછેડા પછી બંનેમાંથી કોઈ એક પાર્ટનર લગ્ન કરે છે તો પછી ફરીથી સાથે થવું મુશ્કેલ છે.
હિન્દુ મેરેજ એક્ટમાં કોઈ પ્રતિબંધ નથી
જો કોઈ આ દંપતી સાથે રહેવા માંગે કે તો તે ફરીથી લગ્ન કરવા માંગે છે તો તે કરી શકે છે. હિન્દુ મેરેજ એક્ટમાં આ અંગે કોઈ પ્રતિબંધ નથી. પરંતુ જો તમે અન્ય ધર્મના હોવ તો તમને તે ધર્મના કાયદા અનુસાર લગ્ન કરવાનો અધિકાર મળશે.












Click it and Unblock the Notifications
