સંસદમાં સાંસદો રૂપિયા લઈને જઈ શકે? જાણો શું કહે છે નિયમો?
ભારતની સંસદમાં કોંગ્રેસ સાંસદની બેચ પરથી રૂપિયાનું બંડલ મળતા હંગામો સર્જાયો છે. આ મુદ્દે કમિટીએ તપાસ પણ શરૂ કરી છે.
આ સ્થિતી વચ્ચે એક સવાલ થાય કે શું સંસદમાં રૂપિયા લઈને જવુ ગુનો છે? સાંસદ સંસદમાં રૂપિયા લઈને જઈ શકે કે નહીં?

જણાવી દઈએ કે, લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહો માટે સ્પષ્ટ નિયમો છે. આ નિયમોમાં સાંસદોના અધિકારો અને ફરજોની સાથે ગૃહની કાર્યવાહીની રીત નક્કી કરવામાં આવી છે.
સંસદના નિયમો અનુસાર, સાંસદોને ગૃહમાં રોકડ લઈ જવાની મંજૂરી નથી. સંસદસભ્યોને ગૃહમાં માત્ર એ જ વસ્તુઓ લાવવાની છૂટ છે જે ગૃહની કામગીરી સાથે સંબંધિત હોય.
સંસદ ભવનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાંસદોને તેમની સાથે માત્ર સુરક્ષા સંબંધિત વસ્તુઓ ઓળખ પત્ર અને અન્ય વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો લઈ જવાની મંજૂરી છે. આ વસ્તુઓ સંસદ ભવનની સુરક્ષા સુનિશ્ચિત કરે છે અને કોઈપણ અણધારી ઘટનાને ટાળવામાં મદદ કરે છે.
સાંસદોએ એ પણ ધ્યાન રાખવાનું હોય છે કે તે ફક્ત તે જ વસ્તુઓ લાવે જેનાથી ગૃહના કામકાજને અસર ન થાય. આ સિવાય તેમની પાસે પોતાના વર્તનમાં શિસ્ત જાળવવાની અપેક્ષા રખાય છે.
જો કોઈ સાંસદ પરવાનગી વગર કોઈપણ બિનજરૂરી વસ્તુ ગૃહમાં લાવે છે તો તેને ચેતવણી આપી શકાય છે અને કાર્યવાહી પણ થઈ શકે છે. સાંસદોને તેમની અંગત જરૂરિયાતો માટે અમુક વસ્તુઓ લાવવાની છૂટ છે. આમાં દવાઓ જેવી વસ્તુઓ સામેલ છે. આ વસ્તુઓ સાંસદોની સ્વાસ્થ્ય સંબંધિત જરૂરિયાતોને પૂરી કરવા માટે છે.
જણાવી દઈએ કે, શુક્રવારે રાજ્યસભામાં અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું કે નિયમિત તોડફોડ વિરોધી તપાસ દરમિયાન કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીની સીટ પર રોકડ મળી આવી છે. ધનખરે ગૃહને કહ્યું કે આ મામલાની તપાસ ચાલી રહી છે.
પ્રતિક્રિયા આપતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, તે આ સાંભળીને આશ્ચર્યચકિત છે. જો સુરક્ષા એજન્સીઓમાં કોઈ ઉણપ છે તો તેને પણ સંપૂર્ણ રીતે ઉજાગર કરવી જોઈએ.












Click it and Unblock the Notifications
