Pok Conflict : POK ને ભારતમાં સામેલ કરી શકાય કે નહીં? જાણો આ કરવુ કેટલુ મુશ્કેલ?
Pok Conflict : પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીરને લઈને સતત વિવાદ થઈ રહ્યો છે. સ્થાનિક લોકોના વિરોધ વચ્ચે ભારત સતત તેને ભારતમાં સામેલ કરવાનો દાવો કરતું આવ્યુ છે.
POK નો મુદ્દો લાંબા સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંવેદનશીલ અને વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે અને દાયકાઓથી વિવાદ અને સંઘર્ષ ચાલી રહ્યો છે. ભારતીય બંધારણ મુજબ પીઓકે સહિત જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે.

જો કે હાલ પીઓકે પાકિસ્તાનના કબજામાં છે. હવે સવાલ એ થાય છે કે શું પીઓકેના લોકો ભારતમાં જોડાઈ શકે છે અને ભારતીય કાયદો તેના વિશે શું કહે છે?ૉ
ભારતીય બંધારણના અનુચ્છેદ 1 મુજબ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો બનેલો સંઘ છે. જમ્મુ અને કાશ્મીર ભારતીય સંઘનું અભિન્ન અંગ છે અને ભારતીય સંસદે તેના પર ઘણી વખત પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે.
ભારત સરકાર અને ભારતીય બંધારણની નજરમાં POK સહિત સમગ્ર જમ્મુ અને કાશ્મીર ભારતનો એક ભાગ છે. તેથી જ્યારે પણ ભારત PoK પર નિયંત્રણ મેળવશે તો PoKના લોકો આપોઆપ ભારતીય નાગરિક બની જશે.
ભારતીય સંસદે 1994માં સર્વસંમતિથી એક ઠરાવ પસાર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીર (POK)નો હિસ્સો ભારતનો એક ભાગ છે અને તેને પરત મેળવવાના પ્રયાસો કરવામાં આવશે.
ભારતીય નાગરિકતા અધિનિયમ 1955 મુજબ જન્મ, વારસાગત આધાર અને નોંધણી દ્વારા ભારતીય નાગરિકતા મેળવી શકાય છો. ભારતીય બંધારણ મુજબ, PoKના લોકોને પહેલાથી જ ભારતના નાગરિક ગણવામાં આવે છે, કારણ કે ભારતીય બંધારણ PoK સહિત જમ્મુ અને કાશ્મીર રાજ્યના તમામ રહેવાસીઓને ભારતીય નાગરિક માને છે.
મોદી સરકારના ઓગસ્ટ 2019માં કલમ 370 નાબૂદ કરવાના અને જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવાના નિર્ણયે પણ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું. તે સમયે સરકારે સ્પષ્ટપણે કહ્યું હતું કે પીઓકે પણ આ જ પ્રક્રિયાનો એક ભાગ છે અને તેને પરત લાવવા માટે દરેક સંભવિત રાજદ્વારી અને કાયદાકીય પ્રયાસ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
