'કાળા પાણી'ની સજા કેમ હતી ખતરનાક, જાણો આ જેલના સળિયા પાછળની કહાની
ભારત પર રાજ કરનાર બ્રિટિશરોએ વર્ષ 1896માં આ જેલની આધારશિલા રાખી હતી. એ વખતે સ્વતંત્રતા સંગ્રામ સેનાનીઓ માટે આ કાળા પાણીની સજા હતી. દેશભરના સેનાનીઓને આ જેલમાં રાખવામાં આવતા હતા. જેલની અંદર તેમના પર ખૂબ જ જુલમ કરવામાં આવતો હતો અને યાતનાઓ આપવામાં આવતી હતી. જેના કારણે તેને 'કાળા પાણી' કહેવામાં આવતુ હતુ. આ જેલના નિર્માણનો વિચાર અંગ્રેજોના દિમાગમાં 1857ના વિદ્રોહ બાદ આવ્યો હતો. આ જેલમાં નિર્મિત 698 રૂમ અંગ્રેજોના અત્યાચાર અને સેનાનીઓના બલિદાનની કહાની વર્ણવે છે. અહીંની જેલમાં કેદીઓના રૂમ બહુ નાના હતા. બંદીઓને માત્ર સાડા ચાર મીટર લાંબા અને ત્રણ મીટર પહોળા રૂમમાં રાખવામાં આવતા હતા.

કેમ આ જેલનુ નામ પડ્યુ સેલ્યુલર
અંગ્રેજોએ બહુ સમજી-વિચારીને આ જેલનુ નામ સેલ્યુલર રાખ્યુ હતુ. વાસ્તવમાં અહીં એક કેદીને બીજા કેદીથી અલગ રાખવામાં આવતો હતો. જેલમાં કેદીઓ માટે અલગ અલગ સેલ હતા. આના બે કારણ જણાવવામાં આવે છે. એક તો સેનાનીઓને બીજા સેનાનીઓથી દૂર રાખવાનુ લક્ષ્ય હતુ. બીજુ કેદીઓને એકલા રાખવાથી તેમની પીડા વધી જતી હતી. આ એકલાપણુ કેદીઓ માટે ભયાનક હતુ. તેમને માત્ર સમાજથી અલગ કરવા માટે અહીં લાવવામાં નહોતા આવતા પરંતુ તેમને જેલનુ નિર્માણ, ભવન નિર્માણ, બંદરોનુ નિર્માણ વગેરે કામોમાં પણ લગાવવામાં આવતા હતા. અહીં આવતા કેદી બ્રિટિશ શાસકોના ઘરોનુ પણ નિર્માણ કરતા હતા.

તોપના મોઢા પર બાંધીને તેમને ઉડાવી દેવામાં આવતા
જો કે અહીં કેટલા સેનાનીઓને ફાંસી આપવામાં આવી તેનો રેકોર્ડ જેલના રેકોર્ડમાં નથી. પરંતુ અંગ્રેજી સત્તાનો વિરોધ કરનારા હજારો સેનાનીઓને અહીં લાવીને ફાંસી આપી દેવામાં આવી. તોપના મોઢા પર બાંધીને તેમને ઉડાવી દેવામાં આવતા હતા. ઘણા એવા પણ હતા જેમને ઢોર માર મારવામાં આવતો હતો. આના માટે અંગ્રેજો પાસે સેલ્યુલર જેલનુ શસ્ત્ર હતુ. આ શબ્દ ભારતમાં સૌથી મોટી અને ખરાબ સજા માટે એક રૂઢિપ્રયોગ બની ગયો.

ઊંડા સમુદ્રથી ઘેરાયેલી છે આ જેલ
આ જેલ ઉંડા સમુદ્રથી ઘેરાયેલી છે. જેલની ચારે તરફ ઘણા કિલોમીટર સુધી માત્ર દરિયો જ છે. કોઈ પણ કેદી આને સરળતાથી પાર નથી કરી શકતો. ચારે તરફ સમુદ્રથી ઘેરાયેલા હોવાના કારણે જેલની ચારે દિવાલો ઘણી નાની છે. આ જેલમાં સૌથી પહેલા 200 વિદ્રોહીઓને જેલર ડેવિડ બેરી અને મેજર જેમ્સ પેટીસન વૉકરની સુરક્ષામાં અહીં લાવવામાં આવ્યા હતા. કરાંચીથી 733 વિદ્રોહીઓને અહીં લાવવામાં આવ્યા હતા. ભારત અને બર્માથી પણ અહીં સેનાનીઓને સજા આપવા માટે લાવવામાં આવ્યા હતા. ભારત અને બર્માથી પણ અહીં સેનાનીઓને સજા આપવા માટે લાવવામાં આવતા હતા. આનુ મુખ્ય ભવન લાલ ઈંટોથી નિર્મિત છે. આ ઈંટો બર્માથી મંગાવાઈ હતી. આ ભવનની સાત શાખાઓ છે. ભવનની વચ્ચોવચ એક ટાવર છે. આ ટાવરથી જ બધા કેદીઓ પર નજર રાખવામાં આવતી હતી. પ્રત્યેક શાખા ત્રણ માળની બનેલી હતી. આમાં કોઈ શયનકક્ષ નહોતો અને કુલ 698 કોઠરીઓ હતી. એક કોઠરીનો કેદી બીજી કોઠીના કેદી સાથે સંપર્ક કરી શકતો નહોતો.
મેટ્રોમેનિયલ વેબસાઈટે પાર કરી બધી હદ, વર્જિનિટીની ગેરેન્ટી આપવા માટે તૈયાર