For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Chanakya Niti : લગ્ન પહેલા જીવનસાથીને આ રીતે પારખો, બરબાદ થતા બચી જશો

ક્રોધ કોઈપણ મનુષ્યનો નાશ કરે છે. જેના કારણે મિત્રો પણ દુશ્મન બની જાય છે. ક્રોધમાં વ્યક્તિ વગર વિચાર્યે ખોટા નિર્ણય લઇ લે છે. ગુસ્સો કોઈપણ લગ્ન જીવનને નરક બનાવી દે છે.

|
Google Oneindia Gujarati News

Chanakya Niti : લગ્ન એક એવી પ્રક્રિયા જે બાદ વ્યક્તિનુ સમગ્ર જીવન બદલાઇ જાય છે. આ બદલાવ સારો હશે કે, ખરાબ તેનો આધાર તેમના જીવનસાથી પર રહેલો છે. આ સાથે જો યોગ્ય જીવનસાથી ન મળે તો જીવન ઝેર થતા વાર નથી લાગતી. આવા સમયે લગ્નો નિર્ણય લેતા પહેલા જીવનસાથીને પરખી લેવાની જરૂર છે.

લગ્ન પહેલા લાઈફ પાર્ટનર વિશે કેટલીક વાતો જાણી લેવી જરૂરી

લગ્ન પહેલા લાઈફ પાર્ટનર વિશે કેટલીક વાતો જાણી લેવી જરૂરી

આચાર્ય ચાણક્ય, જેમને ભારતના અગ્રણી રાજદ્વારી માનવામાં આવે છે, તેમણે તેમની ચાણક્ય નીતિ શાસ્ત્રમાં સુખી દામ્પત્ય જીવનને લઈને ઘણી વાતો કહી છે.

જો આનું પાલન કરવામાં આવે, તો દામ્પત્ય જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર સારા દાંપત્ય જીવન માટે લગ્ન પહેલા લાઈફ પાર્ટનર વિશે કેટલીક વાતો જાણી લેવી જરૂરી છે.

ગુસ્સાની પરીક્ષાગુસ્સાની પરીક્ષા

ગુસ્સાની પરીક્ષાગુસ્સાની પરીક્ષા

ક્રોધ કોઈપણ મનુષ્યનો નાશ કરે છે. જેના કારણે મિત્રો પણ દુશ્મન બની જાય છે. ક્રોધમાં વ્યક્તિ વગર વિચાર્યે ખોટા નિર્ણય લઇ લે છે. ગુસ્સો કોઈપણ લગ્ન જીવનને નરક બનાવી દે છે. આવી સ્થિતિમાં લગ્ન પહેલા તમારા જીવનસાથીના ગુસ્સાની પરીક્ષા કરવી જરૂરી છે.

ધીરજ પર વિશેષ ધ્યાન આપો

ધીરજ પર વિશેષ ધ્યાન આપો

ચાણક્યના નીતિ શાસ્ત્ર અનુસાર, કોઈપણ મનુષ્યમાં ધીરજ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ એક એવો ગુણ છે, જે વ્યક્તિને કોઈપણ જટિલપરિસ્થિતિમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે અને તેમને ખોટા નિર્ણયો લેતા અટકાવે છે. આવી સ્થિતિમાં જ્યારે પણ તમે તમારાજીવનસાથીની પસંદગી કરો છો, ત્યારે ધીરજ પર વિશેષ ધ્યાન આપો.

સુંદરતા નહીં, પરંતુ ગુણો પર ધ્યાન આપો

સુંદરતા નહીં, પરંતુ ગુણો પર ધ્યાન આપો

ચાણક્ય નીતિ અનુસાર જ્યારે પણ તમે કોઈની સાથે લગ્ન કરવાનું નક્કી કરો છો, તો સૌથી પહેલા તેની સુંદરતા નહીં, પરંતુ તેના ગુણો પરધ્યાન આપો. તેમના મતે કોઈપણ વ્યક્તિની સુંદરતાના તેના સંસ્કારો હોય છે.

ધાર્મિક વ્યક્તિ સંયમિત હોય છે

ધાર્મિક વ્યક્તિ સંયમિત હોય છે

આચાર્ય ચાણક્ય કહે છે કે, મનુષ્યનું ધાર્મિક હોવું ખૂબ જ જરૂરી છે. ધાર્મિક વ્યક્તિ સંયમિત હોય છે અને પોતાના જીવનસાથી પ્રત્યે વફાદારરહે છે. આવી સ્થિતિમાં લગ્ન પહેલા એ જોવું જરૂરી છે કે, તમારો જીવનસાથી કેટલો ધાર્મિક છે.

સ્ત્રીનું સદાચારી હોવું ખૂબ જ જરૂરી છે

સ્ત્રીનું સદાચારી હોવું ખૂબ જ જરૂરી છે

આચાર્ય ચાણક્ય અનુસાર, જ્યારે પણ તમે કોઈ સ્ત્રી સાથે લગ્ન કરવાનો વિચાર કરો છો, તો તમારે તેના ગુણોની તપાસ કરવી જોઈએ.

સ્ત્રીનું સદાચારી હોવું ખૂબ જ જરૂરી છે. સુંદરતા હંમેશા તમારી સાથે નથી હોતી, પરંતુ એક સદ્દગુણો સ્ત્રી પ્રતિકૂળ સંજોગોમાં પણ પરિવારનીસંભાળ રાખે છે.

English summary
Chanakya Niti : know life partner like this before marriage
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X