Dec 3-4: ભારતે કરાંચીમાં ખૂસી કર્યો હતો હુમલો

આજથી બરોબર 42 વર્ષ પહેલાં દેશ ઉપર યુદ્ધના વાદળો છવાયેલા હતા. દેશના લગભગ બધા મોટા શહેર બ્લેટ આઉટના અંધારામાં ડુબાઇ ગયા હતા. સામાન્ય માણસોના કાન ઓલ ઇન્ડિયા રેડિયો પર ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ સાથે સંકળાયેલા સમાચાર જાણવા માટે ટ્રાંજિસ્ટરો પર ચોંટેલા હતા. ત્યારે રેડિયો પર સમાચાર આવ્યા કે યુદ્ધોપોત આઇએનએસ રાજપુતે પાકિસ્તાની સબમરીનને નેસ્તનાબૂત કરી દિધી છે.

જી હાં આ સમાચાર આવ્યા હતા 3-4 ડિસેમ્બરની રાતે. ચાર ડિસેમ્બરે જે ભારતીય નૌકાદળ માટે આ સમાચાર બે પ્રકારે એકદમ મહત્વના હતા. પહેલું એ કે આ દિવસે નૌકાદળ દિવસ મનાવવામાં આવે છે અને બીજું કે 4 ડિસેમ્બરના રોજ નૌકાદળના સૈનિકોએ પાકિસ્તાની સેનાને રગદોળી નાખ્યું હતું. અમે આ લેખમાં તે રાતની ચર્ચા કરીશું, જ્યારે ભારતીય નૌકાદળે કરાંચીમાં ઘુસીને પાકિસ્તાન પર હુમલો કર્યો હતો અને જીત મેળવી હતી.

1971ના યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સેના ગુજરાત તથા રાજસ્થાન બોર્ડર પરથી ભારત પર હુમલા કરી ચૂકી હતી, તેના થોડા દિવસો બાદ સમુદ્રી સીમાને ઓળંગી પાકિસ્તાની સૈનિકો ભારતમાં ઘુસી આવ્યા હતા. પાકિસ્તાનની સબમરીન તથા જહાજ ભારત તરફ નીકળી પડ્યા હતા. તેનો સામનો કરવા માટે ભારતીય નૌકાદળના આઇએનએસ રાજપૂતે પાકિસ્તાન તરફ કુચ કરવાનું શરૂ કરી દિધું હતું. 3-4 ડિસેમ્બર 1971ની રાતે ભારતે સૌથી પહેલાં લોંગ રેન્જવાળી પાકિસ્તાની સબમરીન પીએમએસ ગજનીને ધ્વસ્ત કરી દિધી. આ સબમરીન વિશાખાપટ્ટનમ તરફથી ભારત તરફ આગળ વધી રહી હતી.

indian-navy-601

તે રાતે નૌકાદળની એક ટુકડીએ કરાંચી તરફ કુચ કરવાનું શરૂ કરી દિધું. ભારતીય નૌકાદળના જવાનો કરાંચી સુધી પહોંચી ગયા અને એડમિરલ સરદારીલાલ મથરાદાસ નંદાના નેતૃત્વમાં પૂર્વ અને પશ્વિમ તરફથી પાકિસ્તાનને ઘેરી લીધું. 4 ડિસેમ્બરના રોજ ભારતીય સૈનિકોએ ઓપરેશન ટ્રાઇડેંટ અંતગર્ત કરાંચીમાં પાકિસ્તાની નૌકાદળના હેડક્વાર્ટર પર હુમલો કર્યો. આ સાથે જ તેમના એમ્યૂનિયમ સપ્લાઇ શિપ સહિત કેટલાક જહાજ નેસ્તનાબૂત કરી દિધા. આ દરમિયાન કરાંચીમાં ઉભેલા પાકિસ્તાનના ઓઇલ ટેન્કરને પણ નષ્ટ થઇ ગયા.

ત્યારબાદ ઓપરેશન પાઇથન ચલાવવામાં આવ્યું, જેમાં 8 ડિસેમ્બર 1971ના રોજ ભારતીય યુદ્ધપોત આઇએનએસ ખુકરીને પીએનએસ હંગોરને નષ્ટ કરી દિધું, જ્યારે આઇએનએસ કૃપાણ પશ્વિમ તટ પર ક્ષતિગ્રસ્ત થઇ ગયું. ત્યારે બંગાળની ખાડીમાં આઇએનએસ વિક્રાંત ઉતારવામાં આવ્યું, જેને પાકિસ્તાની સબમરીન અને જહાજોને તબાહ કરી દિધી. ભારતીય નૌકાદળના આ આક્રમક વલણને જોતાં પાકિસ્તાની સેનાને સમુદ્રી રણભૂમિમાં પાછા ફરવું પડ્યું. આપણા સૈનિકોની બહાદુરીની આ ગાથા આજે પણ નૌકાદળના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોથી નોંધેલી છે. દેશની રક્ષા કરનાર બધા સૈનિકોને વનઇન્ડિયા સલામ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X