ડેપ્યુટી સીએમ અને કેબિનેટ મંત્રીમાં શું તફાવત હોય છે? જાણો બન્નેને કેટલી અલગ સુવિધાઓ મળે?
દિલ્હી વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપની રેખા ગુપ્તાએ દિલ્હીની ચોથી મહિલા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમની સાથે 6 વિધાયકોએ પણ મંત્રી પદની શપથ લીધા.
આ મંત્રીઓમાં સૌથી મોટું નામ પ્રવેશ વર્માનું છે. ચર્ચા હતી કે વર્માને ડેપ્યુટી સીએમ બનાવી શકે છે. જો કે તેમને માત્ર કેબિનેટ મંત્રીના જ શપથ લીધા છે.

જણાવી દઈએ કે, કેબિનેટ મંત્રી અને સીએમ પદનો ઉલ્લેખ સંવિધાનમાં છે પરંતુ ડેપ્યુટી સીએમનો કોઈ ઉલ્લેખ નથી.
ભારતીય સંવિધાનના આર્ટિકલ 163(એ) અનુસાર, રાજ્યપાલને તેમના કાર્યોના નિર્વાહમાં સલાહ અને સહાયતા આપવા મુખ્યમંત્રીના નેતૃત્વમાં એક મંત્રી પરિષદ હોય છે. આર્ટિકલ 164માં મંત્રી પરિષદના ગઠન સંબંધિત નિયમો આપેલા છે. આ બંને આર્ટિકલમાં ક્યાંય પણ ડેપ્યુટી સીએમ પદનો ઉલ્લેખ નથી.
સંવિધાનમાં જણાવ્યું છે કે મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરશે, જ્યારે મંત્રીઓની નિમણૂક મુખ્યમંત્રીની સલાહ પર રાજ્યપાલ દ્વારા કરવામાં આવશે. સંવિધાનમાં ક્યાંય પણ ડેપ્યુટી સીએમની નિમણૂકનો નિયમ નથી.
કોઈપણ રાજ્યમાં ડેપ્યુટી સીએમની નિમણૂક માટે સંવિધાનમાં કોઈ નિયમ નથી. આથી આ પદની નિમણૂક પ્રતીકાત્મક હોય છે. ડેપ્યુટી સીએમનું પદ રાજકીય સમીકરણોને સાધવા માટે રાજ્ય સરકારો દ્વારા બનાવવામાં આવે છે. મુખ્યમંત્રી પછી ડેપ્યુટી સીએમને મહત્વપૂર્ણ મંત્રાલયોની જવાબદારી આપવામાં આવે છે.
ડેપ્યુટી સીએમનું વેતન, ભથ્થું અને અધિકારો કેબિનેટ મંત્રી જેવા જ હોય છે. ડેપ્યુટી સીએમ પોતાના વિભાગના પ્રશાસનિક કાર્યો માટે જવાબદાર હોય છે પરંતુ તેમને મુખ્યમંત્રી જેવી વિશિષ્ટ સત્તાઓ આપવામાં આવતી નથી. ડેપ્યુટી સીએમ પણ સામાન્ય મંત્રીની જેમ જ શપથ લે છે અને તેમને ડેપ્યુટી સીએમ પદ માટે અલગથી શપથ લેવડાવવામાં આવતા નથી.
દિલ્હીમાં રેખા ગુપ્તાની કેબિનેટમાં પ્રવેશ વર્માને ડેપ્યુટી સીએમ બનાવવાની અફવાઓ છતાં તેમને કેબિનેટ મંત્રી તરીકે જ શપથ લેવડાવવામાં આવ્યા છે. ડેપ્યુટી સીએમનું પદ રાજકીય રીતે મહત્વપૂર્ણ છે પરંતુ તેની સત્તા અને જવાબદારીઓ કેબિનેટ મંત્રી જેવી જ હોય છે. ભારતીય સંવિધાનમાં આ પદનો ઉલ્લેખ નથી પરંતુ રાજકીય આવશ્યકતા મુજબ તેની રચના કરવામાં આવે છે.












Click it and Unblock the Notifications
