રિયુઝેબલ કે ડિસ્પોઝેબલ સેનિટરી પેડઃ પીરિયડમાં મહિલાઓ માટે શું છે સારુ, આ બંનેમાં છે તફાવત
અહીં અમે તમને બંને પ્રકારના પેડના ફાયદા અને ગેરફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેથી તમે તમારા કમ્ફર્ટ પ્રમાણે સેનિટરી પેડ્સનો ઉપયોગ કરી શકો.
નવી દિલ્લીઃ પીરિયડ્સ દરમિયાન છોકરીઓ અથવા મહિલાઓને ડાઘ-ધબ્બા, હેવી બ્લડ ફ્લો અને પીરિયડ્સની દુર્ગંધ જેવા તણાવમાંથી પસાર થવું પડે છે. પરંતુ આ બધી સમસ્યાઓનો એક જ ઉપાય છે અને તે છે યોગ્ય સેનિટરી પેડની પસંદગી. મહિલાઓ પાસે સેનિટરી પેડ્સ અંગે પણ મર્યાદિત વિકલ્પો છે. કેટલાક રિયુઝેબલ પેડ્સનો ઉપયોગ કરવાનુ પસંદ કરે છે તો કેટલાક ડિસ્પોઝેબલ પેડ્સ પસંદ કરે છે. પરંતુ આમાં એ પણ પ્રશ્ન ઊભો થાય છે કે પીરિયડના દિવસોમાં રિયુઝેબલ પેડ્સનો ઉપયોગ કરવો કે ડિસ્પોઝેબલ પેડ્સનો. અહીં અમે તમને બંને પ્રકારના પેડના ફાયદા અને ગેરફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેથી તમે તમારા કમ્ફર્ટ પ્રમાણે સેનિટરી પેડ્સનો ઉપયોગ કરી શકો.

રિયુઝેબલ પેડના ફાયદા
ડિસ્પોઝેબલ પેડ્સની તુલનામાં રિયુઝેબલ પેડ્સ ઇકો-ફ્રેન્ડલી વિકલ્પોમાં આવે છે. આ કાપડના પેડ્સનો ઉપયોગ માત્ર એક વાર નહીં પણ વારંવાર થઈ શકે છે. જો કે, તમારે ઉપયોગ કર્યા પછી તેને ધોવાની મુશ્કેલી લેવી પડશે પરંતુ તમે ધોયા પછી તે જ પેડનો ફરીથી ઉપયોગ કરી શકો છો. પરંતુ દિવસમાં 5-6 કલાકના અંતરાલ પર તેને બદલવુ જરૂરી છે.

ફાયદાની વાત
રિયુઝેબલ પેડ્સ ડિસ્પોઝેબલ પેડ્સ કરતાં થોડા વધુ ખર્ચાળ છે. આવી સ્થિતિમાં શરૂઆતમાં તમારે આ પેડ્સ માટે વધુ પૈસા ખર્ચવા પડશે પરંતુ આ એક વખતનુ રોકાણ છે. આમ કરવાથી તમે દર મહિને સેનિટરી પેડ લાવવાની ઝંઝટને ટાળીને તમારા પૈસા અને સમય બંને બચાવી શકશો.

ઈકો ફ્રેન્ડલી
સામાન્ય રીતે મહિલાના પીરિયડ્ઝ 5 દિવસ સુધી ચાલે છે. તેથી જો કોઈ સ્ત્રી દિવસમાં 5-6 કલાકમાં પેડ બદલે તો તેણે દિવસમાં ઓછામાં ઓછા 3-4 પેડ બદલવા પડશે. હવે જો એક દિવસમાં આટલા બધા ડિસ્પોઝેબલ પેડ્સનો ઉપયોગ કરવામાં આવે તો તે તમને મોંઘા તો પડશે જ. વળી, તેનાથી તમારી આસપાસ ઘણો કચરો પણ વધી જશે. જે પર્યાવરણ માટે સારુ નથી.

કેમિકલ ફ્રી પેડ
ડિસ્પોઝેબલ પેડ્સ રસાયણોથી બનેલા હોય છે, જે લાંબા સમય સુધી ઉપયોગમાં લેવા પર બળતરા પેદા કરી શકે છે અને તમારા pHને અસંતુલિત કરી શકે છે. જ્યારે રિયુઝેબલ પેડ્સ કોઈપણ રસાયણ અથવા પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવતા નથી. જો તમે તેનો ઉપયોગ કરો છો તો તમારા શરીરના આ નાજુક ભાગને બેક્ટેરિયાથી સુરક્ષિત કરી શકાય છે. સૌથી સારી વાત એ છે કે તમે તેને તમારા કદ અને પેટર્ન અનુસાર પસંદ કરી શકો છો.

નુકશાન
આપણે ડિસ્પોઝબલ પેડ્સનો ઉપયોગ કર્યા પછી તેને સીધા ડસ્ટબિનમાં ફેંકી દઈએ છીએ પરંતુ કાપડના પેડ્સ સાથે આવુ કરી શકાતુ નથી. તેના બદલે રિયુઝેબલ પેડને ડાઘ-મુક્ત રાખવા માટે, તમારે તેને તરત જ ધોવા પડશે.

સરળતાથી ઉપલબ્ધ થતા નથી
સ્થાનિક સુપરમાર્કેટમાં રિયુઝેબલ પેડ્સ સરળતાથી ઉપલબ્ધ નથી. તેથી જો તમને કટોકટીમાં પેડની જરૂર હોય તો ડિસ્પોઝેબલ પેડ્સ જ તમારા માટે સારો વિકલ્પ છે.

ડિસ્પોઝેબલ પેડ્સ
ડિસ્પોઝેબલ પેડ્સ માસિક રક્તસ્રાવને બહાર આવતા અટકાવે છે. તેનો ઉપયોગ ફક્ત એક જ વાર કરી શકાય છે. તમે તેને ફક્ત 5-6 કલાક માટે વાપરો અને તેને ફેંકી દો.

ધોવાની ઝંઝટ નહિ
પીરિયડ દરમિયાન રિયુઝેબલ પેડ્સનો ઘણી વખત ઉપયોગ કરી શકાય છે. બીજી બાજુ જો આપણે ડિસ્પોઝેબલ પેડ્સ વિશે વાત કરીએ તો તે એક કરતા વધુ વખત ચાલતા નથી. આ જ કારણ છે કે મહિલાઓ રિયુઝેબલ પેડ્સ કરતાં ડિસ્પોઝેબલ પેડ્સ પસંદ કરે છે.

ઓછી કિંમત
દેખીતી રીતે રિયુઝેબલ પેડ્સની સરખામણીમાં ડિસ્પોઝેબલ પેડ્સ સસ્તા હોય છે પરંતુ લાંબા ગાળે તે તમારા માટે એક મોટો ખર્ચ છે. કારણ કે રિયુઝેબલ પેડ્સને વારંવાર ખરીદવાની જરૂર નથી. પરંતુ જો દરરોજ 5-6 કલાકે પેડ બદલતા હોય તો ડિસ્પોઝેબલ પેડ ખરીદવુ તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે.
હાનિકારક કેમિકલ
ડિસ્પોઝેબલ પેડ્સ બનાવવા માટે વિવિધ રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. જે પર્યાવરણ અને તમારી ત્વચા બંને માટે હાનિકારક છે. તમારી યોનિની આસપાસની ત્વચા ખૂબ જ નાજુક છે. ત્યાં બેક્ટેરિયા સરળતાથી વિકાસ કરી શકે છે. પેડમાં રહેલા રસાયણો તમારા લોહીના પ્રવાહમાં સરળતાથી પ્રવેશ કરી શકે છે.












Click it and Unblock the Notifications
