For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

love vs attachment: માત્ર લગાવ છે કે પછી થઈ ગયો છે તમને ખરેખર પ્રેમ?

ઘણીવાર લોકો માત્ર લગાવને પ્રેમ સમજી લે છે. તમારા મનમાં આવા જ પ્રશ્નો ઉદ્ભવતા હોય, તો અમે તમારા પ્રશ્નોના જવાબો શોધવામાં તમારી મદદ કરી શકીએ છીએ.

By Desk
|
Google Oneindia Gujarati News

પ્રેમ એક લાગણી છે જે આપણને જણાવે છે કે જીવન કેટલું સુંદર છે. પ્રેમની કોઈ વ્યાખ્યા હોતી નથી તેથી તેને શબ્દોમાં વર્ણવવુ મુશ્કેલ છે. ઘણીવાર લોકો પ્રેમ અને આસક્તિ વચ્ચે તફાવત કરી શકતા નથી અને માત્ર લગાવને પ્રેમ સમજી લે છે. તમારા મનમાં આવા જ પ્રશ્નો ઉદ્ભવતા હોય, તો અમે તમારા પ્રશ્નોના જવાબો શોધવામાં તમારી મદદ કરી શકીએ છીએ.

પ્રેમમાં સ્વાર્થ નથી હોતો

પ્રેમમાં સ્વાર્થ નથી હોતો

જો આપણે કોઈને પ્રેમ કરીએ છીએ તો તેની ખુશી આપણા માટે ઘણી મહત્વની છે. આપણે આપણા પ્રેમને ખુશ જોવા માટે કંઈપણ કરી શકીએ છીએ. બીજી બાજુ, જો આપણને કોઈની સાથે માત્ર આસક્તિ કે લગાવ હોય તો ફક્ત તેમની જરૂરિયાતો જ આપણા મનમાં રહેશે. આપણે તે જરૂરિયાતોને કેવી રીતે પૂરી કરવી તે વિશે વિચારવાનુ શરૂ કરીએ છીએ.

બંધનોથી મુક્ત હોય છે પ્રેમ

બંધનોથી મુક્ત હોય છે પ્રેમ

પ્રેમની ના તો કોઈ મર્યાદા હોય છે અને તેમાં કોઈ બંધન હોય છે. જ્યારે તમે કોઈની સાથે પ્રેમના સંબંધમાં પ્રવેશ કરો છો ત્યારે તમે એકબીજાને વધુ સારી રીતે સમજવાનુ શરૂ કરો છો અને તદ્દન મુક્ત અનુભવો છો. જો તમે કોઈની સાથે લગાવમાં હોવ ત્યારે તમારા પર કંટ્રોલ હોય છે અને તમે એક બંધન અનુભવો છો. તમે તમારા પાર્ટનરને સંબંધ નિભાવવા માટે દબાણ પણ કરી શકો છો.

પ્રેમનો કોઈ અંત નથી

પ્રેમનો કોઈ અંત નથી

પ્રેમનો કોઈ અંત નથી, તે કાયમી હોય છે. વ્યક્તિ એક વાર સાચા પ્રેમમાં પડી જાય પછી તેની લાગણી જીવનના અંત સુધી રહે છે. બીજી બાજુ, જો તમે ફક્ત કોઈની સાથે જોડાયેલા હશો તો તમારુ આ જોડાણ કોઈપણ સમયે ઓછુ અથવા સમાપ્ત થઈ શકે છે.

સાથ જળવાઈ રહે છે પ્રેમમાં

સાથ જળવાઈ રહે છે પ્રેમમાં

જ્યાં સુધી પ્રેમ છે ત્યાં સુધી સંબંધ પણ ટકી રહે છે. જો તમે તમારા જીવનસાથીને પ્રેમ કરો છો તો તમે તેની સાથે કદમથી કદમ મિલાવી જીવનમાં આગળ વધશો. સુખ-દુઃખ, સારી-ખરાબ, કોઈપણ પરિસ્થિતિમાં તમે તેમની સાથે જ રહેશો. આ વસ્તુ જોડાણમાં થતી નથી. કારણ કે આમાં તમે તમારી જરૂરિયાતો માટે તેને નિયંત્રિત કરવાનુ શરૂ કરો છો. આના કારણે જીવન સંપૂર્ણ રીતે કંટાળાજનક બની જાય છે અને તેની તમારા અને તમારા જીવનસાથીના એકંદર વ્યક્તિત્વ પર પણ ખરાબ અસર પડે છે. તમે તમારા સંબંધોમાં દબાણ અનુભવી શકો છો.

English summary
Difference between Love and Attachment in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X