જાણે કયા પ્રદેશમાં કંઇ કેરીની જાત રાજ કરે છે
ગુજરાતી તરીકે આપણે તો હંમેશા કેસર કેરી અને આલ્ફાન્જોની મઝા માણીએ છે પણ શું તમને ખબર છે કે તમારી ભાવતી કેરીની 1000 પણ વધુ જાતો છે.
અને જે કેસર કેરીના આપણે ચટકા બોલાવીએ છીએ તે જ કેસર કેરીને કર્ણાટકમાં કોઇ હાથે લેવા પણ તૈયાર નથી થતું. કારણ કે કર્ણાટકમાં છે બેગનાપલ્લી કેરીની જાતનું રાજ છે. અને અહીં ના લોકો કેસર જેવી મોંધી જાત ખાવા બદલે આ કેરીની જાયફત ઉડાવે છે.
તો ચલો આજે અમે તમને ભારતના કયા પ્રદેશમાં કંઇ કેરીનું રાજ છે તે જણાવીએ. જુઓ આ ફોટો સ્લાઇડર અને કેરીઓ વિષે થોડીક રસપ્રદ માહિતી પણ જાણો.

ગુજરાત
ગુજરાતમાં છે કેસર, આલ્ફાન્જો અને રાજાપુરીની રાજ.

આંધ્રપ્રદેશ
બેગનાપલ્લી, સુવર્ણરેખા, નીલુમ અને તોતાપુરી કેરીની જાત આંધ્રપ્રદેશમાં છે સૌથી વધુ લોકપ્રિય.

બિહાર
ભૈયા યુપી બિહારમાં બોમ્બે ગ્રીન, ચૌસા અને દશેરી કેરીની છે બોલબાલા.

હરિયાણા
હરિયાણવી લોકોને ખાવી ગમે છે ચૌસા, લંગડા અને દશેરી કેરીની જાત

કર્ણાટક
આલ્ફાન્જો, બેગનાપલ્લી,મુલગોઆ અને બેંગ્લોરા છે કર્ણાટકી લોકોની પ્રિય કેરીની જાત.

મધ્યપ્રદેશ
ભારતનું હદય ગણાતા મધ્યપ્રદેશમાં આલ્ફાન્જો, બોમ્બે ગ્રીન, લંગડા અને સુંદેર્જા કેરી છે લોકપ્રિય.

મહારાષ્ટ્ર
આમચી મહારાષ્ટ્રમાં આલ્ફાન્જો અને કેસરની છે બોલબાલા.

પંજાબ
પંજાબી લોકો ચૌસા, દસેરી અને માલ્ડા ખાઇને થઇ જાય છે ખુશ.

તમિલ નાડુ
આલ્ફાન્જો, તોતાપુરી અને બેગનાપલ્લી છે તમિલનાડુની ફેવરેટ કેરીની જાત.

ઉત્તર પ્રદેશ
બોમ્બે ગ્રીન, ચૌસા, દશેરી અને લંગડા કેરીની જાતો ઉત્તર પ્રદેશનાં વધારે ખવાય છે.

પશ્ચિમ બંગાળ
બંગાળી બાબુઓ પસંદ કરે છે ફઝલી, ગુલાબખાસ, હિમસાગર, કિસાનભોગ, લંગડા,બોમ્બે ગ્રીન જેવી કેરીની જાતો.












Click it and Unblock the Notifications
