જાણો કેવી રીતે બજેટમાં રહીને મનાવશો દિવાળી
જાણો કેવી રીતે બજેટમાં રહીને મનાવશો દિવાળી
દિવાળી અને નવું વર્ષ આ બન્ને એક એવો ઉત્સવો છે જેમાં ના ના કરતા થોડો ધણો ખર્ચો તો થઇ જાય. ફટાકડા લાવો, મીઠાઇ બનાવો, ઘર સજાવો, તેમ કરતા થોડો ખર્ચો થઇ જ જાય છે. પણ હાલ જે રીતે છાશવારે મોંધવારી વધી રહી છે તે જોતા મનમાં વિચાર આવી જાય છે કે દિવાળી મનાવી તો કેવી રીતે મનાવી.
દિવાળીના દિવડાની વાત હોય કે પછી મુખવાસમાં મૂકવામાં આવતા કાજુ, દ્રાક્ષ અને બદામની બધાના ભાવ દિવાળી ટાણે આસમાન પહોંચી જાય છે. વળી મનના એક ખૂણે એમ પણ થાય છે કે વર્ષમાં એક વાર તો તહેવાર આવે છે તેને પણ આવો સાદો સાદો કેમ ઉજવાળ! અને તે વાત તો સાચી છે કે થોડીક સજાવટ કરવાથી અને ઉત્સવ મનાવાથી ખુશી પણ થાય છે.
તો જો તમને પણ તે વાતની ચિંતા હોય કે બજેટમાં રહીને કેવી રીતે દિવાળી અને નવું વર્ષ મનાવવું તો મારી પાસે કેટલાક સરસ આઇડિયા છે. જે તમારા ખિસ્સા પર ઓછો ભાર પણ મૂકશે અને તમને દિવાળી પર રંગચંગે ઉજવી શકશો. તો કંઇ કંઇ વસ્તુ દ્વારા તમને તમારી દિવાળીની રંગત વધારી શકશો તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

કાગળના રિબન
બર્થ ડે પર જે કાળગના રંગ બે રંગી રિબન આવે છે તેનાથી તમે ઘર સજાવી શકો છો. આવું કરવાથી ઘરમાં થોડીક રંગત પણ આવશે અને વધુ ખર્ચો પણ નહીં થાય.

વોલ હેંગિગ
સસ્તા વોલ હેંગિગનો ઉપયોગ કરી તમે એક ફ્રેમ બનાવી શકો છો જેનો ઉપયોગ ઘરને સજાવવા માટે કરી શકો છો. આ ઉપરાંત યુટ્યૂબ પર સસ્તા દરે ઘર સજાવાના અનેક વીડિયો હોય છે તેમાંથી તમે કાગળમાંથી કે નજીવી કિંમતે ડેકોરેશનની વસ્તુઓ બનાવી ઘરની સજાવટ કરી શકો છો.

કંદીલ
તમારી બાલ્કનીમાં તમે રંગબેરંગી કંદીલ લગાવી શકો છો. આનાથી લાઇટીંગ પણ સારી લાગશે અને રોનક પણ વધશે.

પૂજાની થાળી
દિવાળીના દિવસે પૂજાની થાળી પણ અનેરું મહત્વ હોય છે. તમે આ થાળી જાતે પણ બનાવી શકો છો. નહીં તો થાળીમાં તેલ લાગવી તેની પર કુંકૂ ભભરાવી વધારાનું કૂંકી ખેંખેરી લો. અને તેના પર દિવાસળીની સળીને કોઇ રંગોળીને કે સાથિયાની સરસ ડિઝાઇન બનાવો અને તે થાળીનો ઉપયોગ પૂજામાં કરો.

રંગોળી
દિવાળીના દિવસે રંગોળીનું વિશેષ મહત્વ હોય છે. બધા લોકોથી અલગ રંગોળી બનાવા માટે ગ્લિટર રંગોળી કે ફૂલની રંગોળીનો ઉપયોગ કરો. તે સુંદર પણ લાગશે અને હાં તેની આસપાસ દિવા મૂકવાનું ના ભૂલતા.

હેન્ડીક્રાફ્ટની આઇટમ
તમે રસ્તાની સાઇડમાં લોકો આવી મૂર્તિઓ વેચતા હશે તેવું જોયું હશે આવી મૂર્તિઓ સસ્તા દરે ખરીદી તેનો ઉપયોગ સુશોભન માટે કરો.

ટેબલની સજાવટ
નવા વર્ષે જ્યારે મહેમાનો આવે છે ત્યારે ટેબલ પર ધ્યાન ખાસ જાય છે. કારણ કે ટેબલ પર નાસ્તો પીરસાય છે. તો ટેબલની સજાવટ કરવા માટે કોઇ મૂર્તિનો ઉપયોગ કરો અને તેની આજુબાજુ ફૂલોની પત્તીઓ મૂકી સજાવટ કરો.

દિવા
દર વખતે નવા દિવા લાવવાની જરૂર નથી. ઓઇલ કલરનું એક બોક્સ બજારથી લાવો. જુઓ દિવાને ટીસ્યૂ પેપરથી સાફ કરો. તેમાં નવા રંગો ઓઇલ કલરથી ભરી દો. અથવા તો બજારમાંથી માટીના દિવા લાવો. તે સસ્તા પડસે અને તેની પોતાની રીતે સજાવો. સાથે જ બજારમાંથી સસ્તુ તેલ લાવો જેનો ઉપયોગ ફક્ત દિવા પ્રગટાવા માટે કરો.

તરતા દિવા
તરતા દિવાથી પણ તમે ઘરની સજાવટ કરી શકો છો. તે સુંદર પણ લાગી છે અને આંખોને ઠંકડ પણ પહોંચાડે છે.

દિવાળી લેપ
લાઇટીંગનું દિવાળીમાં ભારે આકર્ષણ હોય છે. આ એક વન ટાઇમ ઇનવેસ્ટમેન્ટ છે. જે પછી તમે બે-ત્રણ વર્ષ સુધી વાપરી શકો. આવા લેમ્પ લાવી ઘરની રોનક વધારો.

મીઠાઇ
બજારમાંથી મીઠાઇ લાવવાના બદલે ઘરે જ મીઠાઇ બનાવો. યૂટ્યૂબ પર જલ્દી અને સરળ રીતે બનતી અનેક મીઠાઇો બનાવાના વીડિયો હોય છે તેમાંથી જોઇ ઘરે કોઇ મીઠાઇ બનાવો. તે જ રીતે ઘરે ફરસાણ પણ બનાવી શકો છો.

પેચ વર્ક
જૂની ચાદરો અને કપડામાંથી પેચ વર્ક દ્વારા ટેબલ ક્લોથની કે અન્ય વસ્તુઓ બનવો અને તેનો ડેકોરેશન તરીકે ઉપયોગ કરો. સાચા ફૂલોના બદલે આર્ટીફિસ્યલ ફૂલોની સજાવટ પણ કરી શકાય.












Click it and Unblock the Notifications
