For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Diwali 2020 : 13 નવેમ્બરથી શરૂ થશે 5 દિવસનો દીપોત્સવ, બની રહ્યા છે શુભ સંયોગ

આ વખતે તિથિઓમાં મિશ્રણના કારણે દિપોત્સવ ચાર દિવસનો હશે. જાણો વિગત.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ધનતેરસથી ભાઈબીજ સુધી પાંચ દિવસ દીપોત્સવ મનાવવામાં આવે છે. આમાં ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતુ વર્ષ અને ભાઈબીજ હોય છે. આ વખતે તિથિઓમાં મિશ્રણના કારણે દિપોત્સવ ચાર દિવસનો હશે જે 13 નવેમ્બરના રોજ ધનતેરસથી શરૂ થઈને 16 નવેમ્બરના રોજ ભાઈબીજ પર પૂર્ણ થશે.

ધનતેરસ પર યોગ

ધનતેરસ પર યોગ

13 નવેમ્બર શુક્રવારે ધનતેરસ પર ભગવાન ધનવંતરી સાથે લક્ષ્મી-કુબેરનુ પૂજન પણ થશે. આ દિવસે ત્રયોદશી તિથિ સાંજે 5.59 વાગ્યા સુધી રહેશે. જો કે ત્રયોદશી તિથિ માટે પણ પંચાંગોમાં મતભેદ છે. ઘણા પંચાંગમાં 12 નવેમ્બરના રોજ ધનતેરસ મનાવવાનુ યોગ્ય માનવામાં આવ્યુ છે કારણકે પ્રદોષકાળમાં ત્રયોદશી તિથિ 12મીએ રહેશે પરંતુ મોટાભાગનાનુ માનવુ છે કે ત્રયોદશી 13મીએ મનાવવી જોઈએ કારણકે આ દિવસે સૂર્યોદય વ્યાપિની તિથિ ત્રયોદશી રહેશે. જો કે ધનતેરસ 13 નવેમ્બરે જ મનાવવી શાસ્ત્ર સંમત રહેશે. આ દિવસે ચિત્રા નક્ષત્ર અને પ્રીતિ યોગ સાથે શુક્રવાર હોવાથી લક્ષ્મી પૂજન માટે સર્વશ્રેષ્ઠ દિવસ છે. સાંજે 5.59 વાગ્યાથી ચતુર્દશી તિથિ થવાથી ચતુર્દશીની દીપદાન આ દિવસે કરવામાં આવશે.

કાળી ચૌદસ-દિવાળી પર યોગ

કાળી ચૌદસ-દિવાળી પર યોગ

આ વખતે કાળી ચૌદસ અને દિવાળી 14 નવેમ્બર શનિવારે મનાવવામાં આવશે. આ દિવસે બપોરે 2.17 વાગ્યા સુધી ચતુર્દશી તિથિ રહેવાના કારણે કાળી ચૌદશનુ અભ્યંગ સ્નાન સવારે કરવામાં આવશે અને બપોર બાદથી અમાસ તિથિ હોવાના કારણે કારતક પૂજા, મહાલક્ષ્મી પુૂજા, દિવાળી પર્વ રાતે મનાવવામાં આવશે. 14 નવેમ્બરે બપોરે 2.17 વાગ્યા બાદથી 15 નવેમ્બરે સવારે 10.36 વાગ્યા સુધી અમાસ રહેશે. દિવાળી પૂજન રાત્રે કરવામાં આવતુ હોવાથી આ પૂજન 14 નવેમ્બરે રાતે થશે. આ દિવસે પ્રદોષકાળ સાંજે 5.39થી 8.16 વાગ્યા સુધી રહેશે. વળી, સર્વાર્થસિદ્ધિ યોગ સવારે 6.43 વાગ્યાથી રાતે 8.08 વાગ્યા સુધી રહેશે. સ્વાતિ નક્ષત્ર, આયુષ્માન અને સૌભાગ્ય યોગની સાક્ષી તથા શનિવારનો દિવસ હોવાના કારણે સ્થાયી લક્ષ્મીની પ્રાપ્તિ થશે.

બેસતુ વર્ષ-ગોવર્ધન પૂજા-અન્નકૂટ મહોત્સવ

બેસતુ વર્ષ-ગોવર્ધન પૂજા-અન્નકૂટ મહોત્સવ

ગિરિરાજ અને ગો-ધન પૂજનનો પ્રવ 15 નવેમ્બર રવિવારે મનાવવામાં આવશે. આ દિવસે પ્રતિપદા તિથિ સૂર્યોદય બાદ સવારે 10.36 વાગ્યાથી શરૂ થઈને 16 નવેમ્બર સવારે 7.05 વાગ્યા સુધી રહેશે. આની પરંપરા ભગવાન શ્રીકૃષ્ણએ શરૂ કરાવી હતી. આ દિવસે ગાયોને ધન માનીને તેમને સજાવવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે. ગ્રામીણ ઘરોમાં આ દિવસે પ્રતીકાત્મક રીતે ગોબરથી ગોવર્ધન પર્વત બનાવીને તેમની પૂજા કરવામાં આવે છે અને તેની પરિક્રમા કરવામાં આવે છે. આ દિવસે અન્નકૂટ મહોત્સવ પણ મનાવવામાં આવે છે.

ભાઈબીજ, યમ દ્વિતીયા, ચંદ્રદર્શન

ભાઈબીજ, યમ દ્વિતીયા, ચંદ્રદર્શન

દ્વિતીયા તિથિનો ક્ષય થવાના કારણે ભાઈબીજ, યમ દ્વિતીયા 16 નવેમ્બર સોમવારે મનાવવામાં આવશે. પાંચ દિવસીય દીપોત્સવ પર્વનુ સમાપન આ દિવસે થશે. આ દિવસે બહેનો પોતાના ભાઈઓને ભોજન કરાવીને તેમને તિલક કરે છે અને તેમના લાંબા આયુષ્યની કામના કરે છે. ભાઈ બહેનોને ભેટ આપે છે. આ દિવસે સવારે 7.05 વાગ્યાથી દ્વિતીયા તિથિ પ્રારંભ થશે જે મધ્ય રાત્રિમાં 3.56 વાગે સમાપ્ત થઈ જશે. આગલા દિવસે સૂર્યોદય પહેલા દ્વિતીયા તિથિ સમાપ્ત થઈ જવાથી આનો ક્ષય થઈ ગયો છે. આ દિવસે સર્વાર્થસિદ્ધિ યોગ સવારે 6.47 વાગ્યાથી બપોરે 2.37 વાગ્યા સુધી રહેશે. આ દિવસે શુક્ર તુલા રાશિમાં અને સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે.

Happy Diwali: દિવાળીના શુભેચ્છા મેસેજ, વૉટ્સએપ, ફેસબુક સ્ટેટસ અને તસવીરોHappy Diwali: દિવાળીના શુભેચ્છા મેસેજ, વૉટ્સએપ, ફેસબુક સ્ટેટસ અને તસવીરો

English summary
Diwali festival is celebrated 5 days. Check Diwali 2020 five-days puja calendar ( 13th to 16th November)
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X