ઓફિસમાં યુવતીઓને રોજ આ 7 ગંદી સ્થિતિમાંથી પસાર થવું પડે છે
[ઓફીસ લાઇફ] આજનો સમય સમાનતાનો સમય છે. છોકરા-છોકરીઓ પોતાના પગ પર ઊભા થવા માગે છે. છોકરો હોય કે છોકરી પોતાની જીવીકા માટે કોઇની પર નિર્ભર નથી રહેવા માંગતા, પરંતુ કામકાજી યુવતીઓ માટે ઓફીસ આવું-જવું સરળ નથી હોતું.
તેમણે મોટાભાગનો સમય પુરુષોની વચ્ચે ઘેરાયેલા રહીને વિતાવવો પડે છે. તેમના કમેંટ અને તેમની ગંદી નજરોથી પસાર થવું પડે છે. એવામાં અમે આપને તે 7 સમસ્યાઓ અંગે બતાવી રહ્યા છીએ જેનાથી કાર્ય કરતી મહિલાઓ-યુવતીઓ રોજ પોતાના ઓફિસમાં ગુજરે છે.

કેરેક્ટર પર સવાલ
જોકે ઓફિસમાં પુરુષોની સંખ્યા યુવતીઓ કરતા વધારે હોય છે. એવામાં જો કોઇ મહિલા કર્મચારી પોતાના બોસ સાથે સારી રીતે વાત કરે છે, તો એવું માનવામાં આવે છે કે તેનું કેરેક્ટર ઠીક નથી.

યુવકોની ગંદી નજર
ઓફિસમાં યુવતીઓને ઘણી વાર પોતાના કપડાના કારણે પણ સહકર્મીઓની કમેન્ટનો સામનો કરવો પડે છે. પુરુષોની નજરો તેમના કપડા પર ટકેલી હોય છે.

મોડી રાત સુધી રોકાવું યોગ્ય નથી
યુવતીઓ ઓફિસની મોડી રાત સુધી ચાલનારી પાર્ટીઓ અથવા આઉટિંગમાં જઇ શકતી નથી. તેમને સુરક્ષાનો ખતરો રહે છે.

ફિઝિકલ અપીયરન્સ
યુવતીઓને પોતાની ઓફિસમાં પોતાના ફિઝિકલ અપીયરેન્સને લઇને પણ ખાસ ધ્યાન રાખવાનું હોય છે. મોટાભાગની યુવતીઓને સુંદર દેખાવું જ સારુ લાગે છે, જે ઘણી વખત મુશ્કેલીનું કારણ પણ બની જાય છે.

જો યુવતી બોસ હોય તો
આપનો બોસ પુરુષ હોય અને આપને ગાળો આપે કે આડોડાઇથી વાત કરે તો આપને નવાઇ નથી લાગતી પરંતુ જો યુવતી બોસ હોય અને તેનું વલણ એવું હોય તો આપના આંખોમાં તે ખટકશે.

કેવી રીતે કરશો મેનેજ
મહિલાઓ નોકરી કરે છે પરંતુ જો ઘરમાં કોઇ મહેમાન આવી જાય અથવા કામ પડી જાય તો, ઓફિસથી રજા લેવાની જવાબદારી મહિલાઓ પર જ આવી જાય છે. એવામાં તેમને ઓફિસમાં આ બધાનો સામનો પણ કરવાનો રહે છે.

નાજુક યુવતીઓ
યુવતીઓને કોમળ અને નાજુક સમજવામાં આવે છે, એવામાં ઓફિસમાં કોઇ પણ મુશ્કેલ કામને યુવતીઓને નથી આપવામાં આવતું. એવામાં યુવતીઓની કાબેલિયતને સાબિત કરવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.












Click it and Unblock the Notifications
