For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વરદાહ, લેલા, કેટરિના...કોણ રાખે છે વાવાઝોડાના આવા નામ?

વરદાહ વાવઝોડાને કારણે જ્યાં એક બાજુ લોકો ચિંતામાં છે, ત્યારે બીજી બાજુ જ એક પ્રશ્ન એવો ઉઠે છે કે વાવાઝોડાને વરદાહ, લેલા, કેટરિના જેવા નામો આખરે કોણ આપે છે?

By Shachi
|
Google Oneindia Gujarati News

આજે ફરીથી એકવાર ચક્રવાતી વાવાઝોડાં વરદાહને કારણે જોષમાં પવન ફૂંકાઇ રહ્યો છે, તમિલનાડુમાં ભારે વરસાદ છે અને પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરી હોવા છતાં ચેન્નાઇ, કાંચીપુરમ, તિરુવલ્લુર અને વિલુપુરમ જિલ્લાઓમાંથી 7000 જેટલા લોકોને રાહત શિબિરોમાં ખસેડવાની ફરજ પડી છે.

અહીં વાંચો: વરદાહને કારણે ભારે નુકશાન, 2 ના મોત, 7000 લોકોનું સ્થળાંતર

આ ચક્રવાતી વાવાઝોડાના અવનવા નામો સાંભળીને ઘણાને પ્રશ્ન થતો હશે કે આવા નામો આવે છે ક્યાંથી? હુદહુદ, લેલા, કેટરિના, ફૈલિન અને હવે વરદાહ... આ નામો કોણ નક્કી કરે છે? આવો આજે વિસ્તારમાં જાણીએ..

cyclone

દર વર્ષે 100થી પણ વધુ વાવાઝોડા આવે છે
દર વર્ષે આખી દુનિયામાં 100થી પણ વધુ વાવાઝોડા આવે છે, જેમાંથી અમુકની તીવ્રતા ઓછી હોય છે તો અમુકની ખૂબ વધારે. વાવાઝોડાના નામની વાત કરીએ તો, વાવાઝોડું જો એટલાન્ટિક મહાસાગરમાંથી ઉઠ્યું હોય તો એને 'હરિકેન' અને ભારતીય મહાસાગરમાંથી ઉઠ્યું હોય તો એને 'સાઇક્લોન' કહે છે.

કોણ આપે છે વાવાઝોડાને નામ?
જે દેશમાં ચક્રવાત કે વાવાઝોડું જન્મ્યું હોય, એ દેશનો હવામાન વિભાગ વાવાઝોડાનું નામ નક્કી કરે છે. ઇ.સ.1945 સુધી વાવાઝોડાને નામ આપવાનો રિવાજ નહોતો, જેને લીધે હવામાન વિભાગને વાવાઝોડાના વિવિધ આંકડાઓના મૂલ્યાંકનમાં ભારે મૂંઝવણ થતી હતી; જો એક પણ આંકડો કે વર્ષ આમ-તેમ થાય તો બધી ગણતરી અવળી પડી જાય. આથી ઇ.સ.1945માં વિશ્વ હવામાન સંગઠને ચક્રવાતી વાવાઝોડાને નામ આપવાનો નિર્ણય લીધો અને ત્યારથી આ વિવિધ નામો અસ્તિત્વમાં આવ્યા.

પાકિસ્તાને આપ્યું નામ 'વરદાહ'

'વરદાહ' નામ પાકિસ્તાન દ્વારા આપવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે 'લાલ ગુલાબ'. સંધિ અનુસાર આ વખતે વાવાઝોડાને નામ આપવાનો વારો પાકિસ્તાનનો હતો. એ પહેલાં ઓમાનનો વારો હતો અને ત્યાંના હવામાન વિભાગે વાવાઝોડાને 'હુદહુદ' નામ આપ્યું હતું.

વાવાઝોડાને હંમેશા રસપ્રદ નામો જ અપાય છે
આવા ચક્રવાતી વાવાઝોડાને હંમેશા રસપ્રદ નામો આપવામાં આવે છે, જેથી તે લોકોને હંમેશા યાદ રહે. વાવાઝોડાના નામો અંગ્રેજી વર્ણમાલા પ્રમાણે હોતા નથી. વાવાઝોડાને હંમેશા ક્રેઝી અને રસપ્રદ નામ આપવામાં આવે છે.

English summary
Do You know who give names to cyclones and hurricane? Read in Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X