Doctor Hand Writing : ડોક્ટરો આટલા ખરાબ અક્ષરોમાં કેમ લખે છે? કારણ મોટાભાગના લોકો નથી જાણતા
તમે ઘણી વખત હોસ્પિટલ ગયા હશો અને ડોક્ટરે તમને પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યુ હશે. જો કે અમે દાવા સાથે કહી શકીએ છીએ કે આમાંથી તમને કંઈ સમજાયુ નહીં હોય.
જો કે આ પ્રશ્ન તમારો એકલાનો નથી. દુનિયાભરના ડોક્ટરો તેમનું પ્રિસ્ક્રિપ્શન એવી ભાષામાં લખે શકે કે મોટાભાગના દર્દીઓ સમજી શકતા નથી. આમ કરવા પાછળ ખાસ કારણ છે.

જો કોઈ વ્યક્તિને સમસ્યા હોય તો તે સૌથી પહેલા ડૉક્ટર પાસે જાય છે. વિવિધ ક્ષેત્રના નિષ્ણાત ડોકટરો આવા રોગની સારવાર કરી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે શા માટે ડોક્ટરો વારંવાર પ્રિસ્ક્રિપ્શન પર આવી હસ્તાક્ષરમાં દવાઓ લખે છે, જેને સામાન્ય માણસ ઝડપથી સમજી શકતા નથી.
ડૉક્ટરો જે પણ દવા લખે તેની એક તબીબી પરિભાષા હોય છે. આ તબીબી પરિભાષા તે રોગ સાથે સંબંધિત છે. ઘણા તબીબી શબ્દોની જોડણી એટલી લાંબી અને બોજારૂપ હોય છે તેને યાદ રાખી શકાતી નથી.
આ જ કારણ છે કે ડોક્ટરો એવી રીતે લખે છે કે તેનું નામ ખોટું હોય તો પણ તમે સમજી શકતા નથી. પરંતુ કોડના કારણે મેડિકલ સ્ટોરના માલિક આસાનીથી સમજી જાય છે.
આ સિવાય અન્ય એક કારણ ડૉક્ટરોએ દિવસભર ઘણા દર્દીઓને જોઈને તેમની દવાઓ લખવી પડે છે. આ જ કારણ છે કે ડોકટરો ઓછા સમયમાં દવાઓ લખે છે, જો તેઓ તેને પરીક્ષાની જેમ બરાબર લખવાનું શરૂ કરે તો તેમનો ઘણો સમય બગડે છે. સમયના અભાવે ડોકટરોની હેન્ડરાઈટીંગ બગડી જાય છે.
ડૉક્ટરો સતત એક પછી એક દર્દીને જુએ છે. જ્યારે ડોકટરો દર્દીઓને સતત ઘણા કલાકો સુધી દવાઓ લખે છે ત્યારે તેમના હાથના સ્નાયુઓ થાકી જાય છે. આ પણ એક કારણ છે કે ડોક્ટરોના અક્ષરો ખૂબ જ ખરાબ થઈ જાય છે. ડૉક્ટરો સતત લખે છે અને ઓછા સમય અને ઉતાવળને કારણે રાઈટિંગ બગડી જાય છે.












Click it and Unblock the Notifications
