For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી કાર્ડ વગર આ રીતે આપી શકો છો મત, જાણો ઘરે બેઠા ચૂંટણી કાર્ડ મેળવવાની રીત

એક ગામના સરપંચથી લઇને વડાપ્રધાન સુધી તમામ પદાધિકારીને ચૂંટવા માટે મતદાન કરવામાં આવે છે. આ આપણો હક અને ફરજ બન્ને છે. તમારે મતદાન કરવું હોય તો તમારી પાસે મતદાન કરવું જરૂરી છે.

|
Google Oneindia Gujarati News

એક ગામના સરપંચથી લઇને વડાપ્રધાન સુધી તમામ પદાધિકારીને ચૂંટવા માટે મતદાન કરવામાં આવે છે. આ આપણો હક અને ફરજ બન્ને છે. તમારે મતદાન કરવું હોય તો તમારી પાસે મતદાન કરવું જરૂરી છે. ઘણીવાર એવું બને છે કે, તમારે મતદાન કરવું હોય છે, પરંતુ તેમની પાસે ચૂંટણી કાર્ડ ન હોવાને કારણે તેઓ મતદાન કરી શકતા નથી. આવા સમયે તમે ચૂંટણી કાર્ડ વગર પણ મતદાન કરી શકો છો.

મતદાન માટે શું છે નિયમ?

મતદાન માટે શું છે નિયમ?

વાસ્તવમાં જો તમારી પાસે વોટર આઈડી કાર્ડ નથી, તો તમે નિયમો અનુસાર મતદાન કરી શકો છો, પરંતુ આ માટે તમારું નામ મતદારયાદીમાં હોવું જરૂરી છે. જો તમારું નામ મતદાર યાદીમાં છે, તો તમે તમારી સાથે અન્ય કોઈ સરકારી આઈડી કાર્ડ લઈને મતદાન કરી શકો છો.

આ દસ્તાવેજો રજૂ કરીને આપી શકો છો મત

આ દસ્તાવેજો રજૂ કરીને આપી શકો છો મત

  • આધાર કાર્ડ
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • બેંક પાસબુક
  • વીમા સ્માર્ટ કાર્ડ
  • મનરેગા જોબ કાર્ડ
  • પાસપોર્ટ
  • પાન કાર્ડ
મતદાર યાદીમાં નામ ન હોય તો શું કરવું?

મતદાર યાદીમાં નામ ન હોય તો શું કરવું?

જો તમારું વોટર આઈડી કાર્ડ જનરેટ થયું નથી અને તમારું નામ મતદાર યાદીમાં નથી, તો આવી સ્થિતિમાં તમે નિયમ હેઠળ મતદાન કરીશકતા નથી.

હવે સ્માર્ટફોનની મદદથી બનાવી શકાય છે Voter ID Card

હવે સ્માર્ટફોનની મદદથી બનાવી શકાય છે Voter ID Card

જો તમે ઈચ્છો છો કે, Voter ID Card બનાવીને તે સીધું તમારા ઘરે પહોંચે, તો આજે અમે તમને એક એવી રીત જણાવવા જઈરહ્યા છીએ, કે તમે તમારા સ્માર્ટફોનની મદદથી Voter ID Card બનાવી શકો છો. જો તમને આ વિશે કોઈ માહિતી નથી, તોઆજે અમે તેની પ્રક્રિયા વિશે જણાવી રહ્યા છીએ.

આ રીતે કરો ઓનલાઈન અરજી

આ રીતે કરો ઓનલાઈન અરજી

Election Commission ની વેબસાઈટ દ્વારા તમે તમારા ઘરે બેસીને થોડા સરળ સ્ટેપ્સ સાથે મતદાર ઓળખ કાર્ડ મેળવી શકો છો. જો તમે ઈચ્છો છો, તો તમને તે ફક્ત 10 દિવસમાં મળી જશે, તો ચાલો જાણીએ તેની પ્રક્રિયા શું છે?

આ સરળ સ્ટેપ્સ ફોલો કરો

આ સરળ સ્ટેપ્સ ફોલો કરો

  • સૌથી પહેલા તમે ચૂંટણી પંચની વેબસાઈટની ઓપન કરો
  • હોમપેજ પર નેશનલ વોટર સર્વિસ પોર્ટલ પર ક્લિક કરો
  • જે બાદ એપ્લાય ઓનલાઈન સેક્શનમાં નવા મતદારની નોંધણી પર ક્લિક કરો
  • અહીં ફોર્મ-6 ડાઉનલોડ કરો અને તેમાં માહિતી ભરો પછી સબમિટ પર ક્લિક કરો.
  • હવે તમારા ઈ-મેલ આઈડી પર એક લિંક આવશે.
  • આ લિંક દ્વારા તમે Voter ID Card એપ્લિકેશન સ્ટેટસ સરળતાથી ટ્રેક કરી શકશો
  • એક અઠવાડિયાની અંદર તમારું વોટર આઈડી તમારા ઘરે મોકલવામાં આવશે

English summary
Don't worry if you don't have an election card, you can vote this way
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X