અહીં દુલ્હનની જેમ સજાવીને થાય છે ગધેડાની પૂજા, જાણો કેમ?

ભારત વિવિધતાનો દેશ છે. ભારતમાં હજારો પરંપરાઓ વર્ષોથી ચાલી આવે છે. આવી જ એક પરંપરા રાજસ્થાનમાં પણ જોવા મળે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે ભારતના રાજસ્થાનમાં ગધેડાને દુલ્હનની જેમ સજાવીને તેની પુજા કરવામાં આવે છે. રાજસ્થાનના આ ભીલવાડાની આ પરંપરા એક અનોખી પરંપરા છે.

donkey worship

ભીલવાડાનું મંડલ એક એવું ગામ છે જ્યાં ગધેડાની પૂજા કરવામાં આવે છે. સૌથી પહેલા ગધેડાને શણગારવામાં આવે છે અને તેમને પ્રાર્થના કર્યા પછી દોડાવવામાં આવે છે. સૌથી મોટી ખાસિયત એ છે કે આ નગરના યુવાનો આજે પણ આ પરંપરાને જીવંત રાખી રહ્યા છે.

ગધેડાની પૂજા કરતા યુવાનો જણાવે છે કે અમારો પરિવાર લગભગ 60 થી 70 વર્ષથી આ પરંપરાને અનુસરે છે, જેમ જૂના સમયમાં ખેડૂત બળદની પૂજા કરતા હતા આપણો સમાજ જ્યારે માલસામાનની અવરજવર અને હેરફેરના કોઈ સાધન ન હતા ત્યારે ગધેડાથી જ હેરફેર કરતા હતા. ત્યારે આ પરંપરા શરૂ થઈ હોવાનું કહેવાય છે. પ્રજાપતિ સમુદાયે વર્ષોથી ગધેડાની પૂજા કરવાની પરંપરા સાચવી છે.

આ દિવસે સમાજ એક જગ્યાએ એકઠો થાય છે. ગધેડાની સંખ્યા ઘટી રહી છે. આમ છતાં કુંભાર સમુદાય આ પરંપરાને અનુસરી રહ્યો છે. ક્યારેક જ્યારે ગધેડાઓની અછત હોય છે ત્યારે તેમને આ પ્રસંગ માટે અન્ય જગ્યાએથી લાવવામાં આવે છે.

જૂના જમાનામાં તળાવમાંથી માટી લાવવા માટે ગધેડાનો ઉપયોગ થતો હતો પરંતુ બદલાતા સમય સાથે ત્યાં આધુનિક પદ્ધતિઓ આવી ગઈ, જેના કારણે આપણી આ પ્રાચીન પરંપરા પણ ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે.

હવે અહીંના યુવાનો આ પરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યાં છે. દર વર્ષે દિવાળીના બીજા દિવસે ગધેડાનું પૂજન કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X