પૃથ્વી પરના એકબીજાથી તદ્દન વિભિન્ન તાપમાન ધરાવતા સ્થળો
પૃથ્વી પોતાના પેટાળમાં અનેક બાબતો દબાવીને બેઠી છે. વિશ્વભરના વૈજ્ઞાનિકો અને શોધકર્તાઓ દિવસ રાત પૃથ્વીએ પોતાના પેટાળમાં અને પોતની ભૂમિમાં જે કંઇ રહસ્યો છૂપાવી રાખ્યા છે, તેને શોધવામાં મથેલા છે. આવું જ કંઇક પૃથ્વીની ભુગોળિય રચનાને લઇને પણ છે. પૃથ્વીના વિવિધ પ્રદેશોમાં એકબીજાથી તદ્દન અલગ કહી શકાય તેવું વાતાવરણ અને હવામાન આપણને જોવા અને અનુભવા મળે છે.
અત્યારસુધી આપણે વિવિધ પ્રદેશોના સંસ્કૃતિ અને રહેણી કહેણીને લઇને એવું વિચારતા હતા કે એ આપણાથી તદ્દન અલગ છે, પરંતુ હવામાન અને વાતાવરણની દ્રષ્ટિએ જોઇએ તો પણ આપણને જાણવા મળી જશે કે, આપણી આસપાસ કે પછી આપણે જ્યાં રહીએ છીએ ત્યાંથી હજારો અને લાખો કિમી દૂર આવેલા સ્થળનું વાતાવરણ આપણું આ શરીર સહન કરી શકે તેમ નથી. ત્યારે આ વખતે અહીં એવા જ કેટલાક સ્થળો અંગે માહિતી આપવામાં આવી છે કે જેમનું વાતાવરણ અને હવામાન એકબીજાથી ભિન્ન છે, તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કે એ ક્યા સ્થળો છે અને ક્યાં આવેલા છે.

ઓમ્યાકોન, રશિયા
જો તમે વિશ્વના સૌથી ઠંડા પ્રદેશમાં પોતાના જીવનની એક પલ વિતાવવા માંગતા હોવ તો, તમારા માટે આ સ્થળ એક દમ યોગ્ય છે. રશિયામાં આવેલા આ સ્થળને કોલ્ડેસ્ટ વિલેજ તરીકે ઓળખવામાં આવે છે. રશિયામાં આવેલા ઓમ્યાકોનમાં માંડ 400 જેટલા લોકો રહે છે. અહીં જાન્યુઆરી મહિનામાં -50 સેલ્સિયસ ડિગ્રી તાપમાન માપવામાં આવ્યું હતું. તેમજ સૌથી વધુ તાપમાન -71.2 સેલ્સિયસ નોંધાયું હતું.

માઉન્ટ એવરેસ્ટ
માઉન્ટ એવરેસ્ટ વિશ્વનો સૌથી ઉંચો પોઇન્ટ છે. જે દરિયાના લેવલથી 29,029 ફૂટ ઉપર છે. માઉન્ટ એવરેસ્ટ હિમાલયમાં મહાલાંગુર પાસે આવેલું છે. 1950થી અત્યારસુધીમાં 3 હજાર જેટલા પર્વતારોહકોએ માઉન્ટ એવરેસ્ટને સર કર્યો છે. જો કે, અહીં ક્લામ્બિંગ કરવું ખતરનાક માનવામાં આવે છે, તેની પાછળનું કારણ ત્યાંનું વાતાવરણ અને હવા છે.

એટકામા ડેઝર્ટ, ચિલે
નાસા દ્વારા એટકામા ડેઝર્ટની શોધ કરવામાં આવી હતી. અનેક પબ્લિકેશન આ વિસ્તારને પૃથ્વી પરનો સૌથી સુકો પ્રદેશ ગણાવે છે. આ એન્ડેસ માઉન્ટેઇન પાસે દક્ષિણ અમેરિકામાં 1000 કિમીમાં ફેલાયેલું છે.

ચોકો કોલોમ્બિયા
ચોકોના મોટાભાગને રેઇન ફોરેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. દરવર્ષે આ વિસ્તારમાં 11,770 સેમી વરસાદ પડે છે. જેના કારણે આ વિસ્તારે સૌથી વધુ વરસાદ પડતા વિસ્તાર તરીકે પણ સંબોધવામાં આવે છે.

એન્ડેસ, દક્ષિણ અમેરિકા
એન્ડેસને વિશ્વનો સૌથી લાંબા માઉન્ટેઇન રેન્જ તરીકે ઓળખવામાં આવે છે. આ માઉન્ટેઇને દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા, કોલમ્બિયા, એક્યુડોર, પેરુ, બોલિવિયા, ચિલે અને અર્જેન્ટિના કવર કર્યા છે.

સાલર દે યુવ્યુની
સાલર દે યુવ્યુની એ પોતોસિ અને ઓરુરો પાસે સાઉથવેસ્ટ બોલિવિયામાં આવેલું છે. તેને વિશ્વનો સૌથી મોટો સોલ્ટ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. જે 10,582 સ્ક્વેર કિમીમાં ફેલાયેલો છે. જે એન્ડેસની નજીક આવેલું છે. અહીં વિશ્વના 50થી70 ટકા મીઠું ઉત્પાદ કરવામાં આવે છે.

બોઉવેટ આઇલેન્ડ
બોઉવેટ આઇલેન્ડ સાઉથ એટ્લાન્ટિક દરિયા પાસે આવેલું છે. આ વિસ્તારને વિશ્વના મોસ્ટ રિમોટ આઇલેન્ડ તરીકેની ઉપાધી આપવામાં આવી છે. તે સાઉથ આફ્રિકાથી 1500 માઇલ્સ અને એન્ટાર્કટિકાથી 1000 માઇલ્સ દૂર આવેલું છે.

દાલોલ, એથિઓપિયા
દાલોલ એથિઓપિયામાં એરિત્રેઇએન બોર્ડરની એકદમ નજીક આવેલું છે. તેનું દરરોજનું તાપમાન 34.4 ડિગ્રી સેલ્સિયસ હોય છે અને વાર્ષિક તાપમાન 94 ડિગ્રી ફેરનહિટ હોય છે, જેના કારણે તેની વિશ્વના સૌથી હોટેસ્ટ પ્લેસ તરીકે ઓળખવામાં આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
