જાણો કેમ હાર્યા કેજરીવાલ અને તેમની પાર્ટી AAP?
બેંગ્લોર, 18 મે: ચૂંટણી શરૂ થતાં ઠીક પહેલાં આમ આદમી પાર્ટીનાન નેતા અરવિંદ કેજરીવાલે ભાજપ વિરૂદ્ધ ચૂંટણી પ્રચાર શરૂ કરી દિધો હતો. નિતિન ગડકરીથી માંડીને નરેન્દ્ર મોદી સુધીમાં તેમણે કોઇને પણ બેઇમાન કહેવાનું ટાળ્યું નહી. માત્ર પાંચ મહિના પહેલાં જે વ્યક્તિ અને પાર્ટીને દિલ્હીની જનતાએ આંખો પર બેસાડ્યા હતા તે આજે લોકોની નજર ઉતરી ગયા છે.
પોતાને ઇમાનદાર કહેતાં-કહેતાં ના થાકનાર અરવિંદ કેજરીવાલ આજે બનારસમાં નંબર 2ની સીટ પર ઉભા છે તો બીજી તરફ જે દિલ્હીના દમ પર તે ભારત જીતવા નિકળ્યા હતા તે દિલ્હીએ તેમની પાર્ટીને નમસ્તે બોલી દિધું.
પોતાની અને પોતાની પાર્ટીના ચૂંટણી પરિણામો પર વાત કરીતાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં લોકસભા ચૂંટણીના પરિણામ પાર્ટી માટે નિરાશાજનક છે, તેમણે કહ્યું કે ''અમારી પાસે ના તો પૈસા હતા ના તો સંસાધન. આ અમારી નહી જનતાની ચૂંટણી છે. અમે દેશને યોગ્ય મંચ આપ્યું છે. પરંતુ લોકતંત્રમાં જનતાનો નિર્ણય સર્વોચ્ચ હોય છે. એટલા માટે અમે અમારી હાર સ્વિકાર કરીએ છીએ.
પરંતુ શું અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટીનો સંઘર્ષ આમ જ ખતમ થઇ જશે અને અરવિંદ કેજરીવાલના તે વાયદા અને દાવા ખતમ થઇ જશે જેમના બળ પર તે સત્તામાં આવ્યા હતા.
આવો જાણીએ કેમ હાર્યા અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટી આપ?

દિલ્લીવાસીઓનો વિશ્વાસ ગુમાવ્યો
અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટી પર દિલ્હીના લોકોએ વિશ્વાસ કર્યો હતો પરંતુ જે કોંગ્રેસ પર તે ગરજતા હતા તેમની સાથે મળીને તેમને સરકાર બનાવી લીધી. જે લોકોને પસંદ આવ્યું નહી.

પોતાના વાયદાઓને પુરા ના કરવા
અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે તે જો મુખ્યમંત્રી બન્યા તો દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતને જેલ મોકલ્યા પરંતુ આવું થયું નહી.

સંગઠનમાં નબળાઇ
અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટી બંનેમાં સંગઠનની નબળાઇ જોવા મળી, તેમના જ પક્ષવાળાઓએ તેમના પર હિટલરનો આરોપ લગાવ્યો.

તથ્યહીન વાતો
અરવિંદ કેજરીવાલે પોતાની પુરી ચૂંટણી રેલી દરમિયાન ફક્ત ભાજપ પર આરોપ લગાવ્યા, તેમણે કહ્યું કે તેમની પાસે પુરાવા છે ભાજપવાળાની વિરૂદ્ધ પરંતુ તે કોર્ટમાં ન જતા પ્રેસ કોંફ્રરન્સ કરતા રહ્યાં અને પછી મીડિયા પર જ વેચાઇ જવાનો આરોપ લગાવી દિધો.

બનારસથી કેજરીવાલનું ચૂંટણી લડવું
અરવિંદ કેજરીવાલની હારની સૌથી મોટું કારણ બનારસથી તેમનું નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ચૂંટણી લડવાનું રહ્યું. સમીક્ષકોની નજરમાં આ તેમની તરફથી પોલિટિકલ સોસાઇડ છે.

ઉતાવળીયો નિર્ણય
લોકપાલ મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી પદને ત્યાગનાર અને વારંવાર પોતાના વક્તવ્યથી પલટી જવું તેમની હારના મોટા કારણોમાંથી એક છે.












Click it and Unblock the Notifications
