For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડેડલાઇન પૂરું કરવાનું પ્રેસર બોસ કરતા કર્મચારી પર વધુ રહે છે: સ્ટડી

કોર્પોરેટ વિશ્વમાં કામ કરવું અને રહેવાનું સરળ નથી. કલાકો સુધી સતત કામ કરવું અને સમય સીમામાં કામ પૂરું કરવું, તણાવના સ્તરને વધુ વધારે છે.

|
Google Oneindia Gujarati News

કોર્પોરેટ વિશ્વમાં કામ કરવું અને રહેવાનું સરળ નથી. કલાકો સુધી સતત કામ કરવું અને સમય સીમામાં કામ પૂરું કરવું, તણાવના સ્તરને વધુ વધારે છે. આ તણાવ સાથે તમારે તમારી કારકિર્દીમાં પણ આગળ વધવાનું હોય છે. જરનલ ઑફ જેરોનટોલોજીમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ, જુનિયર સ્તરનાં કર્મચારીઓ હંમેશાં મેનેજર કરતા વધુ સ્ટ્રેસમાં રહે છે.

શું છે સ્ટડી

શું છે સ્ટડી

યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટર, યુનિવર્સિટી કોલેજ લંડન અને એસેક્સ યુનિવર્સિટીના સંશોધકોએ સમગ્ર દિવસ દરમિયાન અલગ અલગ સમયે સ્ટાફના સેમ્પલ લઈને કોર્ટિસોલ સ્તરની તપાસ કરી. કોર્ટીસોલ એક એડ્રેનલ હોર્મોન છે જેનું સ્તર તણાવ લેવાથી વધે છે.

આ અભ્યાસ દરમિયાન સંશોધકોએ સહભાગીઓના લિંગ, ઉંમર, ઊંઘ લેવાના કલાકો અને સિગારેટ પીવાનુ ન પીવાનું પણ ધ્યાનમાં રાખ્યું હતું. સંશોધકોએ સહભાગીઓના કામ કરવાની રીત પર કંઈ ન કર્યું, પરંતુ તેમને સ્ટ્રેસ લેવલ અને કાર્ય વચ્ચે સંબંધ જોયો.

કોર્ટીસોલનું સ્તર

કોર્ટીસોલનું સ્તર

સામાન્ય રીતે સવારના સમયે કોર્ટિસોલનું સ્તર ઊંચુ હોય છે અને ખાસ કરીને રાત્રે ઊંઘ દરમિયાન તે ઓછું રહે છે. જો કે, સંશોધકોએ શોધી કાઢ્યું છે કે ઉચ્ચ સ્તરનાં કર્મચારીઓમાં કોર્ટીસોલનું લેવલ એટલું ન ઘટ્યું જેટલું નીચા સ્તરના કર્મચારીઓનું થયું. આ દર્શાવે છે કે નીચા સ્તરે વધુ તનાવ રહે છે.

સંશોધકોએ જણાવ્યું હતું કે નીચલા સ્તર પર કામ કરતા લોકોની સ્થિતિ ખુબ ખરાબ હોય છે. તેમને ઓછો પગાર મળે છે, સાથે કામ ઉપર ઓછું નિયંત્રણ હોવું, નાણાકીય રીતે ભાવિનું જોખમ હોય છે અને સહકર્મીઓ અને વરિષ્ઠ નાગરિકોની સહાય ન મળવી જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

રિટાયરમેન્ટ સુધી રહે છે સમસ્યા

રિટાયરમેન્ટ સુધી રહે છે સમસ્યા

આ ઉપરાંત રિટાયરમેન્ટ સુધી, કર્મચારીઓનું કોર્ટિસોલનું સ્તર વધેલું રહે છે અને હાઈ ગ્રેડ પર કામ કરતા કર્મચારીઓમાં તનાવનું સ્તર ઓછું હોય છે.

મુશ્કેલ છે સ્થિતિ

મુશ્કેલ છે સ્થિતિ

તેમાં કોઈ શંકા નથી કે કર્મચારીઓના કાર્ય પ્રદર્શન પર અને આરોગ્ય પર તણાવની નકારાત્મક અસર થાય છે. હવે કંપનીઓએ તેમના કર્મચારીઓ માટે સ્વસ્થ અને તણાવમુક્ત વાતાવરણ ઊભું કરવા પર કામ કરવું જોઈએ.

English summary
Employee gets more stress then boss to complete the deadlines
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X