ભારતના આ રાજ્યમાં આજે પણ એક મહિલા 5 પતિઓ સાથે લગ્ન કરે છે, જાણો ક્યાં જોવા મળે છે આ પરંપરા?
વિવિધતાથી ભરેલા ભારત દેશમાં આજે પણ હજારો પરંપરાઓ જોવા મળે છે. હજારો જનજાતિઓ તેમના સદીઓ જુના રિવાજો સાથે રહે છે.
આજે આપણે જે જનજાતિઓ વિશે વાત કરવા જઈ રહ્યાં છીએ તે પણ આમાંથી જ એક છે. આ જનજાતિના લોકો મહાભારત કાળની પરંપરા સાથે જીવે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે દેશમાં એક એવું રાજ્ય છે જ્યાં આજે પણ પાંચાલી પરંપરાનું પાલન કરવામાં આવે છે. અહીં એક મહિલા ઘણા પુરૂષો સાથે લગ્ન કરે છે.
મહાભારતમાં રાજકુમારી પાંચાલીએ પાંચ પાંડવો સાથે લગ્ન કર્યા હતા. આ પ્રથા ભારતમાં ઘણા આદિવાસી જૂથોમાં જોવા મળતી હતી, પરંતુ હાલમાં ભારતમાં માત્ર એક જ જગ્યા છે જ્યાં આજે પણ તેનું પાલન કરવામાં આવે છે. આ પ્રથા હાલ પણ હિમાચલ પ્રદેશના કિન્નોરમાં અસ્તિત્વમાં છે.
હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં પંચાલી વિવાહ અથવા બહુપત્નીત્વ પ્રચલિત છે. અહીંના કિન્નૌરી સમુદાયમાં પ્રચલિત પ્રથા છે. જેમાં એક મહિલા ઘરના તમામ ભાઈઓ સાથે લગ્ન કરે છે.
જણાવી દઈએ કે, કિન્નોખથી જ પંચાલી વિવાહની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે. તેની પાછળ ઘણી કહાનીઓ છે. લોકો માને છે કે આ પ્રથા પ્રાચીન સમયમાં મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે શરૂ થઈ હતી.
તે સમયે ખેતરોમાં કામ કરવા વધુ પુરુષોની જરૂર હતી, જ્યારે સ્ત્રીઓએ ઘર અને બાળકોની સંભાળ લેવી પડતી હતી. આ સ્થિતિમાં જો સ્ત્રીના વઘુ પતિ હોય તો કામ સરળ થઈ જાય. આથી આ પ્રથા શરૂ થઈ. ઘણા લોકો તેને મહાભારત સાથે પણ જોડે છે.












Click it and Unblock the Notifications
