આ જનજાતિના લોકો આજે પણ કપડા નથી પહેરતા, ઝેરી તીરથી વાંદરાનો શિકાર કરીને ખાય છે
વિવિધતાઓથી ભરેલી દુનિયામાં આજે પણ હજારો જનજાતિઓ તેમની સદીઓ જુની પરંપરાઓ સાથે જીવે છે. આવી જ એક જનજાતિ એમેઝોનના જંગલોમાં જોવા મળે છે.
આજે આપણે જે જનજાતિ વિશે વાત કરવાના છીએ તે દુનિયાની કેટલીક ઘાતક જનજાતિઓમાં સામેલ છે. આ જનજાતિ દક્ષિણ અમેરિકાના ઇક્વાડોરમાં રહે છે.
એમેઝોનના જંગલોથી ઘેરાયેલા આ વિસ્તારમાં આ જનજાતિ તેની સદીઓ જુની પરંપરાઓ સાથે રહે છે. હાલમાં જ આ જનજાતિને લઈને હાલમાં જ એક યુટ્યુબરે ખુલાસો કર્યો છે.

ડેવિડ હોફમેન નામના યુટ્યુબરે આ વિશ્વની સૌથી ખતરનાક જનજાતિ સાથે લોકોનો પરિચય કરાવ્યો છે. આ લોકો હત્યા કરવામાં જરા પણ અચકાતા નથી અને પ્રાણીઓની જેમ એકબીજાની પણ હત્યાઓ કરે છે. તે બહારના લોકોને પણ મારી નાખે છે. આ જનજાતિનું નામ છે વાઓરાની છે અને તે એમેઝોનના જંગલોમાં રહે છે.
વાઓરાની જનજાતિના લોકો કપડાં નથી પહેરતા. તે પ્રકૃતિ વિશે એટલું બધું જાણે છે કે તે છોડનો ઉપયોગ કરીને ઝેર અથવા દવાઓ પણ બનાવી શકે છે.
ડેવિડે જણાવ્યું કે, જ્યારે તે આ ટ્રિપ પર ગયો હતો ત્યારે તેની આંખોમાં ઈન્ફેક્શન થયું હતું તેથી તેણે આદિજાતિના એક ડૉક્ટરને તેની સારવાર માટે પૂછ્યું. એક મહિલાએ તેને તેની આંખોમાં સ્તનનુ દૂધ નાખવા કહ્યું, જેનાથી તે આશ્ચર્યચકિત થઈ ગયો.
વાઓરાની જનજાતિના લોકો કુરારે નામના છોડમાંથી ઝેર બનાવે છે. તે તેને તીર પર લગાવીને પ્રાણીઓનો શિકાર કરે છે. આ કારણે તે માણસને પણ લકવાગ્રસ્ત કરી શકે છે. આ ડાર્ટ જેવા તીરને બ્લો ગનથી છોડવામાં આવે છે જે લગભગ 5 ફૂટની હોય છે અને તેને 100 મીટરના અંતરથી ફાયર કરવામાં આવે છે.
ડેવિડ અનુસાર, આ જનજાતિના લોકો વાંદરા અને જંગલી ડુક્કર વગેરે પ્રાણીઓને ખાય છે. 1950 સુધી આ જનજાતિ સાથે કોઈ સંપર્ક નહોતો. પરંતુ હવે ધીમે ધીમે આ આદિજાતિ બહારની દુનિયા સાથે સંપર્કમાં આવી રહી છે. જો કે કેટલાક લોકો જંગલની અંદર રહે છે અને બહારની દુનિયા સાથે કોઈ સંપર્ક કરવા માંગતા નથી. આ લોકો ખૂબ જ ખતરનાક હોય છે.












Click it and Unblock the Notifications
