For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેસબુકની લત તમને બનાવી શકે છે ગજનીનો આમીરખાન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 24 સપ્ટેમ્બર: ફેસબુક પર તમારા કે તમારા ફ્રેંડની વૉલ પર કોઇ પોસ્ટ દેખતાં જ જો તમે લાઇક કરો છો, કોમેન્ટ કરો છે અને પછી કોઇ ચર્ચામાં પડો છો, માનો તમારી અંગત મેટર હોય, તો સમજી લેજો તમેપણ ગજની ફિલ્મના આમીરખાનના માર્ગે ચાલી રહ્યાં છો. જી હાં સાચું સમજ્યા તમે, જરૂરિયાતથી વધુ ફેસબુક એક્સેસ કરવાથી શોર્ટ ટર્મ મેમોરી લોસની બિમારી થઇ શકે છે.

સ્ટૉકહોમના કેટીએચ રોયલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના ઇરિક ફ્રાનસેનનું કહેવું છે કે આજના 'ઇન્ફોરમેશન ઓવરલોડ'ના જમનામાં ઓફ લાઇન રહેવું યોગ્ય છે કારણ કે જ્યારે તમે સોશિયલ મીડિયાના વ્યસની બની જાવ છો તો ઘણી ઘટનાઓ જોઇ શકો છો જે આપણા મન દિમાગમાં ઉંડી અસર છોડી શકે છે, જેથી આપણે દરેક વસ્તુને ઓછા સમયમાં ભુલવા લાગીએ છીએ.

ફ્રાનસેનનું કહેવું છે કે આપણા મગજનો તે ભાગ જેને 'વર્કિંગ મેમરી' નામથી ઓળખીએ છીએ, ઘટનાઓને ઓછા સમય માટે સંગહી શકે છે. વર્કિંગ મેમરીના કારણે જ આપણે વાતચીત દરમિયાન જરૂરી મુદ્દાઓ પર આપણું મંતવ્ય આપી શકીએ છીએ અને જ્યારે આપણે વધુ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ તો તેની ઇંફોર્મેશન આપણી સીમિત વર્કિંગ મેમોરીમાં જગ્યા બનાવી લે છે. આ મેમરી ત્રણથી ચાર વાતોને જ એક સમયે ધ્યાન રાખી શકે છે, પરંતુ સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરવાથી મગજનો આ ભાગ 'ઇંફોર્મેશન ઓવરલોડ'નો શિકાર બની જાય છે, જેનાથી આપણી યાદ રાખવાની ક્ષમતા નબળી પડવા લાગે છે.

પહેલાં સ્વિકાર કરો

પહેલાં સ્વિકાર કરો

કોઇપણ પ્રકારની સમસ્યાનું સારવાર પહેલાં એ માનવું જરૂરી છે કે તમે તેનો શિકાર બની શકો. કેટલાક લોકો માટે સોશિયલ મીડિયા દિવસની પ્રથમ સિગરેટની જેમ હોય છે જે તેમને કામ કરવા માટે માનસિક રીતે તૈયાર કરે છે.

પોતાના માટે ઇમાનદાર બનો

પોતાના માટે ઇમાનદાર બનો

સોશિયલ મીડિયાનું વ્યસન થતાં અડધી લાઇન થતાં પહેલાં જ આપણે એ વિચારવા લાગીએ છીએ કે કાલે આપણે કયો ફોટો અથવા વીડિયો અપલોડ કરવાનો છે. જ્યારે આપણે ફરવા જઇએ છીએ તો સોશિયલ મીડિયાને ધ્યાનમાં રાખીને ફોટા પાડીએ છીએ. ત્યારે જરૂરી છે કે તમે વર્તમાનમાં જીવો અને તેનો આનંદ ઉઠાવો અને તેનું ઇમાનદારીપૂર્વક પાલન કરો.

સોશિયલ મિડીયા પર લોગઇન થતાં પહેલાં

સોશિયલ મિડીયા પર લોગઇન થતાં પહેલાં

સોશિયલ મીડિયા પર લોગઇન થતાં પહેલાં એ નક્કી કરો કે તમે અહીં કેમ છો, જો ઓનલાઇન થવું જરૂરી છે તો પણ જાણો કે આના પર તમારી પ્રાથમિકતાઓ શું છે?

એ વિચારો કે છેલ્લી વખતે તમે શું કર્યું હતું

એ વિચારો કે છેલ્લી વખતે તમે શું કર્યું હતું

ઓનલાઇન થતાં પહેલાં તમે જાણો કે ગત વખતે જ્યારે તમે જ્યારે ઓનલાઇન થયા હતા ત્યારે તમે શું કર્યું હતું, ફક્ત પોતાનું એકાઉન્ટ ચેક કર્યું હતું, કે પછી ઓનલાઇન શોપિંગ કરી હતી.

સમય પર ધ્યાન આપો

સમય પર ધ્યાન આપો

સોશિયલ મીડિયા પર લોગઇન થતાં પહેલાં સમય નક્કી કરો કે તમે કેટલો સમય આના પર પસાર કરશો

નોટિકિફેશન ઇગ્નોર કરો

નોટિકિફેશન ઇગ્નોર કરો

સ્માર્ટફોન પર આવનાર નોટિફિકેશન ઓફ કરી દો, જેથી તમારે ઓનલાઇન થવા પર મજબૂર નહી થવું પડે.

English summary
A report has proved that excessive use of Facebook can cause short-term memory loss.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X