• search

Exclusive: 'ગનીમતનો માલ' વેચાશે તો બેંગ્લોર ચર્ચ સ્ટ્રીટથી પણ થશે મોટા બ્લાસ્ટ

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  બેંગ્લોર, 29 ડિસેમ્બર: 'ગનીમતનો માલ' આ નામ સાંભળતાં જ તમે ચોંકી ઉઠશો. તમે વિચારી રહ્યાં હશે કે આ કઇ ચકલીનું નામ છે અને તેનું બેંગ્લોર સ્ટ્રીટ બ્લાસ્ટ સાથે શું લેવાદેવા. તો અમે તમને જણાવી દઇએ કે ગનીમતનો માલ સ્ટૂડેંટ ઇસ્લામિક મૂવમેંટ ઑફ ઇન્ડિયા એટલે કે સિમીનું સહયોગી સંગઠન છે, જેને સિમી તાજેતરમાં જ લોંચ કર્યું હતું. એનઆઇએ અને ગુપ્તચર વિભાગના અધિકારીઓનું માનીએ તો તે સમયે સંગઠન પર પોલીસની નજર ત્રાંસી થઇ ગઇ. અને પોલીસ આ સંગઠન સાથે જોડાયેલા કનેક્શનને શોધવામાં લાગી ગઇ છે, કારણ કે જો ખરેખરમાં કોઇ કનેક્શન છે, અને ગનીમતનો માલની સારી માર્કેટિંગ થઇ ગઇ, તો આગળ જઇને ચર્ચ સ્ટ્રીટ સાથે પણ મોટા બ્લાસ્ટ થઇ શકે છે.

  bangalore-blast-29-12

  શું છે ગનીમતનો માલ
  સિમીએ તાજેતરમાં જ બે સંગઠનોની રચના કરી- ગનીમતનો માલ અને ઇલેક્ટ્રોનિક વૉરફેર ગ્રુપ. એનઆઇએના અધિકારીઓનું કહેવું છે કે પહેલાં સંગઠનની સંલિપ્તતા હોઇ શકે છે, જો કે એનઆઇએની એક ટીમ જલદી જ સિમીની મહારાષ્ટ્રની એકમના મુદસ્સર અને તારિકને પૂછપરછ કરશે. આ બંનેને ઓક્ટોબરમાં હૈદ્વાબાદથી ધરપકડ કરવામાં આવી હતી.

  ગનીમતના માલ સાથે જોડાયેલી મુખ્ય વાતો
  - ગનીમતનો માલનું મુખ્ય કામ સિમી માટે ધન એકઠું કરવાનું છે
  - તો બીજી તરફ ઇલેક્ટ્રોનિક વૉરફેર ગ્રુપનું કામ ઓનલાઇન રિક્રૂમેંટ કરવાનું છે.
  - ગનીમતનો માલનું કામ સિમીને આર્થિક મજબૂતી પુરૂ પાડવાનું છે.
  - ધન એકઠું કરવા માટે લૂંટ કરવી, બેંક લૂંટવી, એક્સટોરશન, વગેરે કરે છે આ.
  - ઇલેક્ટ્રોનિક વૉરફેરનું કામ સોશિયલ મીડિયાના માધ્યમથી દેશના યુવાનો સુધી પહોંચવા અને પછી તેમને પોતાની સાથે જોડવાનું કામ છે.
  - મધ્ય પ્રદેશના દેવાસ અને ઇટારસીમાં પણ આ સંગઠને ઘણી જગ્યાએ લૂંટફાટ અને રોબરીને અંજામ આપ્યું.

  ડૉક્ટર ફૈજલ છે સિમીના ડૉક્ટર ડૈંગ
  જૂની ફિલ્મોના વિલન ડૉક્ટર ડૈંગ તમને સારી પેઠે યાદ હશે. જે હંમેશા પડદા પાછળ રહીને કામ કરતા હતા. તેના આધાર પર સિમીના ડૉક્ટર ફૈજલ છે, જેને ગનીમતનો માલ લોંચ કરવાનો પ્રસ્તાવ રાખ્યો. ડૉક્ટર ફૈજલે ઘણી અન્ય એકમોને લોંચ કરવાનો પણ પ્રસ્તાવ રાખ્યો, જેના અલગ-અલગ કામ હોઇ શકે છે.

  ગુપ્તચર વિભાગના અધિકારીઓનું કહેવું છે કે ડૉક્ટર ફૈજલે ઇલેક્ટ્રોનિક વૉરફેરને એટલા માટે લોંચ કર્યું, જેથી સોશિયલ મીડિયાના માધ્યમથી ઇન્ટરનેટ પર સિમીની ઓળખ બનાવામાં આવે અને ઝડપથી નિમણૂંક થઇ શકે. એટલું જ નહી આ સંગઠનનું કામ ઇન્ટરનેટના માધ્યમથી વિદેશમાંથી ધન એકઠું કરવાનું પણ છે.

  તમે રહો એલર્ટ
  ગનીમતનો માલથી તમારે પણ એલર્ટ રહેવાની જરૂરિયાત છે. આ તમારા ઘરના યુવાનોને પણ જાળમાં ફસાવી શકે છે. આઇબીના તાજા રિપોર્ટ અનુસાર મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, બિહાર અને પશ્વિમ બંગાળમાં ગનીમતનો માલ ચોરી, લૂંટ વગેરે ઘટનાઓને અંજામ આપી શકે છે.

  English summary
  The Students Islamic Movement of India had very recently launched two wings within the outfit known as the Electronic Warfare Group and the Ganimat ka Maal.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more