વધુ પડતી કસરત કરવાથી મગજને થઈ શકે છે નુકશાનઃ અભ્યાસ

આજકાલ મોટાભાગના લોકોના જીવનમાં કસરત બહુ મહત્વની થઈ ગઈ છે. પરંતુ શું તમે જાણો છો કે વધુ શારીરિક વ્યાયમથી આરોગ્ય પર ખરાબ અસર પડે છે.

આજકાલ મોટાભાગના લોકોના જીવનમાં કસરત બહુ મહત્વની થઈ ગઈ છે. પરંતુ શું તમે જાણો છો કે વધુ શારીરિક વ્યાયમથી આરોગ્ય પર ખરાબ અસર પડે છે. હાલમાં જ થયેલા એક અભ્યાસ અનુસાર વધુ શારીરિક ગતિવિધિઓ કરવી નુકશાનકારક થઈ શકે છે અને મુખ્ય રીતે આનો સંબંધ થાક અને ખરાબ પર્ફોર્મન્સથી છે.

બૌદ્ધિક ક્ષમતાને નુકશાન

બૌદ્ધિક ક્ષમતાને નુકશાન

કરન્ટ બાયોલૉજીના જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર વધુ શારીરિક વ્યાયામ કરવા જેવા કે ફિઝીકલ ટ્રેનિંગ કે સ્ટ્રેન્થ ટ્રેનિંગથી મસ્તિષ્કની ક્ષમતા ખાસ કરીને બૌદ્ધિક ક્ષમતાને નુકશાન પહોંચી શકે છે. અભ્યાસના નિષ્કર્ષો અનુસાર ફ્રાંસની ઈંસર્મ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટના મૈથિઅસ પેસિગ્નિઓન અને તેમની ટીમે કહ્યુ કે તેમણે ટૉપ એથલીટ્સમાં થતા ઓવરટ્રેનિંગ સિંડ્રોમના કારણો જાણવામાં ઘણો રસ હતો. આમાં એથલીટ્સ ખરાબ કે ઓછુ પ્રદર્શન કરે છે અને બહુ જલ્દી થાકી જાય છે. આ સિંડ્રોમથી ગ્રસ્ત વ્યક્તિને પોતાના પર્ફોર્મન્સમાં સુધાર માટે ઘણા પ્રકારની પ્રોડક્ટનો ઉપયોગ કરવાનુ મન કરે છે. શોધકર્તાએ કહ્યુ કે ઓવરટ્રેનિંગ પ્રયાસોના કારણે થાક અને માનસિક રીતે અસ્વસ્થ અનુભવાય છે.

કેવી રીતે કરવામાં આવ્યો અભ્યાસ

કેવી રીતે કરવામાં આવ્યો અભ્યાસ

અભ્યાસ માટે ટીમે 37 ટ્રિએથલીટ્સ સાથે નવ સપ્તાહ વીતાવ્યા જેમને બે સમૂહમાં વહેંચવામાં આવ્યા હતા. પહેલા ગ્રુપને હાઈ લેવલ ટ્રેનિંગ અને બીજા ગ્રુપને એક્સપેરિમેન્ટના છેલ્લા ત્રણ સપ્તાહ સુધી એકસ્ટ્રા ટ્રેનિંગ કરવા માટે કહેવામાં આવ્યુ જેમાં 40 ટકા સરેરાશ સેશન શામેલ હતા. આનાથી શોધકર્તાઓને બહુ વધુ ફિઝિકલ ટ્રેનિંગ અને મગજને વધુ કામ કરવા દરમિયાન ખબર પડી.

નિર્ણય લેવાની કાર્યક્ષમતામાં ઘટાડો

નિર્ણય લેવાની કાર્યક્ષમતામાં ઘટાડો

આનાથી માલુમ પડે છે કે વધુ પડતી ફિઝિકલ ટ્રેનિંગનો સંબંધ મસ્તિષ્ક અને નિર્ણય લેવાની કાર્યક્ષમતા ઘટવાથી છે. ટૉપ એથલીટ બાબતે આના પરિણામને તમે એ રીતે જોઈ શકો છો કે કોઈ એથલીટનુ રેસમાં વચમાં જ ધ્યાન ભટકી ગયુ હોય કે સ્પર્ધાની વચ્ચે અચાનક પ્રદર્શન ખરાબ થવા લાગ્યુ હોય. આનુ કારણ થાક હોઈ શકે છે. શોધકર્તાઓનુ માનવુ છે કે થાક અને બૌદ્ધિક ક્ષમતામાં ઘટાડાના કારણે પહેલા તબક્કામાં બર્નઆઉટ સિંડ્રોમ થઈ શકે છે કે જે ઘણા લોકોને પ્રભાવિત કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X