For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

OMG: ફેસબૂકે માર્ક ઝુકેરબર્ગને મૃત જાહેર કર્યા!

ફેસબૂકની આ ખામી તમારે માટે મોટી મુસીબત ઊભી કરી શકે છે. સોશિયલ મીડિયા સાઇટ ફેસબૂકમાં તમારી વોલ પર જો તમને કંઇ વિચિત્ર પોસ્ટ કરેલું દેખાય તો થઇ જજો સાવધાન!

By Shachi
|
Google Oneindia Gujarati News

ઘણીવાર ફેસબૂકની આપણી જૂની પોસ્ટ વાંચીને આપણે જાતે જ અચરજ પામી જઇએ કે આ પોસ્ટ આપણે ક્યારે અને કેમ કરી હતી? ઘણાવાર આ વાતને હસી પણ કાઢીએ. પરંતુ હવે ફેસબૂક યુઝર્સ આ અંગે સાવધન રહે એ જરૂરી છે.

ફેસબૂક અંગેની આ જાણકારી ખરેખર તમને ટેન્શનમાં મૂકી દે અવું બને. હાલના દિવસોમાં આ સોશિયલ મીડિયા સાઇટ પર ઘણી ગડબડ થવાના સમાચાર આવ્યા છે. એવી વાત સામે આવી રહી છે, ફેસબૂક ઘણીવાર તમારી અનુમતિ વગર જ તમારી જૂની પોસ્ટ ફરીથી પોસ્ટ કરી દે છે. તો વળી ક્યારેક તે પોતાના કોઇ યૂઝરને અચાનક જ મૃત જાહેર કરી દે છે!

ફેસબૂકે માર્ક ઝુકેરબર્ગને મૃત જાહેર કર્યા!

ફેસબૂકે માર્ક ઝુકેરબર્ગને મૃત જાહેર કર્યા!

ફેસબૂકની મોટી ખામી એ બહાર આવી છે કે તે અચાનક જ પોતાના યૂઝરને મૃત જાહેર કરી દે છે, હાલમાં જ તેણે માર્ક ઝુકેરબર્ગને મૃત જાહેર કર્યા હતા! ઉપલબ્ધ જાણકારી અનુસાર ફેસબૂકે હાલમાં જ 2 લાખ લોકોને મૃત ઘોષિત કર્યા હતા, જેમાં ફેસબૂકના સીઇઓ માર્ક ઝુકેરબર્ગનો પણ સમાવેશ થાય છે. જે લોકોને ફેસબૂકે મૃત જાહેર કર્યા હતા, તેમના ફ્રેન્ડસ અને રિલેટિવ્સે તેમને ફેસબૂક પર અને ફોન દ્વારા અનેક સંદેશા પણ પાઠવી દીધા.

ફેસબૂકને હવે યૂઝરની અનુમતિની જરૂર નથી

ફેસબૂકને હવે યૂઝરની અનુમતિની જરૂર નથી

તમને ખબર જ હશે કે છેલ્લા ઘણા સમયથી ફેસબૂક પર યુઝર્સની વિવિધ યાદગીરી અને યાદગાર ફોટોઝ શેર કરવાના ફિચર 'ઓન ધિસ ડે' અને 'યર વ્યૂ' ઘણા ફેમસ થયા છે. પરંતુ આ બધું તમારી વોલ પર ત્યારે જ દેખાય છે, જ્યારે તમે પરમિશન આપો.
પરંતુ હાલ ફેસબૂકમાં ખામી આવી હોવાથી, તે યૂઝરની પરમિશન વગર જ કોઇ પણ સ્ટેટસ, પોસ્ટ તમારી વોલ પર નાંખી દે છે. ઘણા યૂઝર્સે આ ખામીની સૂચના આપવા માટે ટ્વીટરનો ઉપયોગ કર્યો છે.

ફેસબૂક એકાઉન્ટ કર્યું ડિએક્ટિવેટ

ફેસબૂકની આ ખામીથી કંટાળીને ઘણાએ પોતાનું એકાઉન્ટ જ ડિએક્ટિવેટ કરી નાંખ્યુ છે. એક ફેસબૂક યુઝર સારાએ ટ્વીટર પર લખ્યું છે કે, મેં ફેસબૂક એકાઉન્ટ જ ટિએક્ટિવેટ કરી નાંખ્યુ છે, કારણ કે તેણે મારી અનુમતિ વિના જ મારી 30 જેટલી જૂની પોસ્ટ ટાઇમલાઇન પર રિપોસ્ટ કરી છે. હવે જ્યાં સુધી ફેસબૂકની આ ખામી દૂર નહીં થાય ત્યાં સુધી હું ફેસબૂકથી દૂર રહીશ.

એપ અપડેટ કરતાં જ જોવા મળી જૂની પોસ્ટ્સ

એપ અપડેટ કરતાં જ જોવા મળી જૂની પોસ્ટ્સ

અન્ય એક ફેસબૂક યુઝર માઇકે ટ્વીટ કર્યું છે કે, ગઇકાલે રાતે મેં ફોનમાં iOS એપ અપડેટ કર્યા બાદ ફેસબૂકે મારી ડઝન જેટલી જૂની પોસ્ટ ટાઇમલાઇન પર રિપોસ્ટ કરી છે, જાણે એ બધી નવી જ પોસ્ટ ના હોય!

એક ફેસબૂક પ્રવક્તાએ લોકોને આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે, ફેસબૂક પર આવેલી આ બંન્ને ખામી અંગે તેમને જાણકારી છે અને તેની તપાસ પણ કરાઇ રહી છે.

English summary
Latest problem in facebook. Facebook declares Mark Zuckerberg and other 2 million as dead.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X