ઘરના વડીલે આ વાતોનુ ધ્યાન ન રાખ્યુ તો વિખેરાઈ જશે પરિવાર, બરબાદી દેશે દસ્તક
આચાર્ય ચાણક્યએ સુખી અને સમૃદ્ધ પરિવાર માટે ઘરના વડાની કેટલીક જવાબદારીઓ જણાવી છે જેનુ તેણે હંમેશા ધ્યાન રાખવુ જોઈએ.
નવી દિલ્લીઃ આચાર્ય ચાણક્યએ કૂટનીતિ, રાજનીતિ, અર્થશાસ્ત્ર ઉપરાંત વ્યવહારિક જીવન સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ વાતો પણ કહી છે. જો ચાણક્ય નીતિની આ વાતોનુ પાલન કરવામાં આવે તો જીવન સુખ-સમૃદ્ધિથી ભરેલુ રહે છે. એક નાની ભૂલ પણ આખા પરિવારને બરબાદ કરી દે છે. આચાર્ય ચાણક્યએ સુખી અને સમૃદ્ધ પરિવાર માટે ઘરના વડાની કેટલીક જવાબદારીઓ જણાવી છે જેનુ તેણે હંમેશા ધ્યાન રાખવુ જોઈએ. ઘરના વડા હોવાને કારણે, પરિવારના સુખ, સન્માન અને સમૃદ્ધિ જાળવવાની તેના પર મોટી જવાબદારી હોય છે.

ઘરના વડીલે આ બાબતોનુ ધ્યાન રાખવુ
- આચાર્ય ચાણક્ય કહે છે કે દરેક પરિવારના વડીલોનો ઘરના તમામ સભ્યો સાથે સારો સંપર્ક હોવો જોઈએ. આ માટે જરૂરી છે કે વડીલ પોતાના પરિવારને સમય આપે. બધા લોકો સાથે વાતચીત કરે જેથી તે તેમની સમસ્યાઓ વિશે જાણી શકે. સાથે જ દરેકની વચ્ચે પ્રેમ રહેવો જોઈએ.
- પરિવારની સુખ-સુવિધાઓનુ ધ્યાન રાખવુ એ પણ ઘરના વડાની જવાબદારી છે. પરંતુ આ બાબતમાં બિનજરૂરી ખર્ચ ન થાય તે પણ જોવાનુ રહેશે નહિતર આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડશે અને પરિવાર મુશ્કેલીમાં મુકાઈ શકે છે. હંમેશા ઘરનુ બજેટ બનાવો અને આખા પરિવારે તે મુજબ પૈસા ખર્ચવા જોઈએ. તેમજ ભવિષ્ય માટે થોડી બચત પણ કરવી જોઈએ.
- પરિવારની સુખ-શાંતિ અને સારી છબી માટે ભાઈ-બહેન સાથે સારા સંબંધો હોવા જરૂરી છે. ઘરના વડાએ હંમેશા પોતાના ભાઈ-બહેનો સાથે સારા સંબંધો જાળવવા જોઈએ નહિતર પરિવાર પર તેની ખરાબ અસર પડે છે અને તેમની વચ્ચે અલગ થવાની શક્યતા રહે છે.












Click it and Unblock the Notifications
