For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એવી મોટી હસ્તીઓ જેમણે નથી મેળવી સ્નાતકની પદવી!

By Gajendra
|
Google Oneindia Gujarati News

હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે તેમના મંત્રી મંડળે પણ શપથ ગ્રહણ કર્યા. મોદીના 44 મંત્રીઓમાં અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી સ્મૃતિ ઇરાનીનો પણ સમાવેશ થાય છે. મોદીના કેબિનેટમાં સ્મૃતિ ઇરાનીને હ્યુમન રિસોર્સિસ ડેવલોપમેન્ટ મંત્રાલય સોંપવામાં આવ્યું. આને લઇને એક મોટો રાજકીય વિવાદ ઉભો થયો.

કોંગ્રેસના કેટલાંક નેતાઓએ આનો સખત વિરોધ નોંધાવતા જણાવ્યું કે જે પોતે માત્ર 12મું ધોરણ પાસ હોય તેને આવી મહત્વની જવાબદારી સોંપાતી હશે. જાણીતી લેખિકા કિશ્વરે તો આને લઇને આક્રમક વલણ અપનાવ્યું અને સ્મૃતિ ઇરાનીને અપશબ્દો પણ કહી નાખ્યા.

નાછૂટકે સ્મૃતિ ઇરાનીએ આજે પોતાની ચુપ્પી તોડીતા પોતાના વિરોધીઓને જણાવ્યું કે મારી ક્ષમતાને મારા કામથી મૂલવામાં આવે નહીં કે મારા સર્ટીફીકેટ્સથી. જોકે સ્મૃતિની આ વાતમાં દમ તો છે. કારણ કે સો ટકાની વાત છે કે જે વ્યક્તિ પાસે પ્રમાણપત્રો કે ડિગ્રી ના હોય તેને ક્યારેય ઓછી આંકવી જોઇએ નહી. ઇતિહાસમાં એવી ઘણી વ્યક્તિઓ થઇ ગઇ છે જેઓ ભણવામાં નબળી હોય અથવા ભલે તેમની પાસે કોઇ મોટી પદવી કે શિક્ષણની ડિગ્રી ના હોય પરંતુ તેમણે કોઇને કોઇ ક્ષેત્રે પોતાનું ઉમદા પ્રદાન કરીને ઇતિહાસમાં પોતાનું નામ અંકિત કર્યું છે.

એવી ઘણી હસ્તીઓ છે જેમણે ક્યારે ડિગ્રીઓની પરવા કર્યા વગર માત્ર પોતાના રસના વિષયમાં કે લક્ષ્ય પાછળ વળગ્યા રહ્યા છે અને આખરે તેમણે પોતાની મંજીલ પણ પામી લીધી છે.

આવો એવી કેટલી હસ્તીઓ પર નજર કરીએ જે સ્નાતક નથી છતાં મહાન છે પોતાના કાર્યોથી...

લતા મંગેશકર

લતા મંગેશકર

લતા મંગેશકરને સૂર સામ્રાજ્ઞી કહેવામાં આવે છે, ભારતીય સંગીતમાં તેમનું આગવુ પ્રદાન છે. જે બદલ તેમને દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન ઉપરાંત પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, તેમજ દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનવામાં આવ્યા છે. પરંતુ લતા દીદીએ સ્નાતકની પદવી મેળવી નથી.

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને કોણ નથી ઓળખતું. ક્રિકેટની દુનિયાના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકરે ખૂબ જ નાની ઉંમરમાં જ ક્રિકેટને સમર્પિત થઇ ગયા હતા જેથી તેઓ ધોરણ 10થી આગળ ભણી શક્યા નહીં. પરંતુ ક્રિકેટ જગતના મોટા મોટા રેકોર્ડ અને સન્માનો તેમના નામે છે. હમણા તેંડુલકરને ભારત રત્નથી પણ નવાજવામાં આવ્યા છે.

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોની

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની પણ સ્નાતક નથી. પરંતુ તેમણે ભારતને વનડે વર્લ્ડકપ, ટ્વેન્ટી-ટ્વેન્ટી વર્લ્ડકપ અપાવ્યા છે.

ધીરુભાઇ અંબાણી

ધીરુભાઇ અંબાણી

રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝના સંસ્થાપક ધીરુભાઇ અંબાણીએ એક સામાન્ય ગુજરાતી વ્યાપારી તરીકે પોતાના બિઝનેઝ શરૂ આત કરી હતી. તેઓ પણ સ્નાતક ન્હોતા, પરંતુ તેમના દ્વારા મૂકવામાં આવેલી ઇંટ આજે દેશ દૂનિયામાં એમ્પાયર બનીને ઊભી છે.

બીલ ગેટ્સ

બીલ ગેટ્સ

માઇક્રોસોફ્ટના સંસ્થાપક અને દુનિયાના સૌથી શ્રીમંત બીલ ગેટ્સે પણ કોલેજ પૂરી કરી નથી, તેમની પાસે પણ સ્નાતકની પદવી નથી.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય આર્ય વિદ્યામંદિરમાંથી સ્કૂલ પૂર્ણ કર્યા બાદ જયહિન્દ કૉલેજમા એક વર્ષ માટે ગયા હતાં. ત્યાંથી તેમણે કોર્સ બદલી રાહેજા કૉલેજ આર્કિટેક્ટમાં એડમિશન લીધુ, પણ પછી મૉડેલિંગ માટે અભ્યાસ પડતો મુક્યો.

આમિર ખાન

આમિર ખાન

આમિર ખાન માત્ર 12મુ પાસ છે અને સ્કૂલમાં પણ તેમને રમત ગમત અને નાટકોમાં અભ્યાસ કરતા વધુ રસ હતો.

કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂરે છઠા ધોરણ પછી અભ્યાસ કર્યો નથી.

English summary
Famous people who didn't graduate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X