For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ વર્ષે ઈકો-ફ્રેન્ડલી દિવાળી મનાવવા માગો છો? તો આ ટિપ્સ ફૉલો કરો

આ વર્ષે ઈકો-ફ્રેન્ડલી દિવાળી મનાવવા માગો છો? તો આ ટિપ્સ ફૉલો કરો

|
Google Oneindia Gujarati News

દિવાળીમાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. જેને મનાવવા માટે બાળકોથી લઈ વૃદ્ધો સુધી બધા ઉત્સુક છે. પરંતુ બદલતા હવામાન અને વધતા પ્રદૂષણને કારણે કેટલાક લોકોના મનમાં સ્વાસ્થ્યને લઈને પણ ડર બનેલો છે. એવામાં સૌકોઈ માટે જરૂરી છે કે તે આ વર્ષે ઈકો-ફ્રેન્ડલી દિવાળી મનાવે. આનાથી માત્ર તેમને જ નહિ બલકે આખા સમાજને પણ ફાયદો થશે.

પરંતુ જ્યારે ઈકો ફ્રેન્ડલી દિવાળી મનાવવાની વાત આવે છે તો, કેટલાક લોકો કહે છે કે તેમને ખબર નથી કે પ્રદૂષણ ફેલાવ્યા વિના ઈકો-ફ્રેન્ડલી દિવાળી કઈ રીતે મનાવી શકાય. પરંતુ એવી કેટલીય ટિપ્સ છે જેનો ઉપયોગ કરી તમે પણ આ દિવાળી પર પર્યાવરણ માટે એક ઉદાહરણ પૂરું પાડી શકો છો. ચાલો જાણીએ તે આસાન ટિપ્સ.

પ્લાસ્ટિક કહો ના

પ્લાસ્ટિક કહો ના

પ્લાસ્ટિકના દુષ્પરિણામ જાણવા છતાં પણ ન માત્ર દુકાનદાર બલકે ખરીદદાર પણ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરી રહ્યા છે. પ્લાસ્ટિકના ઘણા નુકાનકારક પાસાં છે, જેમ કે માટીના ઉપજાઉપણાને નુકસાન પહોંચે છે અને સહેલાઈથી નષ્ટ પણ નથી થતું. પર્યાવરણ માટે લોકો કપડાંની બેગનો ઉપયોગ કરી શકો છે.

ગિફ્ટ રેપર નુકસાનકારક

ગિફ્ટ રેપર નુકસાનકારક

ગિફ્ટ રેપર પણ ઈકો-ફ્રેન્ડલી દિવાળીના રસ્તાનો રોડો બની શકે છે. પ્લાસ્ટિકના ગિફ્ટ રેપરની જગ્યાએ ગ્રીન ફેબ્રિક અથવા અખબારથી બનેલાં પેપરનો ઉપયોગ પણ કરી શકો છો. અથવા તો તમારી સહજતા હિસાબે ગિફ્ટ રેપર ડિઝાઈન કરી શકો છો.

એલઈડી લાઈટનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ

એલઈડી લાઈટનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ

એલઈડી લાઈટનો ઉપયોગ પણ ઈકો-ફ્રેન્ડલી દિવાળી મનાવવાની દિશામાં એક સારું પગલું હશે. આનાથી વધુ પડતી વિજળીની ખપતથી બચી શકાય ચે. આ દિવાળી તમે એલઈડી સ્ટ્રિપ ખરીદી શકો છો, જે પર્યાવરણને અનુકૂળ છે. જેને બનાવવામાં ગેલિયમ ફોસ્ફાઈડનો ઉપયોગ થાય છે. આનો ઉપયોગ કરવાથી ઓછી ઉર્જાનો વપરાશ કરવા છતાં વધુ પ્રકાશ મળે છે.

ફટાકડાને કહો બાય બાય

ફટાકડાને કહો બાય બાય

ફટાકડાઓથી દૂરી બનાવવી પણ એક સારો ફેસલો હશે કેમ કે આનાથી વાયુમાં પ્રદૂષણની માત્રા વધે છે. ફટાકડાનો ઝેરીલો ધૂમાડો સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. દિવાળી પર ફટાકડા વિના સુરક્ષિત રીતે પ્રકાશનો આ તહેવાર મનાવવા માટે બીજા લોકોને પણ જાગરુક કરી શકો છો.

ખોરાકનો બગાડ ન કરો

ખોરાકનો બગાડ ન કરો

દિવાળીમાં લોકોના ઘર મિઠાઈથી ભરાય જાય છે. એવામાં ખોરાકનો બિલકુલ પણ બગાડ ન થાય તે વાતનું ખાસ ધ્યાન રાખવું કેમ કે આનાથી પણ પર્યાવરણને નુકસાન થાય છે. ખોરાકનો બગાડ કરવા કરતાં સારું તમે ગરીબો વચ્ચે મિઠાઈ અને કપડાં વહેંચી દો. જેનાથી તમારી દિવાળી તો સારી જશે જ સાથોસાથ આજુબાજુમાં ખુશીઓનો માહોલ બની રહેશે.

Eco Friendly Diwali: માટીના દીવાનો ઉપયોગ કરીને મનાવો સુરક્ષિત દિવાળીEco Friendly Diwali: માટીના દીવાનો ઉપયોગ કરીને મનાવો સુરક્ષિત દિવાળી

English summary
follow these tips to celebrate eco friendly diwali this year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X