Garuda Puran: જો આ 5 કામ કરશો તો ખરાબ નસીબ અને દૂર્ભાગ્યને મળશે આમંત્રણ

Garuda Puran: ગરુડ પુરાણ હિંદુ ધર્મનો એક મહત્વપૂર્ણ ગ્રંથ છે. જેમાં ભગવાન વિષ્ણુની ભક્તિનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. શાસ્ત્રો કહે છે કે વ્યક્તિના મૃત્યુ પછી ગરુડ પુરાણનો પાઠ કરવો તે આત્મા માટે સારું છે.

ગરુડ પુરાણમાં વ્યક્તિના જીવન સાથે જોડાયેલી ઘણી વાતો કહેવામાં આવી છે. ગરુડ પુરાણ અનુસાર, વ્યક્તિ પોતાના જીવનમાં કેટલીક ભૂલો કરે છે જે વ્યક્તિનું જીવન મુશ્કેલ બનાવી શકે છે. એટલા માટે માણસે હંમેશા આ ભૂલોથી બચવું જોઈએ.

Garuda Purana

ધનનું અભિમાન

ગરુડ પુરાણ અનુસાર, વ્યક્તિએ ક્યારેય પણ ધનનું અભિમાન ન કરવું જોઈએ. આવા દેખાડા તમારી બુદ્ધિનો અભાવ દર્શાવે છે. આ કારણે વ્યક્તિ બીજાનું પણ અપમાન કરવા લાગે છે. ગરુડ પુરાણમાં કોઈ પણ વ્યક્તિનું અપમાન કરવું અથવા ખરાબ બોલવું એ પાપ માનવામાં આવે છે. જે લોકો પોતાની સંપત્તિનું અભિમાન કરે છે તેમના પર દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે.

લાલચ

ગરુડ પુરાણ અનુસાર, જે વ્યક્તિ બીજાની સંપત્તિ પર નજર રાખે છે તે ક્યારેય સુખી જીવન જીવી શકતો નથી. પૈસાનો લોભ અને બીજાના પૈસા મેળવવાની કોશિશ વ્યક્તિને બીજા જન્મ સુધી સંતોષતી નથી.

બીજાનું અપમાન કરવું

ગરુડ પુરાણ અનુસાર, કોઈ વ્યક્તિને અપમાનિત કરવું અથવા નીચું દેખાડવુ એ સૌથી મોટું પાપ છે. ગરુડ પુરાણ કહે છે કે જે લોકો બીજાને નીચા બતાવે છે તે ક્યારેય સુખી નથી થઈ શકતા.

ગંદા કપડા પહેરવા

ગરુડ પુરાણ મુજબ હંમેશા સ્વચ્છ કપડા પહેરવા જોઈએ. ગંદા વસ્ત્રો પહેરનારને દેવી લક્ષ્મી ક્યારેય આશીર્વાદ આપતી નથી. ગંદા કપડાંને ગરીબીનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે વ્યક્તિએ હંમેશા સ્વચ્છ રહેવું જોઈએ અને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ.

રાત્રે દહીં ખાવું

ગરુડ પુરાણમાં કહેવાયું છે કે રાત્રે દહીં ન ખાવું જોઈએ. આનાથી સ્વાસ્થ્ય ખરાબ થાય છે અને વ્યક્તિને શારીરિક બિમારીઓનો સામનો કરવો પડે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X